Author: Shukhabar Desk

હાલમાં અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલમાં રોજના ૧૫૦ થી ૧૬૦ દર્દીઓ કન્જકટીવાઈટિસની અસર ધરાવતા સામે આવી રહ્યા છે. આ દરમિયાન એમ પણ માનવામાં આવી રહ્યુ છે કે, જે દર્દીઓને કોરાનાની અસર થઈ હોય એમને હાલમાં આ વાયરસ ઝડપથી અસર કરી રહ્યો છે. એટલે કે તેમને આ વાયરસ ઝડપથી ઇન્ફેક્શન કરતો હોય છે. આવુ અનેક તબિબોનુ માનવુ છે, પંરતુ આ માટે હજુ કોઈ રીતે પુરવાર થયુ નથી. કેટલાક તબિબો દ્વારા એમ પણ માનવામાં આવી રહ્યુ છે કે, કોરાનાની અસર દરમિયાન જેમણે સ્ટીરોઇડ લીધા હોય એમને કન્જકટીવાઈટિસ વાયરસ જલદી ઇન્ફેક્શન કરતા હોય છે. તો વળી આંખ આવવાના દર્દમાં પણ કેટલાક દર્દીઓ દ્વારા સ્ટીરોઇડ…

Read More

અમદાવાદ શહેરમાં ઇસ્કોન બ્રિજ પર અકસ્માતની હૈયું હચમચાવી નાખતી ઘટના સામે આવી હતી. જેમાં કાળ બનીને ચિત્તાઝડપે આવેલી કારે કચડી નાખતા ૯ લોકોના કમકમાટીભર્યા મોત નિપજયા હતા. જેમાં બોટાદ શહેરના પણ ત્રણ યુવાનોના અમદાવાદ ખાતે અકસ્માતમાં મોત થતા પરિવારજનોમાં કાળો કલ્પાંત ફેલાયો છે. આ ગંભીર ઘટનાને લઈને બોટાદમાં યુવાનોના પરિવારજનોએ અન્ય સમાજના આગેવાનોને સાથે રાખી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં આરોપીને ફાંસીની સજા આપવામાં આવે તેમજ આરોપીની મિલકત જપ્ત કરી મૃતકના પરિવાજનોને સહાય આપવામાં આવે તેવી સૂત્રોચ્ચાર કરી માંગ કરવામાં આવી હતી. સાથે સાથે જાે મૃતક પરીવારોને ન્યાય નહિ મળે તો રસ્તા ઉપર ઉતરી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. અમદાવાદ…

Read More

શહેરમાં ઈસ્કોન બ્રિજ પર જગુઆર કારથી ૯ લોકોને કચડી નાંખનાર આરોપી તથ્ય પટેલના આજે રિમાન્ડ પૂર્ણ થતાં તેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આજે પણ કોર્ટ રૂમ ખીચોખીસ ભરેલો હતો. પોલીસે તથ્યને કોર્ટમાં રજૂ કરીને વધુ રિમાન્ડની માંગ નહોતી કરી. જેથી તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. હવે તથ્ય અને તેનો પિતા સાબરમતિ જેલમાં રહશે. તથ્યના વકીલે તેને મળવા માટે સમય માંગ્યો હોવાનું પણ સુત્રો જણાવી રહ્યાં છે. ઈસ્કોન બ્રિજ પર અકસ્માત વખતે તથ્ય પટેલની કાર ૧૬૦ની સ્પીડે હોવાની તે દરમિયાન વાતો થઈ હતી. તેના વકીલે એ સમયે કહ્યું હતું કે, તથ્યની કારની આટલી બધી સ્પીડ નહોતી પણ…

Read More

આફ્રિકન દેશ સુદાનના પોર્ટ સુદાન એરપોર્ટ પર રવિવારે મોડી રાત્રે ટેકઓફ કરતી વખતે એક પેસેન્જર પ્લેન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં ચાર જવાનો સહિત નવ લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં એક બાળકીને ઈજા થઈ છે. તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સુદાનની સેનાએ કહ્યું હતુ કે વિમાનમાં ટેકનિકલ ખામીના કારણે આ દુર્ઘટના થઈ છે. ટેકઓફ દરમિયાન એરક્રાફ્ટમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. ત્યાર પછી તેને ઉતારવાનો ર્નિણય લેવામાં આવ્યો. ૧૫ એપ્રિલના રોજ સશસ્ત્ર દળો અને પ્રતિસ્પર્ધી અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સીસ (કૈરો) વચ્ચે લડાઈ શરૂ થઈ ત્યારથી ઉત્તર આફ્રિકાના દેશમાંથી ભાગી રહેલા પ્રવાસીઓ, રાજદ્વારી મિશનના સભ્યો અને સુદાનના નાગરિકો માટે અહીંનું…

Read More

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પોર્ટ ઓફ સ્પેનમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ રવિચંદ્રન અશ્વિન માટે ખાસ બની છે. અશ્વિને આ ટેસ્ટમાં અત્યાર સુધી ત્રણ વિકેટ ઝડપી છે. આ સાથે તે ભારતનો બીજાે સૌથી સફળ બોલર બની ગયો છે. આ સાથે જ તેણે વધુ એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. પોર્ટ ઓફ સ્પેનમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં અશ્વિને એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારો બીજાે ભારતીય બોલર બની ગયો છે. તેના નામે હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૭૧૨ વિકેટ છે. આ રેકોર્ડ લિસ્ટમાં અનિલ કુંબલે ૯૫૬ વિકેટ સાથે ટોપ પર છે.…

