બિહારના નાલંદા જિલ્લાના નગર પંચાયત વિસ્તારના બોલવેલમાં પડેલા ચાર વર્ષના બાળકને લગભગ આઠ કલાકની મહેનત બાદ સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યું છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. તેણે જણાવ્યું કે બચાવી લેવામાં આવેલા બાળકનું નામ શિવમ કુમાર છે અને તે વોર્ડ નંબર-૧૭ના રહેવાસી ડોમન માઝીનો પુત્ર છે. જ્યારે બાળક બોરવેલમાંથી સુરક્ષિત રીતે બહાર આવ્યું ત્યારે તેની માતાએ ખુશી વ્યક્ત કરી અને કહ્યું, ‘અચ્છા લગ રહા હૈ કી હમાર બીટવા નિકાલ ગઇલ (સારું લાગે છે કે અમારું બાળક નીકળી ગયું)’ રવિવારે સવારે રમતી વખતે શિવમ લગભગ ૫૦ ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયો હતો. જિલ્લા મેજિસ્ટ્રેટ શશાંક શુભંકર પોતે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને…
Author: Shukhabar Desk
કેનેડામાં તાજેતરમાં ઓન્ટારિયો પ્રોવિન્સના બેરી શહેર ખાતે એક એક્સિડન્ટમાં અમદાવાદના ૧૯ વર્ષીય યુવાન વર્સિલ પટેલનું મૃત્યુ થયું છે. વર્સિલ કેનેડામાં હાયર એજ્યુકેશન માટે ગયો હતો જ્યાં તે એક રોડ એક્સિડન્ટનો ભોગ બન્યો છે. તેના મૃતદેહને ભારત લાવવા માટે લગભગ ૩૦૦૦૦ કેનેડિયન ડોલર જેટલો જંગી ખર્ચ આવી શકે છે જે બહુ મોટી રકમ હોવાના કારણે તેના કેટલાક મિત્રોએ ક્રાઉડ ફંડિંગથી ફંડ એકઠું કરવાનો પ્રયાસ કર્યો છે. વર્સિલના મિત્રોએ સોશિયલ મીડિયા પર આ કેસ મુક્યો છે અને લોકોને ઉદાર હાથે દાન કરવા વિનંતી કરી છે જેથી વર્સિલના પરિવારજનો તેમના દીકરાનું મોઢું જાેઈ શકે.રાજન પટેલ નામના મિત્રે ર્ખ્તકેહઙ્ઘદ્બી નામની વેબસાઈટ પર લખ્યું છે…
અત્યારે જીય્ હાઈવે ગમખ્વાર અકસ્માત બાદ તથ્ય પટેલની નિંદા થઈ રહી છે. પૂર ઝડપે આવેલી વ્હાઈટ જેગુઆર ગાડીએ ૨ પોલીસ અધિકારીઓ સહિત ૯ લોકોના જીવ લીધા હતા. તેવામાં હવે આવોજ કમકમાટી ભર્યો કેસ ૨૦૧૩માં વિસ્મય શાહનો હતો. જે દરમિયાન વસ્ત્રાપુર હિટ એન્ડ રન કેસમાં વિસ્મય શાહને નિચલી કોર્ટે ૫ વર્ષ જેલની સજા ફટકારી હતી. તેવામાં આ કેસમાં સજા ભોગવ્યા બાદ વિસ્મય શાહને આ સપ્તાહે જેલમાંથી છોડી મૂકવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે જજિસ બંગ્લોસ સાઈટ તેણે મ્સ્ઉ કારથી ૨ લોકોને જાેરદાર ટક્કર મારી હતી. જેમનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે અગાઉ તેને જામીન પર છોડવામાં આવ્યો હતો ત્યારપછી…
