સસ્તામાં સોનાની લગડી, ઇલેક્ટ્ર્રોનિક્સ ચીજવસ્તુ, મોબાઇલ, મોપેડ અપાવવાના બહાને કુંભારિયાના ગજાનંદ સાકરવાલાએ જિમ ટ્રેનર સહિત લોભામણી લાલચમાં ૧૦થી વધુ યુવકો પાસેથી ૨.૮૮ કરોડની ઠગાઈ છે. ક્રાઇમ બ્રાંચમાં ગુનો નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. સુરત શહેરના સિંગણપોર કોઝવે રોડ પર અર્ચના સોસાયટી ખાતે રહેતા ૩૬ વર્ષીય કૃણાલ પ્રવીણભાઇ પટેલ જિમ ટ્રેનર છે. સિંગણપોર ખાતે માય ફિટનેસ ટેમ્પલના નામે ભાગીદારીમાં તેઓ જિમ ચલાવે છે. ૩ માસ પહેલાં જિમમાં ટ્રેનિંગ લેતા વિપુલભાઇ હસ્તક ગજાનંદ પ્રભાકર સાકરવાલા સાથે પરિચય થયો હતો. ગજાનંદ સાકરવાલા વારંવાર જિમ પર આવતા તેઓ વચ્ચે મિત્રતા થઇ હતી. ગજાનંદે પોતે ઇલેક્ટ્ર્રોનિક્સનો મોટાપાયે ધંધો કરે છે એમ કહી વિશ્વાસ કેળવ્યો…
Author: Shukhabar Desk
જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ચણાકા ગામે સસરાએ પુત્રવધૂની હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે. હત્યા કર્યા બાદ સસરાએ લાશને પંખે લટકાવીને ઘટનાને આપઘાત દર્શાવવા પ્રયાસ કર્યો હતો. જાે કે, પોલીસ તપાસમાં તેમણે જ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થતાં ભેસાણ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને સસરા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સસરાએ ચારિત્ર્યની શંકામાં પુત્રવધૂની હત્યા કર્યાનું લાગી રહ્યું છે. મળતી માહિતી અનુસાર મૃતકના ભાઈએ હત્યાની શંકા જણાવી હતી. જેથી પોલીસે લાશનું પોસ્ટમોર્ટમ કરાવતા મોત આપઘાતને કારણે નહીં પરંતુ હત્યા થઈ હોવાનો ખુલાસો થયો છે. મીડિયા રિપોર્ટ અનુસાર મૃતકની ઓળખ રસીલાબેન તરીકે થઈ છે. રસીલાબેનના…
રાજસ્થાનમાં અર્ટિગા અને સ્કોર્પિયો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં મૂળ મહેસાણા જિલ્લાના ૩ યુવકોના મોત થયાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ત્રણેય મૃતકો કોટુંબિક ભાઈઓ હતા અને તેઓ ખેરાલુ તાલુકાના હોવાનું જાણવા મળ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર રાજસ્થાનના બાડમેર નેશનલ હાઈવે નંબર ૬૮ પર સ્કોર્પિયો અને અર્ટિગા વચ્ચે જાેરદાર ટક્કર થતાં બંને કારનો બૂકડો બોલાઈ ગયો હતો. કારમાં સવાર ૫માંથી ૩ના ઘટનાસ્થળે જ મોત થયા હતા. બનાવની જાણ થતાં પરિવારમાં શોકનો માહોલ છે. બાડમેર જિલ્લામાં પણ શનિવારે એક માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા. જ્યારે અન્ય છ ઘાયલ થયા હતા. આ અંગે પોલીસે આ માહિતી આપી છે. અધિક…
