ાર્ટએટેકનો ખતરો વધી રહ્યો છે. નવસારીમાં ધોરણ ૧૨ માં ભણતી ૧૭ વર્ષની વિદ્યાર્થીની ચાલુ શાળામાં હાર્ટએટેક આવ્યો હતો. વિદ્યાર્થીનીનું હૃદય અચાનક બંધ પડી ગયુ હતું. તેને સારવાર મળે તે પહેલા જ તે મોતને ભેટી હતી. ત્યારે આ ઘટનાથી સમગ્ર શાળામાં ગમગીનીનો માહોલ છવાયો છે. બન્યું એમ હતું કે, નવસારીની જાણીતી એ.બી. સ્કૂલમાં આજે રિસેસ દરમિયાન એક વિદ્યાર્થીની બેહોશ હાલતમાં મળી હતી. ધોરણ ૧૨ માં ભણતી આશાસ્પદ વિદ્યાર્થીની તનીષા ગાંધીને અચાનક ખેંચ આવી હતી. જેથી તેને હોસ્પિટલમાં સારવાર માટે તાત્કાલિક અસરથી ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં તબીબોએ તનીષા ગાંધીને મૃત જાહેર કરી હતી. તબીબોના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થિની તનિષા ગાંધીને હૃદયરોગનો હુમલો…
Author: Shukhabar Desk
દારૂ છુપાવવા માટે બુટલેગર અલગ અલગ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરતા હોય છે. જાેકે, દરેક વખતે પોલીસ બુટલેગરની મોડસ ઓપરેડીનો પર્દાફાશ કરી દેતી હોય છે. મોડી રાતે સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી)ની ટીમ લિકર કિંગની દારૂ છુપાવવાની ચોંકાવનારી ટ્રિકનો પર્દાફાશ કરી દીધો છે. અંધેરી આલમના ડોન અબ્દુલ લતીફના સમયથી એકધારો દારૂનો ધંધો કરીને લિકર કિંગ બનનાર હુસેનના ઘરમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડીને લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડતાં સ્થાનિક પોલીસની પોલ ખુલ્લી પડી છે. હુસેને પોતાના બેડરૂમમાં ભોયરું બનાવ્યું હતું અને રસોડામાં ગુપ્ત ખાનું બનાવ્યું હતું. જેમાં તે દારૂ છુપાવતો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે ગોમતીપુર વિસ્તારમાં…
ટ્રાફિક પોલીસ વિભાગ કેટલાક લાલચુ અને ભ્રષ્ટ કર્મચારીઓના કારણે અવારનવાર બદનામ થાય છે. આવા કર્મીઓના કારણે બાકીના સારા કર્મચારીઓના વખાણવા લાયક કામ પણ ઢંકાઈ જાય છે. અમદાવાદ શહેરમાં આવેલા ટ્રાફિક પોઇન્ટ અથવા તો સિગ્નલ પર ટીઆરબી જવાન ટ્રાફિક નિયમન કરવાના બહાને કે નિયમોના નામે જાણે તેમને કોઈનો ડર જ ના હોય તે રીતે વાહનચાલકોને રોકી દંડના નામે બેફામ લૂંટ ચલાવતા હોવાની અનેક ફરિયાદો ઉઠી છે. સત્તાના હોવા છતાં પોલીસકર્મીઓની જેમ રોડ પર વાહન રોકીને વાહન નિયમ મુજબ ડોક્યુમેન્ટ માગે છે અને ડોક્યુમેન્ટ ના હોય તો મસમોટો દંડ થશે તેમ કહીને ૧૦૦થી ૫૦૦ રૂપિયા પડાવે છે. ટ્રાફિક ચોકીના પોલીસકર્મીઓની પણ સંડોવણી…
