પોલીસે માતા કા થાન વિસ્તારમાં પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ કરી હતી. મૃતક રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના (આરએલપી) મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ હતા. આરોપીએ હત્યા બાદ દરવાજાે અંદરથી બંધ કરી દીધો હતો અને આખી રાત પત્નીની લાશ પાસે બેસી રહ્યો હતો. શનિવારે સાંજના સમયે જ્યારે પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે તેણે દરવાજાે ખોલ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે, રમેશ બેનિવાલ (૩૫) અને તેની પત્ની સુમનના લગ્ન ૧૫ વર્ષ પહેલા થયા હતા. તેઓ આશરે એક વર્ષ પહેલા જ અહીં શિફ્ટ થયા હતા. તેમના બાળકો અભ્યાસ માટે હોસ્ટેલમાં રહે છે. ‘શુક્રવારે મધરાતે દંપકી વચ્ચે કોઈ મુદ્દાને લઈને વિવાદ થયો હતો અને ગુસ્સાની આગમાં રમેશે તેની પત્ની પર પથ્થરથી હુમલો કર્યો હતો’, તેમ ડીસીપી (ઈસ્ટ) અમૃતા દુહાને જણાવ્યું હતું.
‘પત્નીની હત્યા કર્યા બાદ, રમેશે ઓશિયનમાં રહેતા તેના સાળાને ફોન કર્યો હતો અને હત્યાની કબૂલાત કરી હતી. સાળાએ જાેધપુરમાં રહેતા તેના સંબંધીઓને આ વિશે જણાવ્યું હતું. તમામ દંપતીના ઘરે દોડી ગયા હતા પરંતુ રમેશે દરવાજાે ખોલવાની ના પાડી હતી’, તેમ પોલીસે કહ્યું હતું. આખરે ઘરના માલિકે પોલીસને બોલાવી ત્યારે જઈને રમેશે દરવાજાે ઉઘાડ્યો હતો. ‘રમેશ તેની પત્નીની લાશની બાજુમાં બેઠો હતો. અમે તરત જ તેની ધરપકડ કરી હતી અને સુમનની હત્યા માટે જે પથ્થરનો ઉપયોગ કર્યો હતો તે પણ જપ્ત કર્યો હતો’, તેમ દુહાને કહ્યું હતું. આ સાથે તેમણે ઉમેર્યું હતું કે, દંપતી વચ્ચે અવારનવાર ઝઘડા થતા રહેતા હતા. પોલીસે કહ્યું હતું કે, આરોપીના સાળાએ જણાવ્યું હતું કે, તેણે તેને આશરે ૨ વાગ્યે ફોન કર્યો હતો અને રાતે મોડો આવ્યો ત્યારે પત્નીએ જમવાનું ન આપ્યું હોવાથી ગુસ્સામાં હત્યા કરી હોવાનું કહ્યું હતું. રમેશ લાકડાનો વેપારી છે અને ૨- મહિનામાં એકવાર જાેધપુરની મુલાકાત લેતો હતો, જ્યારે સુમન પહેલા પેટ્રોલ પંપ પર કામ કરતા હતા અને બાદમાં આરએલપી સાથે જાેડાયા હતા.