મહેસાણાના કડીમાં પંચામૃત માણેક મહોત્સવ યોજાયો હતો. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જેઓએ કન્યા કેળવણીને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખૂબ યાદ કર્યા હતા. મહેસાણાના કડીમાં પંચામૃત માણેક મહોત્સવ યોજાયો હતો. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ભૂપેન્દ્ર પટેલે દિકરીના શિક્ષણનુ મહત્વ સમજાવ્યુ હતુ. મુખ્યપ્રધાને કહ્યુ હતુ કે, કન્યાઓમાં ડ્રોપ રેશીયો ઘટ્યો હોવાનુ કહ્યુ હતુ. અગાઉ ૩૭ ટકા ડ્રોપ આઉટ થતો હતો. અગાઉ ૧૦૦ ટકા નામાંકન બાળકીઓનુ થતુ નહોતુ અને એમાં ૩૭ ટકા ડ્રોપ આઉટ હતો. હવે રાજ્ય સરકાર ૧૦૦ ટકા નામાંકન કરાવવા પ્રયાસ કરે છે…
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ દિવસના અમેરિકા પ્રવાસ બાદ ત્યાંથી સીધા ઇજિપ્તના પ્રવાસે પહોંચ્યા છે. પ્રવાસના બીજા દિવસે આજે (રવિવારે) તેમને ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ-સીસી સાથ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાહિરામાં દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બંને દેશ વચ્ચે વેપાર અને રોકાણ, સંરક્ષણ અને સુરક્ષા, નવીનીકરણ ઊર્જા, સંસ્કૃતિ અને સામાન્ય જનતાના પરસ્પર સંપર્ક સહિત વ્યૂહાત્મક ભાગીદારીને વધારવાની રીત પર ચર્ચા કરી હતી. ત્યારબાદ ઇજિપ્તના રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સર્વોચ્ચ સન્માન ‘ઑર્ડર ઑફ ધ નાઈલ’થી સન્માનિત કર્યા હતા. ઇજિપ્તમાં ‘ઑર્ડર ઑફ ધ નાઈલ’ની શરૂઆત વર્ષ ૧૯૧૫માં ઇજિપ્તના સુલતાન હુસૈન કામેલે કરી હતી. સામાન્ય રીતે આ સન્માન આ સન્માન એવા રાષ્ટ્રાધ્યક્ષો, રાજકુમારો અને ઉપરાષ્ટ્રપતિઓને…
અમેરિકાના પ્રવાસ બાદ પીએમ મોદી ઈજિપ્ત પહોંચ્યા. ઈજિપ્તની રાજધાની કાહિરામાં શનિવારે પીએમ મોદીનું શાનદાર સ્વાગત થયું. ઈજિપ્ત પ્રવાસના બીજા દિવસે પીએમ મોદી આજે પ્રસિદ્ધ મસ્જિદ અલ હકીમની મુલાકાતે પહોંચ્યા. અહીં તેમણે મસ્જિદનું નિરિક્ષણ કર્યું. અહીં દાઉદી વોહરા સમુદાયના લોકોએ પ્રધાનમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને તેમને સમૃતિચિન્હો ભેટમાં આપ્યા. ત્યારબાદ પ્રધાનમંત્રીએ હેલિયોપોલીસ કોમનવેલ્થ વોર ગ્રેવ સ્થિત યુદ્ધ સ્મારકની મુલાકાત લીધી અને પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન સર્વોચ્ચ બલિદાન આપનારા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી. ત્યારબાદ તેમણે વીઝીટર્સ બુકમાં હસ્તાક્ષર કર્યા. આ સ્મારક એવા ૪૦૦૦ ભારતીય સૈનિકોના સ્મારક તરીકે ઓળખાય છે જે પ્રથમ વિશ્વ યુદ્ધમાં ઈજિપ્ત અને પેલેસ્ટાઈનમાં શહીદ થયા હતા. કબ્રસ્તાનના પ્રવેશ દ્વાર…
