(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: 22: આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિશ્વ સમસ્તમાં ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ’ થીમ સાથે ઉજવણી કરવામા આવી હતી. ત્યારે સુબિર ખાતે યોગ પ્રોટોકોલ સાથે તાલુકા કક્ષાના કાર્યક્રમમાં ૬૦૦ થી વધુ નાગરિકો જોડાયા હતા. આ કાર્યક્રમમા સુબિર તાલુકા પંચાયતના સદસ્યો તેમજ સુબિર તાલુકા મામલતદાર શ્રી વી.ડી.દરજી, તાલુકા વિકાસ અધિકારી શ્રીમતી ડામોર, આર.એફ.ઓશ્રી, ટી.પી.ઇ.ઓશ્રી સુબિર સહિત શાળાના વિધ્યાર્થીઓ તેમજ ૬૦૦ થી વધુ નાગરિકો યોગ કાર્યક્રમમા જોડાયા હતા. કાર્યક્રમના ભાગરૂપે ઉપસ્થિત મહાનુભાવોએ સુરત ખાતે આયોજિત રાજયકક્ષાના કાર્યક્રમમાં પધારેલા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના જીવંત કાર્યક્રમ સહિત, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંદેશ ઉપરાંત ઉપરાષ્ટ્રપતિશ્રીનું લાઈવ ટેલિકાસ્ટ પણ નિહાળ્યું…
Author: Shukhabar Desk
ઉર્ફીની ફેશન લોકોને જેટલી નાપસંદ છે, ઉર્ફી એટલી જ વધુ ચર્ચામાં રહે છે. ઉર્ફીને સોશિયલ મીડિયા પર લોકો ખૂબ ટ્રોલ કરે છે પરંતુ તેનાથી ઉર્ફીને કોઇ ફેર નથી પડતો. જાે કે, ઉર્ફીની ઘણી રસપ્રદ વાતો છે, પરંતુ તેમાંથી એક ચોંકાવનારી વાત છે ઉર્ફીનું એજ્યુકેશન ક્વોલિફિકેશન. ઉર્ફી જાવેદનો જન્મ ૧૫ ઓક્ટોબર ૧૯૯૭ના રોજ લખનૌ, ઉત્તર પ્રદેશમાં થયો હતો. તેણે તેનું સ્કૂલ એજ્યુકેશન સિટી મોન્ટેસરી સ્કૂલ, લખનૌમાંથી લીધું હતું અને ત્યારબાદ તેણે એમિટી યુનિવર્સિટીમાંથી માસ કોમ્યુનિકેશનમાં ગ્રેજ્યુએશન કર્યું હતું. એક્ટિંગની દુનિયામાં પગ મૂકતા પહેલા ઉર્ફીએ પોતાનો અભ્યાસ પૂરો કર્યો અને પછી એક્ટિંગની દુનિયામાં એન્ટ્રી કરી. તેને નાનપણથી જ એક્ટિંગ અને ડાન્સિંગનો શોખ…
બોલિવૂડ એક્ટ્રેસ સલમાન ખાન વિરુદ્ધ હાલમાં જ એક મહિલાએ ચોંકાવનારા દાવા કર્યા છે. આ મહિલાનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તે દાવો કરી રહી છે કે તેને કૂતરાની જેમ ફેંકી દેવામાં આવી હતી’ કારણ કે તે સલમાન ખાનને મળવા માંગતી હતી. આ મહિલાએ પોતાના અપમાનની આખી દાસ્તાન રડતાં-રડતાં સંભળાવી હતી. ચોંકાવનારી વાત એ પણ છે કે આ મહિલા સલમાન ખાનની ફિલ્મ ‘દબંગ ૩’માં જાેવા મળી ચુકી છે અને તેની સાથે જ તે સોશિયલ મીડિયા પર ‘વાયરલ ભાભી’ના નામે ફેમસ છે. આ મહિલા કોઇ બીજુ નહીં પરંતુ ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએંસર હેમ શર્મા છે. હેમાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ…
બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફ અને વિકી કૌશલ પરિણીત છે અને એક સરસ મજાનાં કપલ તરીકે રહે છે. તાજેતરમાં, વિકી કૌશલે તેની પત્ની કેટરિના વિશેના કેટલાક રસપ્રદ વિચારો તેના ચાહકો સાથે શેર કર્યા. શું તમે જાણો છો? તેણે કહ્યું હતું કે કેટરીના કૈફ દર અઠવાડિયે બજેટ મીટિંગ કરે છે. એવું લાગે છે કે અભિનેત્રી ઘરના લોકો અને કામદારો સાથે સાપ્તાહિક મીટિંગ કરે છે અને તેમાં ખર્ચ વિશે વાત કરે છે. કેટરિના કૈફ વિશે વાત કરતા વિકી કૌશલે કહ્યું કે કેટરિના કૈફના ઘરે દર અઠવાડિયે બજેટ મીટિંગ થાય છે. બધા કામદારો સાથે મળીને તેઓ ઘરના બજેટની ચર્ચા કરે છે. તેઓ ચર્ચા કરે…
જાે તમે સિનેમા પ્રેમી હશો તો પછી તમને રાંઝણા ફિલ્મ તો જરૂર યાદ હશે. આ ફિલ્મ વર્ષ ૨૦૧૩માં રિલીઝ થઈ હતી અને સૌને આ ઘણી પસંદ આવી હતી. પછી તે ભલે તેના પાત્ર હોય કે પછી સ્ટોરી, ગીતો હોય કે પછી તેના ડાયલોગ્સ… બધું જ લોકોને ઘણું પસંદ આવ્યું હતું. આ ફિલ્મમાં સાઉથ એક્ટર ધનૂષ, સોનમ કપૂર, અભય દેઓલ, સ્વરા ભાસ્કર અને મોહમ્મદ ઝિશાન અયૂબ જેવા સ્ટાર્સ હતા. આ ફિલ્મને આનંદ એલ. રાયે ડિરેક્ટ કરી હતી. ત્યારે હવે આ સુપર ડુપર હિટ ફિલ્મની રિલીઝના ૧૦ વર્ષ પછી ધનૂષ અને આનંદ એલ. રાય ફરી એકસાથે જાેવા મળશે. બંને ફરી એક વાર…
અભિનેત્રી દીપિકા કક્કરે દીકરાને આપ્યો જન્મ ઈબ્રાહિમ અને કક્કર પરિવારને ૨૦ જૂન અને ૨૧ જૂન એમ સળંગ બે દિવસ સુધી સેલિબ્રેશન કરવાનું કારણ મળી ગયું છે. ૨૦ જૂને શોએબ ઈબ્રાહિમનો બર્થ ડે છે જ્યારે ૨૧ જૂને તેમના ઘરે નાનકડા મહેમાનનું આગમન થયું છે. જી હા, શોએબ અને દીપિકા કક્કર મમ્મી-પપ્પા બની ગયા છે. કપલે આ વાતની માહિતી તેમના સોશિયલ મીડિયા થકી આપી છે અને પ્રી-મેચ્યોર ડિલિવરી થઈ હોવાનું પણ જણાવ્યું છે. શોએબે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરેલી પોસ્ટમાં લખ્યું હતું કે ‘અલહમદુલ્લાહ આજે ૨૧ જૂન ૨૦૨૩એ વહેલી સવારે અમારા ઘરે દીકરાનો જન્મ થયો છે. તે પ્રી-મેચ્યોર ડિલિવરી છે પરંતુ ચિંતાનું કોઈ…
સની દેઓલનો દીકરો અને એક્ટર કરણ દેઓલ આખરે પોતાના બાળપણની મિત્ર અને ગર્લફ્રેન્ડ દ્રિશા આચાર્યને પરણી ગયો છે. કરણ અને દ્રિશાએ ૧૮ જૂનના રોજ મુંબઈમાં લગ્ન કર્યા હતા. કપલના લગ્નમાં પરિવારજનો અને અંગત મિત્રો હાજર રહ્યા હતા. જે બાદ સાંજે ધમાકેદાર રિસેપ્શન રાખવામાં આવ્યું હતું અને તેમાં બોલિવુડ સેલેબ્સનો મેળાવડો જાેવા મળ્યો હતો. હવે કરણ દેઓલે લગ્નની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તેને મમ્મી-પપ્પા અને દાદા-દાદી આશીર્વાદ આપતા દેખાઈ રહ્યા છે. કરણ દેઓલે વિવિધ તસવીરો શેર કરી છે જેમાં તેના પરિવારના સભ્યો દેખાય છે. પહેલી તસવીરમાં દાદા ધર્મેન્દ્ર તેમની પહેલી પત્ની પ્રકાશ કૌર સાથે જાેવા મળે છે. બંને નવદંપતીને…