SG હાઇવે, જે શહેરની પશ્ચિમી સીમાને ચિહ્નિત કરતો હતો, તે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (છસ્ઝ્ર)ની સીમાની મધ્યમાં આવે છે અને દરરોજ હજારો મુસાફરો માટે નિર્ણાયક માર્ગ છે. જાેકે તાજેતરની ઇસ્કોન ફ્લાયઓવર દુર્ઘટના, જેમાં નવ લોકોના જીવ ગયા અને ૧૩ ઘાયલ થયા, તેણે આ રોડમાં ટ્રાફિક વ્યવસ્થાપનને સુધારવાની જરૂરી આવશ્યકતાને પ્રકાશિત કરી હતી. એક નિષ્ણાંતે કહ્યું કે “હાઈવે માટેના નિયમો અનુસાર, સ્પીડ બ્રેકરનો ઉપયોગ ઓછો થાય છે. હાઇવેનો હેતુ સલામત અને ઝડપી મુસાફરી સુનિશ્ચિત કરવાનો છે. શહેરમાંથી પસાર થતા હાઈવે પરના તમામ ફ્લાયઓવર અને અંડરપાસને ધ્યાનમાં લઈએ તો સ્પીડ બ્રેકરવાળા માત્ર બે જ સ્થળો છે. રમ્બલ સ્ટ્રીપ્સ અથવા પીળા નિશાનો સાથે…
ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માત વખતે જેગુઆર કારમાં તથ્ય પટેલની સાથે ૩ યુવતી સહિત ૫ ફ્રેન્ડ્સ પણ તેની સાતે જ હતા. આ કેસમાં પોલીસે તથ્ય પટેલના પાંચેય મિત્રોની અટકાયત કરી છે અને હવે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. જાે કે, તેમણે આ અકસ્માતથી પોતાને દૂર રાખવા માટેના નિવેદનો પોલીસને આપ્યા છે અને અકસ્માત માટે માત્ર ને માત્ર તથ્ય પટેલને જ જવાબદાર ગણાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ટ્રાફિક પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, અકસ્માત બાદ કારમાં રહેલા તથ્ય પટેલના પાંચ ફ્રેન્ડ્સની તાત્કાલિક અટકાયત કરવામાં આવી હતી અને છેલ્લા બે દિવસમાં તેમના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. તેઓએ અમને જાણ…
ભારતીય મહિલા ટીમ અને બાંગ્લાદેશ મહિલા ટીમ વચ્ચે રમાયેલી ત્રીજી વનડે મેચમાં કેપ્ટન હરમનપ્રીત કૌરે અમ્પાયરના ર્નિણય પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેણે ગુસ્સામાં પોતાનું બેટ વિકેટ પર માર્યું હતું. મેદાન પર અયોગ્ય વ્યવહાર માટે આઈસીસીએ તેની મેચ ફીના ૭૫ ટકાનો દંડ ફટકાર્યો છે. એક અધિકારીએ ક્રિકબઝને આ વાતની જાણકારી આપી છે. ભારતીય કેપ્ટને મેદાન પર દુર્વ્યહાર કર્યા બાદ પણ અમ્પાયરિંગને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. ક્રિકબઝના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એક મેચ ઓફિશિયલે તેની જાણકારી આપી છે કે કૌરને તેના અયોગ્ય વ્યવહાર માટે આઈસીસી તેની મેચ ફીના ૭૫ ટકા કાપી શકે છે. ૫૦ ટકા મેદાન પર તેના ખરાબ…
માંડ માંડ હજુ તો ભારત સહિત દુનિયાના દેશો કોરોનાની મહામારીથી બેઠાં થયા છે. લાંબા સમયથી ઠપ્પ પડેલાં ધંધા રોજગાર હજુ માંડ છેલ્લાં એક વર્ષથી પટરીએ પર ચઢ્યાં છે. ત્યાં વધુ એક ચોંકાવનારા સમાચારને પગલે હાલ દુનિયાભરમાં હડકંપ મચ્યો છે. શું ફરી આવી શકે છે કોરોના કરતા પણ મોટી મહામારી? શું ચીન બાદ હવે અમેરિકાથી ફેલાશે કોરોના જેવી મહામારી? જાણો મોટી ચેતવણી જાહેર કરવામાં આવી છે. શું નજીકના ભવિષ્યમાં વિશ્વના દેશો ફરી એકવાર કોવિડ જેવી મહામારીનો સામનો કરશે કરવો પડશે? એક રિપોર્ટ અનુસાર અમેરિકામાં પ્રાણીઓની આયાતમાં જે રીતે લવચીક અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે તે ચિંતાનો વિષય છે. ઉલ્લેખનીય છેકે, ૨૦૧૯…