નવી દિલ્હી રેલવે સ્ટેશન પર રેલવેની મોટી બેદરકારી સામે આવી છે. જેમાં એક મહિલાનો જીવ ગયો. મહિલા જ્યારે સ્ટેશન જઈ રહી હતી ત્યારે તે સમયે વરસાદના કારણે પાણી ભરાયા હતા. રસ્તામાં ભરાયેલા પાણીથી બચવા માટે મહિલાએ વીજળીના થાંભલાનો સહારો લીધો તો કરંટનો ઝટકો લાગ્યો. આજુબાજુના લોકોએ મહિલાને તરત હોસ્પિટલ પહોંચાડી જ્યાં તેનું મોત નિપજ્યું. રેલવેની સાથે જ પોલીસ પણ આ મામલે તપાસ કરી રહી છે. મળતી માહિતી મુજબ દિલ્હીના પ્રીત વિહારની સાક્ષી આહૂજા નામની યુવતી સવારે લગભગ સાડા ૫ વાગે નવી દિલ્હી રેલવે સ્ટેશન પહોંચી હતી. મહિલાની સાથે બે અન્ય મહિલાઓ અને ૩ બાળકો હતા. સાક્ષી ભોપાલ શતાબ્દી ટ્રેનથી જવાની…
હોંગકોંગમાં કેથે પેસિફિકનું એક વિમાન મોટી દુર્ઘટનામાંથી બચી ગયું હતું. ટેક ઓફ કરતી વખતે વિમાનનું ટાયર ફાટી ગયું હતું. જે બાદ ૧૧ જેટલાં પેસેન્જર્સ ઘાયલ થયા છે. હોંગકોંગથી લોસ એન્જલસ જઈ રહેલી ફ્લાઈટમાં ૨૯૩ પેસેન્જર્સ સવાર હતા. કેથે પેસિફિકે એક નિવેદનમાં કહ્યું કે, શનિવારે હોંગકોંગના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કેથે પેસિફિકની ઉડાનમાં ૧૧ લોકો ઘાયલ થયા છે. ટેકનીકલ ખામી સર્જાયા બાદ આ ઉડાન રદ્ કરી દેવામાં આવી હતી. જાે કે, પ્લેનમાં સવાર ૨૯૩ પેસેન્જર્સનો જીવ તાળવે ચોંટ્યો હતો અને તેમને ભગવાન યાદ આવી ગયા હતા. હોંગકોંગથી લોસ એન્જલસ જઈ રહેલી ફ્લાઈટમાં ૧૭ ક્રૂ મેમ્બર્સ અને ૨૯૩ પેસેન્જર્સ સવાર હતા. એરલાઈને જણાવ્યું…
બિહારના વૈશાલીમાં ગેંસ લીક કાંડ સામે આવતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગોય છે. પ્રાપ્ત જાણકારી મુજબ, એક દૂધની ફેક્ટરીમાં એમોનિયા ગેસ પાઈપ ફાટ્યા બાદ અફરા તફરી મચી ગઈ હતી. આ ઘટના બન્યા બાદ ફેક્ટરીમાં કામ કરી રહેલાં એક મજૂરનું પણ મોત નીપજ્યું છે. બીજી તરફ, ૧૦૦થી પણ વધુ મજૂરોની તબિયત લથડી હતી. માત્ર હાજીપુર સદર હોસ્પિટલમાં ૪૦ જેટલાં દર્દીઓને સારવાર માટે ભરતી કરવામાં આવ્યા છે. આ દરમિયાન એક દર્દીનું મોત થયુ હતુ. હાજીપુરની ખાનગી હોસ્પિટલોમાં ૫૦થી પણ વધુ મજૂરોની સારવાર ચાલી રહી છે. તો ૨૦થી પણ વધુ દર્દીઓને પટના રેફર કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, હાજીપુર ઈન્ડસ્ટ્રિયલ…
પશ્ચિમ બંગાળના બાંકુરામાં ઓંડા રેલવે સ્ટેશન પર રવિવારે સવારે બે માલગાડીઓ એકબીજા સાથે અથડાઈ ગઈ હતી. આ દુર્ઘટનાને કારણે ટ્રેનોના ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જાેકે, ટ્રેનોની ટક્કરથી ટ્રેક બંધ કરી દેવો પડ્યો હતો અને આ રૂટ પરની ટ્રેનોને અસર થઈ હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર ખડગપુર-બાંકુરા-આદ્રા લાઇન પર ટ્રેનની કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે. અત્યારે રેલવે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને ટ્રેક સાફ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ટૂંક સમયમાં ટ્રેનોનું સંચાલન શરૂ થઈ જાય એવું અનુમાન લગાવાઈ રહ્યું છે. ઓંડા સ્ટેશનના સિક્યોરિટી ઓફિસર દિબાકર માઝીનું કહેવું…