સેટ પર હોબાળો કરતાં હોવાનો રોશનભાભી પર આરોપ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની પૂર્વ એક્ટ્રેસ જેનિફર મિસ્ત્રી બંસીવાલ અને પ્રોડ્યૂસ આસિત કુમાર મોદી વચ્ચે ચાલી રહેલા વિવાદમાં નવો વળાંક આવ્યો છે. જેનિફરે થોડા દિવસ પહેલા મુંબઈ પોલીસ સમક્ષ પોતાનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરાવ્યું હતું અને આખરે કાર્યવાહી કરતાં આસિતની સાથે પ્રોજેક્ટ હેડ સોહેલ રામાણી અને એક્ઝુક્યુટિવ પ્રોડ્યૂસર જતિન બજાજ સામે પણ કેસ નોંધ્યો છે. ત્રણેય સામે એક દિવસ પહેલા પોવાઈ પોલીસે આઈપીસીની કલમ ૩૫૪ અને ૫૦૯ની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. જાે કે, હજી સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. હવે ‘રોશનભાભી’એ પ્રોડ્યૂસરે તેના પર લગાવેલા આરોપો વિશે વાત કરી છે.…
સુરતના ઈચ્છાપોરમાં ૩૨ વર્ષીય મહિલાએ વીડિયો બનાવી આપઘાત કરી લેતા હડકંપ મચી ગયો છે. પ્રાથમિક વિગતો મુજબ મહિલાએ પોતાના પતિના કારણે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. આ તરફ ઘટનાને લઈ સ્થાનિકો સહિતના દોડી આવ્યા હતા. જે બાદમાં ઈચ્છાપોર પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી વિડીયોને લઈ વધુ તપાસ હાથ ધરી છે. સુરતના ઈચ્છાપોરમાં વિસ્તારમાં આજે એક મહિલાએ આપઘાત કરી લીધો છે. વાત જાણે એમ છે કે, ૩૨ વર્ષીય મહિલાએ આપઘાત પહેલા એક વિડીયો બનાવ્યો હતો. જેમાં મને મારો પતિ હેરાન કરે છે, એટલે હું આપઘાત કરું છું, તેવું કહેવામાં આવ્યું છે. જે બાદમાં મહિલાએ જીવનલીલા સંકેલી લીધી…
સુરેન્દ્રનગર શહેર બંસીધર પાર્કમાં રહેતા ૩૨ વર્ષીય વેપારી ધીરુભાઈ પરાલિયા નામના વ્યક્તિ પાસે રહેલ મોબાઈલ લૂંટી લઈ જાનથી મારી નાખવાના અને પેટ્રોલ જેવું પદાર્થ છાંટી શરીરે આગ લગાડવાની ઘટના સામે આવી છે. ત્યારે સમગ્ર મામલે ધીરુભાઈ પરલિયા દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સનાયા ઉર્ફે યોગેશ વણપરા નામના ફરીયાદના મિત્ર વિરુદ્ધ ૈॅષ્ઠ ૩૦૭, ૩૯૭ મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે.પોલીસને આપેલી ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું છે કે, તે સુરેન્દ્રનગરના બંસીધર પાર્ક ખાતે રહે છે. તેમજ તે અનિતા મંડપ સર્વિસ એન્ડ ડેકોરેશનના નામથી વ્યવસાય કરી પોતાનું તેમજ પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમજ પોતાની પત્નીનું નામ રિદ્ધિ છે અને દીકરીનું…