Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»નવી દિલ્હી સ્ટેશન પર મહિલાનો ગયો જીવ ધોધમાર વરસાદની વચ્ચે થાંભલામાં આવ્યો કરંટ
    India

    નવી દિલ્હી સ્ટેશન પર મહિલાનો ગયો જીવ ધોધમાર વરસાદની વચ્ચે થાંભલામાં આવ્યો કરંટ

    Shukhabar DeskBy Shukhabar DeskJune 25, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    નવી દિલ્હી રેલવે સ્ટેશન પર રેલવેની મોટી બેદરકારી સામે આવી છે. જેમાં એક મહિલાનો જીવ ગયો. મહિલા જ્યારે સ્ટેશન જઈ રહી હતી ત્યારે તે સમયે વરસાદના કારણે પાણી ભરાયા હતા. રસ્તામાં ભરાયેલા પાણીથી બચવા માટે મહિલાએ વીજળીના થાંભલાનો સહારો લીધો તો કરંટનો ઝટકો લાગ્યો. આજુબાજુના લોકોએ મહિલાને તરત હોસ્પિટલ પહોંચાડી જ્યાં તેનું મોત નિપજ્યું. રેલવેની સાથે જ પોલીસ પણ આ મામલે તપાસ કરી રહી છે.
    મળતી માહિતી મુજબ દિલ્હીના પ્રીત વિહારની સાક્ષી આહૂજા નામની યુવતી સવારે લગભગ સાડા ૫ વાગે નવી દિલ્હી રેલવે સ્ટેશન પહોંચી હતી. મહિલાની સાથે બે અન્ય મહિલાઓ અને ૩ બાળકો હતા. સાક્ષી ભોપાલ શતાબ્દી ટ્રેનથી જવાની હતી. રાતથી ખુબ જ વરસાદ પડી રહ્યો હતો. જેના કારણે સ્ટેશનની આજુબાજુ પાણી ભરાયેલા હતા.
    સ્ટેશન તરફ જતી વખતે પાણીથી બચવા માટે યુવતીએ સહારો લેવા માટે વીજળીનો થાંભલો પકડી લીધો. આ દરમિયાન મહિલાને કરંટનો જાેરદાર ઝટકો લાગ્યો અને મહિલા પડી ગઈ. આજુબાજુના લોકોએ જ્યારે જાેયું તો તેમણે મહિલાને બચાવવાની કોશિશ કરી. લોકોએ સાવધાની વર્તતા મહિલાને થાંભલાથી અલગ કરી અને તરત હોસ્પિટલ પહોંચાડી. હોસ્પિટલમાં મહિલાએ દમ તોડ્યો.
    લોકોનું કહેવું છે કે દિલ્હી રેલવે સ્ટેશન વિસ્તારમાં ખુબ વરસાદના કારણે પાણી ભરાઈ ગયા હતા. અહીં વીજળીના થાંભલાની આજુબાજુ પાણી ભરાઈ ગયા હતા. સાક્ષી આહૂજા થાંભલાની પાસેથી પસાર થઈ રહી હતી. સાક્ષીએ જેવો સહારા લેવા માટે થાંભલો પકડ્યો કે તેને કરંટનો ઝટકો લાગ્યો.
    એવું કહેવાય છે કે જે થાંભલો લાગેલો છે તેના પર વીજળીના ખુલ્લા તાર હતા જેને કારણે થાંભલામાં પણ કરંટ આવી યો. જ્યારે મહિલાએ રસ્તેથી નીકળતા થાંભલાને ટચ કર્યો તો તેને પણ કરંટનો ઝટકો લાગ્યો. હાલ પોલીસે મામલો નોંધી લીધો છે. રેલવેની સાથે જ પોલીસ પણ આ મામલે તપાસ કરી રહી છે કે આખરે બેદરકારી કોની હતી. સૂચના મળતા જ ફોરેન્સિકની ટીમ પણ પહોંચી. આ ઘટના સંદર્ભે આઈપીસીની કલમ ૨૮૪/૩૦૪ નોંધવામાં આવી છે.
    ઉત્તર રેલવેના ઝ્રઁઇર્ં દીપક કુમારે કહ્યું કે પ્રાથમિક તપાસથી એવું લાગે છે કે વરસાદના કારણે પાણી ભરાયાના કારણે કરંટ આવવાથી આ અકસ્માત થયો. એવું પ્રતિત થાય છે કે ઈન્શ્યુલેશન ફેલિયરના કારણે કેબલથી કરંટ લીકેજ થયો. રેલવેની કાર્યપ્રણાલીમાં કોઈ પ્રકારની કમી નથી. આવું બીજીવાર ન થાય તે માટે તપાસ થઈ રહી છે. દિલ્હી મંડળમાં વિદ્યુત સેફ્ટી ડ્રાઈવ શરૂ કરાઈ છે. જેનાથી આવું ફરી ન થાય.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં ભરતી: અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવાઈ, જાણો કેવી રીતે કરશો એપ્લાય

      August 13, 2026

      રાહુલ ગાંધીનું મોટું નિવેદન: “RSSની અભિવ્યક્તિની આઝાદી પર હુમલો થશે તો હું તેમની પણ રક્ષા કરીશ”

      August 13, 2026

      રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર પર પ્રહાર: “સિસ્ટમ જનતાનો અવાજ સાંભળવાને બદલે તેના પર હુકમ થોપી રહી છે”

      August 13, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.