છેલ્લા કેટલાક સમયથી જામનગર સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જીરુના ઉંચા ભાવ મળી રહ્યા છે. જીરૂના રેકોર્ડ બેક ભાવ મળતા ખેડૂતો પણ ખુશખુશાલ જાેવા મળી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે જામનગર, ખંભાળિયા અને જામજાેધપુર સહિતના માર્કેટયાર્ડમાં જીરાના ભાવ નિતનવા ઇતિહાસ રચી રહ્યા છે. ત્યારે આજે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ઇતિહાસમાં ક્યારેય ન થયા હોય તેવા જીરુંના મણદીઠ ઐતિહાસિક ભાવ ૧૧, ૮૦૦ નોંધાતા ખેડૂતોમાં આનંદની હેલી જામી હતી. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જામનગરના ભાવની વાત કરવામાં આવે તો જીરૂના સૌથી નીચા ભાવ ૯,૫૦૦ થી સૌથી ઊંચા ભાવ ૧૧,૮૦૦ નોંધાયા હતા. જએ હાપા માર્કેટિંગ યાર્ડના ઇતિહાસના ઓલ ટાઈમ ભાવ છે. આ મામલે હાપા…
છેલ્લા ઘણા સમયથી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બરાડનું નામ દેશભરમાં ચર્ચાસ્પદ બન્યું છે. આ બંનેના કારનામા બહાર લાવવા એનઆઈએપણ સતત કાર્યવાહી કરી રહી છે. ત્યારે એનઆઈએએ એક ચાર્જશીટ ફાઈલ કરી હોવાનું સામે આવ્યું છે. આ ચાર્જશીટમાં લોરેન્સ બિશ્નોઈની તુલના દાઉદ ઈબ્રાહિમ સાથે કરવામાં આવી છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએએ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ, કેનેડા અને ભારતમાંથી વોન્ટેડ ગોલ્ડી બરાડ સહિત ઘણા કુખ્યાત ગેંગસ્ટર્સો વિરુદ્ધ ગેંગસ્ટર ટેરર કેસમાં ચાર્જશીટ નોંધી મોટો ખુલાસો કર્યો છે. એનઆઈએએ ચાર્જશીટમાં જણાવ્યું છે કે, જેમ ૯૦ના દાયકામાં દાઉદ ઈબ્રાહિમે નાના-મોટા ગુનાઓ આચરી પોતાનું નેટવર્ક ઉભુ કર્યું હતું, ઠીક તેવી જ રીતે લોરેન્સ બિશ્નોઈ અને તેનું…
ગ્લેન ગોર્ડન હોલ સાઉથ આફ્રિકાના તે કમનસીબ ક્રિકેટર, જેમણે મોતને વ્હાલુ કર્યુ. હોલને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તો વધુ તક ના મળી, પરંતુ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેમણે પોતાની એક અલગ જ છાપ છોડી દીધી હતી. તેમણે એક ઈનિંગમાં ૯ વિકેટ લેવાની પણ કમાલ કરી હતી, પરંતુ આને તેમનું કમનસીબ જ કહેવાય કે જે મેચની ઈનિંગમાં તેમણે ૯ વિકેટ લીધી હતી, તે મેચ તેમની ટીમ ઈનિંગથી હારી ગઈ. એટલુ જ નહીં આ બાદ પણ તેમણે એક મેચમાં ૬ વિકેટ લીધી અને તે મેચ પણ તેમની ટીમ ઈનિંગથી જ હારી. હોલને ૧૯૬૫માં ઈંગ્લેન્ડ સામે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી. પોતાની ડેબ્યૂ મેચમાં તેમણે…
રાજ્યના ગંજમ જિલ્લાના દિગપહાંડી પોલીસ સીમા હેઠળ ખેમુંડી કોલેજ પાસે મોડી રાત્રે એક દુઃખદ બસ અકસ્માતમાં ૧૦ લોકોના મોત થયા હતા અને ૨૦ લોકો ઘાયલ થયા હતા. અહેવાલો અનુસાર, લગ્ન સમારોહની રાયગડાથી ભુવનેશ્વર જઈ રહેલી બસ દિગપહાંડીમાં ખેમુંડી કોલેજ પાસે સરકારી બસ સાથે અથડાઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે બરહામપુર એમકેસીજીહોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહેવાલ અનુસાર ગંજમ જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ દિવ્યા પરિદાને જણાવ્યું હતું કે માર્ગ અકસ્માતમાં ૧૦ લોકોના મોત થયા હતા, જ્યારે ૮ લોકો ઘાયલ થયા હતા. તેમણે કહ્યું, ‘બે બસની ટક્કરમાં ૧૦ લોકોના…
