Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»આબોહવા પરિવર્તન-ગ્લોબલ વોર્મિંગની ખરાબ અસર હિમાલયના ગ્લેશિયર પીગળવાનો દર દસ વર્ષમાં ઘણો ઝડપી બન્યો
    India

    આબોહવા પરિવર્તન-ગ્લોબલ વોર્મિંગની ખરાબ અસર હિમાલયના ગ્લેશિયર પીગળવાનો દર દસ વર્ષમાં ઘણો ઝડપી બન્યો

    Shukhabar DeskBy Shukhabar DeskJune 22, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    આબોહવા પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગની ખરાબ અસરોને કારણે, ધ્રુવો અને તેની આસપાસ બરફની ચાદર ઓગળવાને લઈને વિશ્વમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેના કારણે વિશ્વમાં મહાસાગરોના જળ સ્તરમાં વધારો થવાનો સંકટ વધવા લાગ્યો છે.
    વિશ્વના બે અબજ લોકો માટે સ્વચ્છ પાણી પુરવઠાનો સ્ત્રોત છે. એક નવા અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે, હિમાલયના ગ્લેશિયર પીગળવાનો દર છેલ્લા દસ વર્ષમાં ઘણો ઝડપી બન્યો છે.
    આ ફેરફાર એક ચિંતાનો વિષય છે કારણ કે તેનાથી બે અબજ સમુદાયોને અણધારી અને વિનાશક આફતોનો સામનો કરવો પડશે. ઈન્ટરનેશનલ સેન્ટર ફોર ઈન્ટીગ્રેટેડ માઉન્ટેન ડેવલપમેન્ટના અહેવાલ મુજબ, ૨૦૧૧ થી ૨૦૨૦ સુધીમાં ગ્લેશિયર્સ ૬૫ ટકા ઝડપથી પીગળી રહ્યો છે.
    રિપોર્ટ અનુસાર, હિંદુકુશ ક્ષેત્રના ગ્લેશિયર્સ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે પર્વતોમાં રહેતા લગભગ ૨૪૦ મિલિયન લોકો અને નદીની કિનારા પાસે રહેતા ૧.૬૫ અબજ લોકો માટે પાણીનો મુખ્ય સ્ત્રોત છે.
    નેપાળની આ આંતર-સરકારી સંસ્થા, આઈસીઆઈએમઓડીના અભ્યાસમાં કહેવામાં આવ્યું હતું કે, સદીના અંત સુધીમાં, ગ્લેશિયર્સ તેમના વર્તમાન વોલ્યુમના ૮૦ ટકા જેટલો ગુમાવી શકે છે. આ ગ્લેશિયર્સ અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂતાન, ચીન, ભારત, મ્યાનમાર અને પાકિસ્તાનના દેશો માટે મહત્વપૂર્ણ પાણીનો સ્ત્રોત છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં ભરતી: અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવાઈ, જાણો કેવી રીતે કરશો એપ્લાય

      August 13, 2026

      રાહુલ ગાંધીનું મોટું નિવેદન: “RSSની અભિવ્યક્તિની આઝાદી પર હુમલો થશે તો હું તેમની પણ રક્ષા કરીશ”

      August 13, 2026

      રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર પર પ્રહાર: “સિસ્ટમ જનતાનો અવાજ સાંભળવાને બદલે તેના પર હુકમ થોપી રહી છે”

      August 13, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.