દિલ્હી, એનસીઆર, કાનપુર, લખનૌ, કોલકાતા સહિત ઘણા રાજ્યો અને જિલ્લાઓમાં જ્વેલર્સ/બુલિયન વેપારીઓના ઠેકાણા પર આવકવેરાના દરોડા ચાલુ છે. કાનપુરમાં રાધા મોહન પુરષોત્તમ દાસ જ્વેલર અને એમેરાલ્ડ ગાર્ડન હાઉસિંગ સોસાયટીના પ્રમોટર સંજીવ ઝુનઝુનવાલાના ૧૭ સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે. કાનપુર લખનૌમાં ૧૭ સ્થળોએ આવકવેરા વિભાગની ટીમો સવારથી કરચોરીના દસ્તાવેજાેની તપાસ કરી રહી છે. ઈન્કમટેક્સ વિભાગે ગુરુવારે સવારે બુલિયન વેપારી ભાઈઓના રહેઠાણ પર દરોડા પાડ્યા હતા. જેમાં એક ભાઈની દુકાન ચોક સરાફામાં છે તો બીજા ભાઈનો શોરૂમ બિરહાના રોડ પર છે. બંનેના સિવિલ લાઈન્સમાં અલગ-અલગ રહેઠાણ છે. ઈન્કમટેક્સ અધિકારીઓએ ગુરુવારે સવારે તેમના ઠેકાણા પર એક સાથે કાર્યવાહી શરૂ કરી…
Author: Shukhabar Desk
બાળકો પર વધતા સ્કૂલ બેગના વજનને ઘટાડવા માટે કર્ણાટક સરકારે નવા દિશાનિર્દેશ જારી કર્યા છે. નવા નિર્દેશો પ્રમાણે હવે બાળકોના સ્કૂલ બેગનું વજન બાળકના પોતાના વજનના ૧૫ ટકાથી વધુ ન હોવું જાેઈએ. રાજ્ય સરકારના આ નિયમથી બાળકોની સ્કૂલ બેગનું વજન નિર્ધારિત વજન કરતાં વધી શકશે નહીં. સ્કૂલ બેગનું વજન નિર્ધારિત કરવાની સાથે જ રાજ્ય સરકારે અઠવાડિયામાં એક દિવસ ‘નો બેગ ડે’ રાખવાનો પણ નિર્દેશ આપ્યો છે. નિર્દેશ પ્રમાણે સ્કૂલોએ અઠવાડિયામાં એક વખત સામાન્ય રૂપે શનિવારે ‘નો બેગ ડે’ ઉજવવા માટે કહ્યું છે. આ દિવસે બાળકોએ સ્કૂલ બેગ વગર સ્કૂલમાં આવવાનું રહેશે અને પુસ્તકીય અભ્યાસથી અલગ વ્યાવહારિક જ્ઞાન આપવામાં આવશે. રાજ્ય…
આબોહવા પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગની ખરાબ અસરોને કારણે, ધ્રુવો અને તેની આસપાસ બરફની ચાદર ઓગળવાને લઈને વિશ્વમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેના કારણે વિશ્વમાં મહાસાગરોના જળ સ્તરમાં વધારો થવાનો સંકટ વધવા લાગ્યો છે. વિશ્વના બે અબજ લોકો માટે સ્વચ્છ પાણી પુરવઠાનો સ્ત્રોત છે. એક નવા અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે, હિમાલયના ગ્લેશિયર પીગળવાનો દર છેલ્લા દસ વર્ષમાં ઘણો ઝડપી બન્યો છે. આ ફેરફાર એક ચિંતાનો વિષય છે કારણ કે તેનાથી બે અબજ સમુદાયોને અણધારી અને વિનાશક આફતોનો સામનો કરવો પડશે. ઈન્ટરનેશનલ સેન્ટર ફોર ઈન્ટીગ્રેટેડ માઉન્ટેન ડેવલપમેન્ટના અહેવાલ મુજબ, ૨૦૧૧ થી ૨૦૨૦ સુધીમાં ગ્લેશિયર્સ ૬૫ ટકા ઝડપથી પીગળી…