કર્ણાટકના બેંગાલુરુમાં હાલમાં થયેલી ટામેટાની લૂંટનું રહસ્ય આખરે ઉકેલાઈ ગયું છે. પોલીસે ઝડપથી પૈસા કમાવવા માટે ટામેટાથી ભરેલા ટ્રકને હાઈજેક કરવાના આરોપમાં એક દંપતીની ધરપકડ કરી હતી. એમ ભાસ્કરન (૩૮)અને સિંધુજાએ (૩૫) તે ટામેટાના ૧.૬ લાખ રૂપિયામાં તમિલનાડુમાં વેચી દીધા હતા, તેમ પોલીસે જણાવ્યું હતું. ૮મી જુલાઈ રાતે એ શિવન્ના નામનો ડ્રાઈવર આરએમસી યાર્ડ પોલીસ સ્ટેશને (ઉત્તર વિભાગ) પહોંચ્યો હતો અને અજાણ્યા શખ્સો ૧.૫ લાખથી વધુની કિંમતના ટામેટાના ૨૧૦ બોક્સ ભરેલો ટ્રક લઈને ભાગી ગયા હોવાનું કહ્યું હતું. આ પહેલા આરોપીઓએ શિવન્ના સાથે ઝઘડો કરી મારામારી કરી હતી તેમજ ગોરાગુંટેપલ્યા જંક્શન પાસે તેનું વાહન તેમની મહિન્દ્રા ઝાયલો સાથે અથડાયું હોવાનો…
પોલીસે માતા કા થાન વિસ્તારમાં પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ કરી હતી. મૃતક રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના (આરએલપી) મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ હતા. આરોપીએ હત્યા બાદ દરવાજાે અંદરથી બંધ કરી દીધો હતો અને આખી રાત પત્નીની લાશ પાસે બેસી રહ્યો હતો. શનિવારે સાંજના સમયે જ્યારે પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે તેણે દરવાજાે ખોલ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે, રમેશ બેનિવાલ (૩૫) અને તેની પત્ની સુમનના લગ્ન ૧૫ વર્ષ પહેલા થયા હતા. તેઓ આશરે એક વર્ષ પહેલા જ અહીં શિફ્ટ થયા હતા. તેમના બાળકો અભ્યાસ માટે હોસ્ટેલમાં રહે છે. ‘શુક્રવારે મધરાતે દંપકી વચ્ચે કોઈ મુદ્દાને લઈને વિવાદ થયો હતો અને ગુસ્સાની આગમાં રમેશે…
દેશભરમાં વરસાદનું જાેર જાેવા મળી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત, મહારાષ્ટ્ર, હિમાચલ સહિત અનેક રાજ્યોમાં મુશળધાર વરસાદ થઈ રહ્યો છે. તેવામાં મેઘતાંડવ રવિવારે પણ યથાવત રહ્યો હતો. મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ અને ગુજરાતમાં ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ૫ દિવસ દરમિયાન ભારતમાં અલગ-અલગ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. મહારાષ્ટ્રના રાયગઢમાં ભારે વરસાદના કારણે આખું ગામ ભૂસ્ખલનની ચપેટમાં આવી ગયું હતું. મુંબઈમાં પણ ભારે વરસાદના કારણે વિવિધ સ્થળોએ પાણી ભરાઈ જવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રવિવાર માટે પણ હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ સહિત…