Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»બાળકો પર વધતા સ્કૂલ બેગના વજનને ઘટાડવા પ્રયાસ કર્ણાટકમાં સપ્તાહમાં એક દિવસ નો બેગ ડે રાખવા ર્નિણય કરાયો
    India

    બાળકો પર વધતા સ્કૂલ બેગના વજનને ઘટાડવા પ્રયાસ કર્ણાટકમાં સપ્તાહમાં એક દિવસ નો બેગ ડે રાખવા ર્નિણય કરાયો

    Shukhabar DeskBy Shukhabar DeskJune 22, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    બાળકો પર વધતા સ્કૂલ બેગના વજનને ઘટાડવા માટે કર્ણાટક સરકારે નવા દિશાનિર્દેશ જારી કર્યા છે. નવા નિર્દેશો પ્રમાણે હવે બાળકોના સ્કૂલ બેગનું વજન બાળકના પોતાના વજનના ૧૫ ટકાથી વધુ ન હોવું જાેઈએ. રાજ્ય સરકારના આ નિયમથી બાળકોની સ્કૂલ બેગનું વજન નિર્ધારિત વજન કરતાં વધી શકશે નહીં.
    સ્કૂલ બેગનું વજન નિર્ધારિત કરવાની સાથે જ રાજ્ય સરકારે અઠવાડિયામાં એક દિવસ ‘નો બેગ ડે’ રાખવાનો પણ નિર્દેશ આપ્યો છે. નિર્દેશ પ્રમાણે સ્કૂલોએ અઠવાડિયામાં એક વખત સામાન્ય રૂપે શનિવારે ‘નો બેગ ડે’ ઉજવવા માટે કહ્યું છે. આ દિવસે બાળકોએ સ્કૂલ બેગ વગર સ્કૂલમાં આવવાનું રહેશે અને પુસ્તકીય અભ્યાસથી અલગ વ્યાવહારિક જ્ઞાન આપવામાં આવશે. રાજ્ય સરકારે આ આદેશો ડો. વીપી નિરંજનરાધ્યા કમિટી દ્વારા આપેલી ભલામણોના આધારે જારી કર્યા છે. આ સમિતિની રચના રાજ્ય સરકાર દ્વારા સ્કૂલ બેગના વજન પર આરોગ્ય પર થતી અસરનો અભ્યાસ કરવા માટે કરવામાં આવી હતી. કમિટીએ ૨૦૧૮-૧૯ દરમિયાન તેનો અંતિમ અહેવાલ સુપરત કર્યો હતો. જેના આધારે આ ર્નિણયો લેવામાં આવ્યા છે. જારી કરાયેલી સૂચનાઓનો તેમના જિલ્લાઓમાં બ્લોક લેવલના શિક્ષણ અધિકારીઓ દ્વારા કડકપણે અમલ કરવાનો રહેશે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં ભરતી: અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવાઈ, જાણો કેવી રીતે કરશો એપ્લાય

      August 13, 2026

      રાહુલ ગાંધીનું મોટું નિવેદન: “RSSની અભિવ્યક્તિની આઝાદી પર હુમલો થશે તો હું તેમની પણ રક્ષા કરીશ”

      August 13, 2026

      રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર પર પ્રહાર: “સિસ્ટમ જનતાનો અવાજ સાંભળવાને બદલે તેના પર હુકમ થોપી રહી છે”

      August 13, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.