લસ્ટ સ્ટોરીઝ ૨માં કુલ દાદી બનીને લોકોને ઈમ્પ્રેસ કરનાર નીના ગુપ્તાએ તાજેતરમાં પોતાના પહેલા લીપલોક સીન વિશે એક રસપ્રદ કિસ્સો શેર કર્યો છે. નીના ગુપ્તા એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે ટીવી પર જ્યારે પહેલી વખત ટીવી શોના શૂટ દરમિયાન તેને લિપ ટુ લિપ કિસનો સીન કરવાનો હતો તે બેચેન થઈ ગઈ હતી. તે એટલી હદે ડરી ગઈ હતી કે રાત્રે બરાબર સૂઈ પણ ન શકી અને જ્યારે આ સીન પૂરો થયો તો તેણે સૌથી પહેલા વોશરુમમાં જઈ ડેટોલથી કોગળા કરી અને પોતાનો ચહેરો સાફ કર્યો હતો. નીના ગુપ્તાએ તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે વર્ષો પહેલા આ ઘટના…
Author: Shukhabar Desk
સદીઓના મહાનાયક અમિતાભ બચ્ચન હાલના સમયમાં એક ફિલ્મ માટે લગભગ ૧૨થી ૧૪ કરોડ રૂપિયા ચાર્જ લે છે. પરંતુ એક સમયની વાત છે કે, તેઓની સુપરહિટ ફિલ્મ ડોનમાં બચ્ચન સાહેબને કો-સ્ટારથી પણ ઓછી ફી મળી હતી. હાલમાં જ અમિતાભ બચ્ચને ખુલાસો કર્યો કે, તેઓનો ડોન ટાઇટલ પસંદ ન હતું કારણ કે, તે જમાનામાં અંડરવર્લ્ડનું પોપ્યુલર નામ ડૉન હતું. ૧૯૭૮ માં આવેલી ડોન ફિલ્મમાં બીગ બી સિવાય જીનત અમાન, પ્રાણ, સત્યેન્દ્ર કપૂર જેવા મોટા સ્ટાર હતા. પરંતુ આ મૂવીમાં અમિતાભ બચ્ચન બાદ પોપ્યુલર કેરેક્ટર જસજીત આહૂજાનું હતું જેનો અભિનય પ્રાણે કર્યો હતો. તમને જાણીને આશ્ચર્ય થશે કે, ફિલ્મમાં લીડ એક્ટર અમિતાભ હોવા…
દીપિકા કક્કરના ઘરમાં લગ્નજીવનના પાંચ વર્ષ બાદ આખરે મમ્મી બની ગઈ છે, ૨૧મી જૂને વહેલી સવારે તેણે દીકરાને જન્મ આપ્યો. એક્ટ્રેસની પ્રીમેચ્યોર ડિલિવરી થઈ હોવાથી તે હજી પણ હોસ્પિટલમાં જ્યારે બાળક દ્ગૈંઝ્રેંમાં છે. આ દરમિયાન પતિ શોએબ ઈબ્રાહિમ સોશિયલ મીડિયા પર એક્ટિવ જાેવા મળી રહ્યો છે અને બંનેની હેલ્થ વિશે એક-એક અપડેટ આપી રહ્યો છે. મંગળવારે તેણે એક વ્લોગ શેર કર્યો હતો, જેમાં તેના બર્થ ડે સેલિબ્રેશન બાદ કેવી રીતે તેને લેબર પેઈન ઉપડ્યું, તેને એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલમાં લઈ જવામાં આવી તેની ઝલક દેખાડવામાં આવી હતી. આ સાથે બાળકના જન્મ બાદ તે કેટલી ખુશ હતી અને તેની આંખમાં હરખના…
વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસ ઓટીટી ૨ દિવસ જતાં વધુ સરપ્રદ બની રહ્યો છે. શોના લેટેસ્ટચ એપિસોડમાં ભાઈ શીઝાન ખાન જ્યારે જેલમાં હતો તે મુશ્કેલ સમયને યાદ કરતાં ફલક નાઝ ઈમોશનલ થઈ હતી અને તેની આંખમાંથી દડ-દડ કરતાં આંસુ વહેવા લાગ્યા હતા. ગાર્ડન એરિયામાં પૂજા ભટ્ટ સાથે વાતચીત કરતાં તેણે તુનિષા શર્માના મોત બાદ તે કેવી રીતે હવે લોકો સાથે અટેચ થતાં ડરી રહી છે તેના વિશે વાત કરી હતી. તેણે વધુમાં કહ્યું હતું કે, આ ઘટના બાદ તેનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ ગયું છે અને હવે તે કોઈને ડોક્ટર અથવા અન્ય કોઈ બાબત અંગે સૂચન પણ આપી શકતી નથી.…
આમિર ખાનની ફિલ્મ ગજનીની કલ્પના આજે પણ લોકોને યાદ છે. કલ્પનાનું પાત્ર અસિને ભજવ્યું હતું. અસિને હિન્દી અને સાઉથ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે. તેણે માઈક્રોમેક્સના ફાઉન્ડર રાહુલ શર્મા સાથે લગ્ન કર્યા પછી મનોરંજન જગતને અલવિદા કહી દીધું હતું. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી પતિ સાથેની બધી જ તસવીરો ડિલીટ કરી નાખી છે. તેણે પોતાના લગ્નના ફોટોઝ પણ ડિલીટ કરી નાખ્યા છે, જે બાદ ફેન્સ ચોંકી ગયા છે. તેઓ અટકળો લગાવી રહ્યા છે કે, અસિન પતિ જાેડેથી ડિવોર્સ તો નથી લેવાનીને? અસિન અને રાહુલે એકબીજાને ડેટ કર્યા બાદ ૧૯ જાન્યુઆરી ૨૦૧૬ના રોજ લગ્ન કર્યા હતા. દિલ્હીમાં ખ્રિસ્તી અને હિંદુ રિવાજાે…
ેખા, અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન જ્યારે પણ ફિલ્મ સ્ટાર્સના અફેર અથવા પ્રેમ કહાણીની વાત કરવામાં આવે છે, ત્યારે આ ત્રણ સેલેબ્સના નામ ચોક્કસથી સાથે લેવામાં આવે છે. આ ત્રણેના સંબંધો, અફેર અને ઝઘડાની ખૂબ ચર્ચા થઈ હતી. એકસમયે અમિતાભ બચ્ચન રેખા સાથે રિલેશનશિપમાં હતા પરંતુ બાદમાં તેમણે લગ્ન જયા બચ્ચન સાથે કર્યા હતા. પરંતુ કહેવાય છે કે, લગ્ન બાદ પણ અમિતાભ અને રેખા વચ્ચે વાતચીત થતી રહેતી હતી. બંને ફિલ્મનું કારણ ધરી સેટ પર ઘણો સમય સાથે પસાર કરતાં હતા. એકવાર કંઈક એવું થયું હતું કે, જયા બચ્ચને રેખાને લાફો મારી દીધો હતો. ત્યાં હાજર અમિતાભ પણ આ જાેતા…
ભારત દેશની વાત કરીએ તો સોનાની ખરીદીમાં તે વિશ્વમાં બીજા ક્રમાંક પર આવે છે. ગુજરાતના મંદિરો કેન્દ્ર સરકારની ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ હેઠળ મુદ્રીકરણ માટે સોનું જમા કરાવવામાં આગેવાની લઈ રહ્યા છે. બેન્કરોના અંદાજાે દર્શાવે છે કે રાજ્યના મોટા મંદિરો દ્વારા જાહેર ક્ષેત્રની બેંકોમાં લગભગ ૨૦૦ કિલો સોનું જમા કરવામાં આવ્યું છે. ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ ખાતે ઈન્ડિયા ગોલ્ડ પોલિસી સેન્ટર દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસ મુજબ, ભારતીય પરિવારોમાં માત્ર ૦. ૨૨% સરપ્લસ ગોલ્ડ હોલ્ડિંગ યોજના હેઠળ મુદ્રીકરણ કરવામાં આવે છે. બે મંદિરો – અંબાજી મંદિર અને સોમનાથ મંદિર – એ ટૂંકા ગાળામાં ય્સ્જી હેઠળ જાહેર ક્ષેત્રની બેન્કોમાં ૨૦૦ કિલો…