ભારે વરસાદને કારણે હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં ચાર મીલ, સાત મીલ અને ખોટિનાલા નજીક ચંદીગઢ-મનાલી હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. ભારે જામના કારણે હાઇવે પર વાહનોની લાંબી કતારો જાેવા મળી રહી છે. જામના કારણે ચંદીગઢ-મનાલી હાઈવે બંધ થઈ ગયો છે. કુલ્લુ-મનાલી તરફ જતો વૈકલ્પિક માર્ગ પણ બંધ છે. પ્રવાસીઓ સહિત સ્થાનિક લોકો ટ્રાફિકજામમાં- અટવાઈ ગયા છે. મળતી માહિતી મુજબ, મંડીમાં ભારે વરસાદને કારણે તારજી સર્જાઈ છે. મંડી જિલ્લાના ઘણા વિસ્તારોમાં વાદળ ફાટવાને કારણે ભારે નુકસાન થયું છે. હિમાચલના મંડી જિલ્લાના પરાશર બાગીમાં વાદળ ફાટવાના કારણે આ સ્થિતિ સર્જાઈ હતી. ૨૦૦ થી વધુ લોકો અને ઘણા વાહનો ફસાયા હોવાના…
મહારાષ્ટ્રમાં પક્ષવિસ્તરણ માટે જાેર લગાવનાર તેલાંગાણાના મુખ્ય પ્રધાન કેસીઆરને તેમના જ રાજ્યમાં મોટો ઝાટકો લાગ્યો છે. તેલંગાણા બીઆરએસના લગભગ દોઢ ડઝન જેટલાં નેતાઓ આજે કોંગ્રેસમાં પ્રવેશ કરવાના છે. બીઆરએસના પૂર્વ સાંસદ પી.એસ.રેડ્ડી, પૂર્વ પ્રધાન કૃષ્ણા રાવ સાથે અનેક નેતાઓ આજે દિલ્હીમાં મલ્લિકાર્જુન ખરગે અને રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં પ્રવેશ કરશે. પ્રાપ્ત વિગતો અનુસાર ખમ્મમના પી.એસ. રેડ્ડી, પૂર્વ પ્રધાન કૃષ્ણા રાવ, વિધાન સભ્ય દામોદર રેડ્ડી ઉપરાંત ત્રણ-ચાર પૂર્વ વિધાન સભ્યો સહિત લગભગ દોઢ ડઝન નેતાઓ દિલ્હીમાં કોંગ્રેસમાં પ્રવેશ કરશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે અને રાહુલ ગાંધી સોમવારે દિલ્હીની પાર્ટી ઓફિસમાં આ નેતાઓનું સ્વાગત કરશે. ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં વિજય મેળવ્યા બાદ…
ખરાબ હવામાનને કારણે ઈન્ડિગોની ફ્લાઈટને થોડા સમય માટે પાકિસ્તાની એરસ્પેસમાં જવું પડ્યું હતું, આ જાણકારી એરલાઈન્સ કંપની તરફથી સામે આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ઈન્ડિગો ફ્લાઈટ ૬ઈ-૨૧૨૪ થોડા સમય માટે પાકિસ્તાનના એરસ્પેસમાં ઘુસી ગઈ હતી, ત્યારબાદ તેને અમૃતસર તરફ વાળવામાં આવી હતી. એરલાઈન કંપનીના જણાવ્યા અનુસાર, આ ફ્લાઈટ જમ્મુ જઈ રહી હતી, ત્યારે ખરાબ હવામાનને કારણે તેને પોતાનો રૂટ બદલવો પડ્યો હતો. ફ્લાઇટના પાયલોટના જણાવ્યા અનુસાર, હવામાન એટલું ખરાબ થઈ ગયું હતું કે તેને થોડા સમય માટે પાકિસ્તાનના એરસ્પેસમાં પ્રવેશવાની ફરજ પડી હતી, જાેકે તેના થોડા સમય બાદ ફ્લાઈટ ભારતીય હવાઈ ક્ષેત્રમાં પાછી આવી ગઈ હતી. અહેવાલ અનુસાર,…