ઈન્સ્ટાગ્રામ રીલ્સ ખૂબ જ પોપ્યુલર છે. ૧૫થી ૩૦ સેકેન્ડના વીડિયોમાં યૂઝર્સને ફૂલ એન્ટરટેઈનમેન્ટ મળી રહે છે. ઘણી વખત આપણને અમૂક વીડિયો ખૂબ જ પસંદ આવી જતા હોય છે. યૂઝરને જે વીડિયો પસંદ આવી જાય છે તે વીડિયો તેઓ ડાઉનલોડ કરવા માંગે છે પરંતુ તેમને ડાઉનલોડનો કોઈ ઓપ્શન જ નથી મળતો. હવે ટૂંક સમયમાં તમારી આ સમસ્યા દૂર થઈ જશે. કારણ કે, હવે ઈન્સ્ટાગ્રામે પ્લેટફઓર્મ કંપનીએ આ ફીચરને હાલમાં અમેરિકી માર્કેટમાં લોન્ચ કર્યું છે. ઈન્સ્ટાગ્રામ હેડ એડમ મોસેરીએ આ ફીચરની જાણકારી પોતાની ઈન્સ્ટાગ્રામ બ્રોડકાસ્ટ ચેનલ પર આપી છે. આ ફીચર માત્ર પબ્લિક રીલ્સ માટે ઉપલબ્ધ છે. જેને જાે પબ્લિશર ઈચ્છે તો…
હાલમાં ફિચ નામક એક રેટિંગ એજન્સી ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે ભારતના જીડીપી વૃદ્ધિ અંદાજને ૬ ટકાથી વધારીને ૬.૩ ટકા કર્યો છે. આનો અર્થ એ થયો કે ફિચ રેટિંગ્સે તેના અગાઉના અંદાજમાં ૦.૩ પોઈન્ટનો વધારો કર્યો છે. અગાઉ ફિચે ભારતનો વિકાસ દર છ ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો. જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં સારા વિકાસ દરને ધ્યાનમાં રાખીને રેટિંગ એજન્સી ફિચે ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતના જીડીપી વૃદ્ધિ અનુમાનમાં વધારો કર્યો છે. આ પહેલા પાછલા નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં ભારતનો વિકાસ દર ૭.૨ ટકા હતો. જ્યારે ૨૦૨૧-૨૨માં દેશની અર્થવ્યવસ્થા ૯.૧ ટકાના દરે વૃદ્ધિ પામી હતી. ફિચે જણાવ્યું હતું કે, જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ ખૂબ…
સ્થાનિક શેરબજાર (ભારતીય શેરબજાર)માં બે દિવસથી ચાલુ રહેલ વૃદ્ધિની પ્રક્રિયાનો આજે અંત આવ્યો છે. બીએસઈનો ૩૦ શેરનો સંવેદનશીલ સૂચકાંક સેન્સેક્સ ૨૮૪.૨૬ પોઈન્ટ અથવા ૦.૪૫% ઘટીને ૬૩,૨૩૮.૮૯ પોઈન્ટ પર બંધ થયો છે. એ જ રીતે એનએસઈનિફ્ટી ૮૫.૬૦ પોઈન્ટ એટલે કે ૦.૪૫%ના ઘટાડા સાથે ૧૮,૭૭૧.૨૫ પોઈન્ટના સ્તરે બંધ થયો હતો. આજે ઈન્ડિયા સિમેન્ટના શેરના ભાવમાં છ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આજે બીએસઈસેન્સેક્સ પર બજાજ ફાઇનાન્સ શેરનો ભાવ ૨.૩૪ ટકા ઘટીને બંધ થયો હતો. એ જ રીતે, ટાટા મોટર્સ શેરનો ભાવ ૨.૦૫ ટકા, એશિયન પેઇન્ટ્સ ૧.૯૮ ટકા, પાવરગ્રીડ શેરનો ભાવ ૧.૬૭ ટકા અને એનટીપીસીશેરનો ભાવ ૧.૪૭ ટકા ઘટીને બંધ રહ્યો હતો. એ જ…
કેન્દ્રની સત્તા પરથી નરેન્દ્ર મોદી અને ભાજપને ઉથલાવવા માટે વિપક્ષોને એક કરવા આવતીકાલે ૨૩મી જુને પટણામાં વિપક્ષી દળોની મહત્વની બેઠક યોજાવાની છે. બેઠકમાં ૨૦૨૪ની લોકસભા ચૂંટણી માટે રણનીતિ તૈયાર કરવામાં આવશે. બેઠકમાં સામેલ થવા નેતાઓનું પટણામાં આગમન શરૂ થઈ ગયું છે. આ બેઠક માટે પીડીપી અધ્યક્ષ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તી પહોંચી ગયા છે, જ્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને આપસંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે પહોંચશે. મળતા અહેવાલો મુજબ સૌથી પહેલા ગુરુવારે સવારે મહેબૂબા મુફ્તી પટણા પહોંચી ગયા છે. જ્યારે મમતા બેનર્જી સાંજે લગભગ ૪.૩૦ કલાકે પહોંચશે. બેનર્જી સાથે ટીએમસીની સાંસદ…
