Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»કુંદન તો માની ગયો પણ શંકરને કઈ રીતે રોકશો? Tere Ishk Main ટીઝર રિલીઝ, ૧૦ વર્ષ પછી રાંઝણાની રિએન્ટ્રી
    Entertainment

    કુંદન તો માની ગયો પણ શંકરને કઈ રીતે રોકશો? Tere Ishk Main ટીઝર રિલીઝ, ૧૦ વર્ષ પછી રાંઝણાની રિએન્ટ્રી

    Shukhabar DeskBy Shukhabar DeskJune 22, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    જાે તમે સિનેમા પ્રેમી હશો તો પછી તમને રાંઝણા ફિલ્મ તો જરૂર યાદ હશે. આ ફિલ્મ વર્ષ ૨૦૧૩માં રિલીઝ થઈ હતી અને સૌને આ ઘણી પસંદ આવી હતી. પછી તે ભલે તેના પાત્ર હોય કે પછી સ્ટોરી, ગીતો હોય કે પછી તેના ડાયલોગ્સ… બધું જ લોકોને ઘણું પસંદ આવ્યું હતું. આ ફિલ્મમાં સાઉથ એક્ટર ધનૂષ, સોનમ કપૂર, અભય દેઓલ, સ્વરા ભાસ્કર અને મોહમ્મદ ઝિશાન અયૂબ જેવા સ્ટાર્સ હતા. આ ફિલ્મને આનંદ એલ. રાયે ડિરેક્ટ કરી હતી. ત્યારે હવે આ સુપર ડુપર હિટ ફિલ્મની રિલીઝના ૧૦ વર્ષ પછી ધનૂષ અને આનંદ એલ. રાય ફરી એકસાથે જાેવા મળશે. બંને ફરી એક વાર એવો જ જાદૂ ચલાવવાના છે. આ વખતે તેઓ ફિલ્મ ‘તેરે ઈશ્ક મેં’ લઈને આવી રહ્યા છે, જેની ધનૂષે જાહેરાત કરી છે. તો આવો જાણીએ આ ફિલ્મ અંગે વિસ્તૃતમાં. આનંદ એલ. રાય હંમેશા પોતાના સમયથી આગળની વાર્તા દર્શાવવા માટે જાણીતો છે, જે દર્શકોને તેના પાત્રો સાથે બાંધીને રાખે છે. આવી જ એક ફિલ્મ છે રાંઝણા. આ ફિલ્મને ૧૦ વર્ષ પૂર્ણ થતાં ફેન્સ તેની ઉજવણી કરી રહ્યા છે. તેવામાં હવે આ જ ઉજવણી દરમિયાન ધનૂષે પોતાની નવી હિન્દી ફિલ્મ તેરે ઈશ્ક મેંની જાહેરાત કરી દીધી છે. આ ફિલ્મને આનંદ એલ. રાય ડિરેક્ટ કરી રહ્યો છે. ફિલ્મના ટીઝર વીડિયોમાં બેકગ્રાઉન્ડમાં ધનૂષનો અવાજ આવે છે. ગયા વખતે તો કુંદન હતો, તે માની ગયો પણ આ વખતે શંકરને કેવી રીતે રોકશો? ધનૂષની નવી હિન્દી ફિલ્મની જાહેરાત અંગે આનંદ એલ. રાયે જણાવ્યું હતું કે, અમારા અપકમિંગ પ્રોજેક્ટ તેરે ઈશ્ક મેંની જાહેરાત કરવા માટે આજથી મોટો દિવસ કયો હોઈ શકે. રાંઝણા ફિલ્મનું મારા દિલમાં એક અલગ જ સ્થાન છે. આ ફિલ્મથી જ ધનૂષે બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. ડિરેક્ટર આનંદ એલ. રાયે રાંઝણા સિવાય તનુ વેડ્‌સ મનુ, ગુડલક જેરી, અતરંગી રે, એન એક્શન હીરો, હેપ્પી ભાગ જાએગી, ન્યૂટન, તુંબાડ જેવી ફિલ્મો બનાવી છે. તો હવે આ ટીમ ફરી એ જ જાદૂ રિક્રિએટ કરવા માટે તૈયાર છે. ઑડિયન્સને આ ફિલ્મથી એક નવો જ સિનેમેટિક એક્સપિરીયન્સ, ઈમોશન્સ, મેલોડિયસ મ્યૂઝિક અને જાેરદાર સ્ટોરી ટેલિંગનો અનુભવ મળશે. તેરે ઈશ્કમે સિવાય કલર યેલો પાસે ઝિમ્મા ૨ અને ફિર આઈ હસીન દિલરૂબા પણ પાઈપલાઈનમાં છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.