Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»સમંતા દુર્લભ બીમારીમાંથી જીવનનો મહત્વનો બોધપાઠ શીખી
    India

    સમંતા દુર્લભ બીમારીમાંથી જીવનનો મહત્વનો બોધપાઠ શીખી

    Shukhabar DeskBy Shukhabar DeskJune 16, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    મુખ્ય રીતે તેલુગુ ફિલ્મમાં કામ કરતી હોવા છતાં સમંતા રુથ પ્રભુ બોલિવુડમાં પણ મોટું નામ બની ગઈ છે, આ માટે તે આભારી છે વેબ સીરિઝ ‘ફેમિલી મેન’ની જેનું ડિરેક્શન ડિરેક્ટર ડ્યુઓ રાજ અને ડીકેએ કહ્યું હતું. બંને એક્ટ્રેસ સાથે ફરીથી વરુણ ધવન સ્ટારર ગ્લોબલ સ્પાઈ સીરિઝ ‘સિટાડેલ’ના હિંદી વર્ઝનમાં તેની સાથે કામ કરી રહ્યા છે. આ સીરિઝના શૂટિંગ માટે ટીમ સરેબિયામાં છે. સમંતાને ગત વર્ષે આ જ સમયે માયોસાઈટિસ નામની દુર્લભ બીમારી હોવાનું નિદાન થયું હતું. ત્યારે તેણે ત્યાંના સેન્ટ સવાના ચર્ચની મુલાકાત લીધી હતી અને ત્યાંની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતાં પ્રોફેશનલ નિષ્ફળતા વિશે વાત કરી હતી.

    ઈન્સ્ટાગ્રામ પોસ્ટના કેપ્શનમાં ઈમોશનલ થતાં તેણે લખ્યું હતું ‘નિદાન થયું તેને એક વર્ષ થઈ ગયું. બળજબરીથી ન્યૂ નોર્મલનું એક વર્ષ… મારા શરીર સાથેની ઘણી લડાઈઓ… મેઈન કોર્સમાં દવાના કોકટેલ સાથે મીઠું, ખાંડ કે અનાજ નહીં. બળજબરીથી શટ ડાઉન અને બળજબરીથી રિસ્ટાર્ટ. અર્થ, પ્રતિબિંબ અને આત્મનિરીક્ષણની શોધનું એક વર્ષ… પ્રોફેશનલ નિષ્ફળતાનું પણ… જેણે સ્થિતિને વધારે રસપ્રદ બનાવી…પ્રાર્થના અને પૂજાનું એક વર્ષ… આશીર્વાદ અને ગિફ્ટ માટે નહીં પરંતુ માત્ર શક્તિ અને શાંતિ મળે તે માટેની પ્રાર્થના. એક વર્ષ જેણે મને શીખવ્યું કે, આપણે જેમ ઈચ્છીએ તેમ જ બધું નથી થતું અને સૌથી વધારે મહત્વનું કે તેમ ન થાય તો તે ઠીક છે. કે મારે મારી નિયંત્રણક્ષમતાને નિયંત્રિત કરવી જાેઈએ, બાકી બધું જતું કરવું જાેઈએ અને આગળ વધવાનું યથાવત્‌ રાખવું જાેઈએ. કેટલીકવાર તે ભવ્ય સફળતા વિશે નથી હોતું, પરંતુ આગળ વધવું તે જ જીત છે.

    કે મારે વસ્તુઓ પર્ફેક્ટ થાય ત્યાં સુધી રાહ જાેઈને ન બેસવું જાેઈએ અથવા ભૂતકાળમાં ન ડૂબી જવું જાેઈએ. કે મારે પ્રેમ અને જેને પ્રેમ કરું છું તેના પર અટકી જવું જાેઈએ અને નફરતને મારા પર અસર થવા દેવી નહીં. તમારામાંથી ઘણા એવા હશે જે મુશ્કેલ લડાઈઓ લડી રહ્યા હશે. હું તમારા માટે પણ પ્રાર્થના કરું છું. ભગવાન મોડું કરે છે પરંતુ ઈનકાર કરતાં નથી. જેમને શાંતિ, પ્રેમ, આનંદ અને શક્તિ જાેઈએ છે તેમને આપવાનો ઈનકાર કરતાં નથી. માત્ર તેવી જ વસ્તુઓ જે માગવા લાયક હોય છે. સમંતા રુથ પ્રભુની પોસ્ટ પર કોમેન્ટ કરતાં રાશિ ખન્ના અને આથિયા શેટ્ટીએ રેડ હાર્ટ ઈમોજી ડ્રોપ કર્યા હતા. તો પ્રજ્ઞા જયસ્વાલે લખ્યું હતું ‘તને વધુ શક્તિ મળે સેમ’, તો ટીવી એક્ટ્રેસ કનિકા માને કોમેન્ટ કરી હતી ‘ખૂબ જ સુંદર લખ્યું છે, તને વધુ શક્તિ મળે’. તો તેના ફેન્સે તેની હિંમતને બિરદાવી હતી અને ખરાબ સમય પણ જલ્દી પસાર થઈ જશે તેમ કહ્યું હતું.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય: 5 કેન્દ્રીય એજન્સીઓમાં ડેપ્યુટેશનનો સમયગાળો વધારીને 7 વર્ષ કરાયો

      August 13, 2026

      ફ્રાન્સનો ઐતિહાસિક નિર્ણય: હવે સંમતિ વગર અનિચ્છનીય ટેલિમાર્કેટિંગ અને સ્પૅમ કોલ્સ પર પ્રતિબંધ

      August 12, 2026

      ટીબી મુક્ત ભારત: કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાની અધ્યક્ષતામાં કર્ણાટક અને કેરળના સાંસદોની મહત્ત્વપૂર્ણ બેઠક

      August 11, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.