ુલાઈથી શરૂ થતી અમરનાથ યાત્રા માટે સમગ્ર દેશમાંથી લોકો બાબા અમરનાથના દર્શન માટે જતા હોય છે. નર્મદા જિલ્લામાંથી ૨૪ વર્ષ પહેલા ૬ વ્યક્તિઓએ બાબા અમરનાથના દર્શન માટે ગયા હતા. તેઓ તેમની સાથે એક ત્રિશુલ પણ લઈ જતા હતા. પેલી કહેવત છે ને કે “એક કે બાદ એક મિલતે ગયે ઔર કારવા બનતા ગયા” આ કહેવત ખરેખર સાચી થઈ છે ૬ વ્યક્તિઓથી શરૂ થયેલી નર્મદા જિલ્લાના શ્રદ્ધાળુઓની યાત્રા આજે ૪૫૦ લોકો સુધી પહોંચી છે. આ વર્ષે નર્મદા અને ભરૂચ જિલ્લામાંથી ૪૫૦ થી ૫૦૦ લોકો અમરનાથ યાત્રા માટે રવાના થયા છે. અમરનાથ બાબાના દર્શન માટે કઠિન પરિસ્થિતિમાંથી પસાર થવું પડતું હોય છે.…
જર્મની ખાતે સ્પેશ્યલ ઓલિમ્પિક્સ વર્લ્ડ સમર ગેમ્સ ૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૯૦ જેટલા દેશના ૭૦૦૦ કરતાં વધારે મનોદિવ્યાંગ સ્પર્ધાકોએ ભાગ લીધો હતો. ત્યારે ગુજરાતમાંથી પણ ૧૪ એથ્લેટ અને ૧૦ કોચને ભારત દેશનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો હતો. જેમાં ગુજરાતના સ્પર્ધકોએ જુદી જુદી રમતમાં શાનદાર પ્રદર્શન કરી ૧૪ મેડલ સાથે વિશ્વભરમાં ગુજરાતનું નામ રોશન કર્યું હતું. વર્લ્ડ ગેમ્સની શરૂઆત પહેલાં જ વિશ્વભરમાંથી આવેલ જુદા જુદા ડેલિગેશન માટે ફ્રેન્ક ફૂટ શહેર ખાતે હોસ્ટ ટાઉન પ્રોગ્રામ યોજાયો હતો. જ્યાં ગુજરાતી ગરબાથી બધાનું દિલ જીતી વર્લ્ડ ગેમ્સમાં ગુજરાતની ટીમએ એન્ટ્રી કરી હતી. ત્યાર બાદ ૧૭ જૂને ઓપનિંગ સેરેમની ભવ્ય ટોર્ચ રન અને…
શિક્ષક એવો હોવો જાેઈએ વિદ્યાર્થીઓને સારી રીતે જ્ઞાન પિરસે. વિદ્યાર્થીઓને સમજાય એ સ્ટાઈલમાં ભણાવવું પણ એક આવડત છે. શિક્ષણમાં અનોખા અંદાજે તાલીમ આપનાર શિક્ષકો બહુ જ જલ્દી વિદ્યાર્થીઓ વચ્ચે ફેમસ થઈ જતા હોય છે. આવા શિક્ષકો ક્યારેય ભૂલાતા નથી. ઉપરથી આજકાલ વીડિયોના જમાનામાં આવા શિક્ષકોની તાલીમના વીડિયો લોકોમાં પોપ્યુલર થઈ જાય છે. આવા જ એક શિક્ષકનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. સાબરકાંઠાના ઇડરની પ્રાથમિક શાળા નંબર ૧ ના શિક્ષકનો ગમ્મત સાથે જ્ઞાનના ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. ઈડરની એક પ્રાથમિક શાળાના શિક્ષક ડાન્સ દ્વારા વિદ્યાર્થીઓનું મનોરંજન કરે છે. ઇડર પ્રાથમિક શાળા-૧ના શિક્ષક હિતેશ…