સંજીવની આયુર્વેદિક સરકારી હોસ્પિટલ અમદાવાદમાં વિશ્વ યોગ દિવસ નિમિત્તે આયોજિત યોગ સપ્તાહ અંતર્ગત શ્રી નારાયણ કુટી સન્યાસ આશ્રમ દેવાસ મધ્યપ્રદેશના પીઠાધીશ્વર પરમ પૂજ્ય ગુરુદેવ સ્વામી શ્રી સુરેશાનંદ તીર્થજી મહારાજે યોગ અને સ્વસ્થ જીવનશૈલી સાથે આધ્યાત્મિક દ્રષ્ટિ વિકસાવી હતી અને પોતાનું વક્તવ્ય આપ્યું હતું. તેમણે ઉપસ્થિત લોકોને યોગાસન કરવા પ્રોત્સાહિત કર્યા હતા અને માહિતગાર કર્યા અને તંદુરસ્ત લાંબા આયુષ્ય માટે આશીર્વાદ આપ્યા. આ પ્રસંગે હોસ્પિટલના ડાયરેક્ટર વૈદ્ય કુ. નેહા પટેલે ગુરુવર અને યોગ શિક્ષક રિયા શાહનું સન્માન કર્યું હતું અને કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.
આજે ૨૨ જૂનનો દિવસ છે, આજે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના કદ્દાવર નેતા નીતિન પટેલનો જન્મ દિવસ છે, આજે નીતિન પટેલનો ૬૮મો જન્મ દિવસ છે. નીતિન પટેલના જન્મ દિવસની ઉજવણી આજે કડીમાં કરવામાં આવશે, આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ ઉપસ્થિત રહેશે. માહિતી પ્રમાણે આજે નીતિન પટેલના ૬૮મા જન્મદિવસ પ્રસંગને ખાસ બનાવવા માટે મહેસાણાના કડીમાં સત્યાવીસ સમાજ સરદાર યુવક મંડળ નીતિન પટેલના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવ્યુ છે, તેમજ કડીના ચંપાબેન રતિલાલ પટેલ ટાઉન હૉલ ખાતે મહારક્તદાન શિબિર, અને કડી છઁસ્ઝ્ર ખાતે રજતતુલા અને સન્માન સમારંભ પણ આયોજન કરવામાં આવેલુ છે. આ પ્રસંગે…
અમદાવાદના પંકજ અને નિશા પટેલને ઈરાનમાં કોણે ટોર્ચર કર્યા? શહેરના નરોડા વિસ્તારના પંકજ પટેલ અને નિશા પટેલ દુનિયાના વિવિધ દેશોમાં થઈને ગેરકાયદેસર રીતે અમેરિકા જવા નીકળ્યા હતા, પરંતુ ઈરાનના તહેરાનમાં તેમનું અપહરણ થઈ ગયું અને તેમને ગોંધી રાખીને ટોર્ચર કરવામાં આવ્યા હતા. આ પછી ઘટનાનો વીડિયો સામે આવતા રાજ્ય સરકાર અને અમદાવાદ પોલીસ એક્ટિવ થઈ હતી અને ઈરાનની ભારતીય એમ્બેસીમાં વાત પહોંચતા તેમને મુક્ત કરીને સલામત રીતે ભારત પર લાવવામાં આવ્યા છે. ગાંધીનગરના પોશ વિસ્તાર અને એસજી હાઈવે ટચ સરગાસણની એજન્ટની ઓફિસ રડારમાં આવી છે. એજન્ટ અભય રાવલની અટકાયત કરીને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. જાેકે, તેમની આમાં…