Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»પૌત્ર કરણ અને દ્રિશાને આશીર્વાદ આપ્યા વર્ષો પછી પહેલાં પત્ની પ્રકાશ કૌર સાથે દેખાયા ધર્મેન્દ્ર
    Entertainment

    પૌત્ર કરણ અને દ્રિશાને આશીર્વાદ આપ્યા વર્ષો પછી પહેલાં પત્ની પ્રકાશ કૌર સાથે દેખાયા ધર્મેન્દ્ર

    Shukhabar DeskBy Shukhabar DeskJune 22, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    સની દેઓલનો દીકરો અને એક્ટર કરણ દેઓલ આખરે પોતાના બાળપણની મિત્ર અને ગર્લફ્રેન્ડ દ્રિશા આચાર્યને પરણી ગયો છે. કરણ અને દ્રિશાએ ૧૮ જૂનના રોજ મુંબઈમાં લગ્ન કર્યા હતા. કપલના લગ્નમાં પરિવારજનો અને અંગત મિત્રો હાજર રહ્યા હતા. જે બાદ સાંજે ધમાકેદાર રિસેપ્શન રાખવામાં આવ્યું હતું અને તેમાં બોલિવુડ સેલેબ્સનો મેળાવડો જાેવા મળ્યો હતો. હવે કરણ દેઓલે લગ્નની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તેને મમ્મી-પપ્પા અને દાદા-દાદી આશીર્વાદ આપતા દેખાઈ રહ્યા છે. કરણ દેઓલે વિવિધ તસવીરો શેર કરી છે જેમાં તેના પરિવારના સભ્યો દેખાય છે. પહેલી તસવીરમાં દાદા ધર્મેન્દ્ર તેમની પહેલી પત્ની પ્રકાશ કૌર સાથે જાેવા મળે છે. બંને નવદંપતીને આશીર્વાદ આપતા દેખાઈ રહ્યા છે. પ્રકાશ કૌર જાહેરમાં ખૂબ ઓછા જાેવા મળે છે ત્યારે પૌત્રના લગ્નમાં તેમની હાજરી ઉડીને આંખે વળગી હતી. બીજી તસવીરમાં કરણ અને દ્રિશા સની દેઓલ અને તેની પત્ની પૂજા સાથે પોઝ આપી રહ્યા છે. બીજી એક તસવીરમાં આખો દેઓલ પરિવાર પોઝ આપતો દેખાઈ રહ્યો છે. બોબી, સની, કરણ, રાજવીર, અભય, તાન્યા અને પૂજા દેઓલ નજરે પડે છે. છેલ્લી તસવીરમાં પિતા-પુત્ર સની અને કરણ દેઓલ દેખાઈ રહ્યા છે. આ ફોટોઝ શેર કરતાં કરણે લખ્યું, “અમારા વહાલા પરિવારના અસંખ્ય આશીર્વાદ અને સહકાર બદલ અમે તેમના આભારી છીએ. અમારા હૃદય કૃતજ્ઞતા અને વિનમ્રતાથી છલકાઈ રહ્યા છે.” આ પોસ્ટ પર કરણના કાકા બોબીએ હાર્ટ ઈમોજીથી કોમેન્ટ કરી હતી. ઉપરાંત ફેન્સને પણ આ તસવીરો ખૂબ પસંદ આવી રહી છે. રિપોર્ટ્‌સ પ્રમાણે, દ્રિશા ફિલ્મમેકર બિમલ રોયની દીકરી રિન્કી ભટ્ટાચાર્યની પૌત્રી છે. રિન્કી ભટ્ટાચાર્યએ ફિલ્મમેકર બાસુ ભટ્ટાચાર્ય સાથે લગ્ન કર્યા છે. દ્રિશા છૈં એક્સપર્ટ છે. વળી, કરણ પિતા-દાદા અને કાકાના પગલે ચાલીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવ્યો છે. તેણે સની દેઓલના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ ‘પલ પલ દિલ કે પાસ’થી બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું. હવે તે ફિલ્મ ‘અપને ૨’માં જાેવા મળશે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.