Read More

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પોર્ટ ઓફ સ્પેનમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ ખૂબ જ રોમાંચક વળાંક પર આવી ગઈ છે. ચોથા દિવસે ભારતે વેસ્ટ ઈન્ડિઝને જીતવા માટે ૩૬૫ રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ પછી દિવસની રમતના અંત સુધી વેસ્ટ ઇન્ડીઝે ૨ વિકેટ ગુમાવી ૭૬ રન બનાવી લીધા હતા. હવે પાંચમા દિવસે ભારતે જીતવા માટે ૮ વિકેટ લેવી પડશે, જ્યારે વેસ્ટ ઈન્ડિઝને જીતવા માટે ૨૮૯ રન બનાવવાના છે. ચોથા દિવસની રમતના અંતે તેજનારાયણ ચંદ્રપોલ ૨૪ અને જર્મૈન બ્લેકવુડ ૨૦ રન પર અણનમ પરત ફર્યા હતા. બંને વચ્ચે ૩૨ રનની ભાગીદારી થઈ હતી. આ પહેલા વેસ્ટ ઇન્ડીઝ ટીમના કેપ્ટન ક્રેગ બ્રેથવેટ ૨૮…

Read More

સેના સતત સરહદ પારથી આતંકવાદીઓના નાપાક મનસૂબાને કચડી રહી છે. જૂન અને જુલાઈ મહિનામાં સેનાના જવાનોએ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓના નાપાક ઈરાદાને સફળ થવા દીધા નથી. અહેવાલો અનુસાર, આ બે મહિનામાં સેનાએ ખીણમાંથી ૨૧ આતંકીઓને એન્કાઉન્ટરમાં ઠાર કર્યા છે. સુરક્ષા દળો દ્વારા આ આંકડા ૧ જૂનથી ૨૦ જુલાઈ વચ્ચે જાહેર કરવામાં આવ્યા છે. આ બે મહિનામાં આતંકવાદીઓએ જાેરદાર ઘૂસણખોરી કરી હતી અને સેનાએ તેમને પોતાની શૈલીમાં જવાબ આપ્યો હતો. વર્ષના પહેલા પાંચ મહિનામાં સેના સાથેની અથડામણમાં ૧૪ આતંકવાદીઓ માર્યા ગયા હતા. જાન્યુઆરીથી એપ્રિલ વચ્ચે જમ્મુ અને કાશ્મીરમાં માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યામાં ઘટાડો જાેવા મળ્યો હતો. જાન્યુઆરીમાં ચાર, ફેબ્રુઆરીમાં ત્રણ, માર્ચમાં એક આંતકીને…

Read More

દેશમાં દરરોજ મોટી સંખ્યામાં મુસાફરો ટ્રેનોમાં મુસાફરી કરે છે. પ્રવાસ દરમિયાન મુસાફરોને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો ન પડે તેને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ ઘણા નિયમો બનાવ્યા છે, જેથી મુસાફરીને સુરક્ષિત અને સુવિધાજનક બનાવી શકાય. આ ઉપરાંત ભારતીય રેલવે મુસાફરો માટે સમયાંતરે ઘણી નવી સુવિધાઓ પણ શરૂ કરતી હોય છે. રેલવેએ દેશભરમાં ભારતીય ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરો માટે એક સારા સમાચાર આપ્યા છે. હવે ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને ભોજન માટે વધારે પૈસા ચૂકવવા નહી પડે. હવે ભારતીય રેલવે મુસાફરોને ખૂબ જ સસ્તા ભાવે ભોજન આપશે. ભારતીય રેલવેએ એક ખાસ યોજના શરૂ કરી છે. આ સ્કીમ શરૂ થયા બાદ મુસાફરો માત્ર…

Read More

દિલ્હીના રોહિણી સેક્ટર ૮માં મકાનમાં ચોરી કરવા ગયેલી ગેંગને ચોરી કરવા જેવી કઈ કિંમતી વસ્તુ ન મળતા તેઓ રૂ. ૫૦૦ની નોટ મૂકીને ચાલ્યા ગયા હતા. જ્યારે મકાનમાલિક પાછો ફર્યો તો તેણે ઉત્તર રોહિણી પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી. પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, શુક્રવારે ઉત્તર રોહિણી પોલીસ સ્ટેશનને માહિતી મળી હતી કે રોહિણી સેક્ટર ૮માં એક ઘરમાં ચોરી થઈ છે. વૃદ્ધે પોલીસને જણાવ્યું કે, તેઓ તેમની પત્ની સાથે ગુરુગ્રામમાં રહેતા તેમના પુત્ર પાસે ગયા હતા. શુક્રવારે સવારે પાડોશીએ તેમને ફોન કરીને કહ્યું કે ઘરમાં ચોરી થઈ છે. જ્યારે તેઓ ઘરે પહોંચ્યા તો…

Read More

ઇમર્જિંગ એશિયા કપ ૨૦૨૩ની ફાઇનલ મેચ ગઈકાલે ભારત-એઅને પાકિસ્તાન-એવચ્ચે રમાઈ હતી, જેમાં પાકિસ્તાનનો ૧૨૮ રનથી વિજય થયો હતો. આ મેચમાં ભારતના સ્ટાર બેટ્‌સમેન સાઈ સુદર્શનની વિકેટને લઈને ઉગ્ર ચર્ચા ચાલી હતી. ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાન-એસામે સદી ફટકારનાર સાઈ સુદર્શન ફાઇનલમાં કઈ ખાસ કરી શક્યો ન હતો. પરંતુ તેની વિકેટને લઈને સોશ્યલ મીડિયા પર અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે. સાઈ સુદર્શનને પાકિસ્તાનના ફાસ્ટ બોલર અરશદ ઈકબાલે આઉટ કર્યો હતો. ઇકબાલે સુદર્શનને શોર્ટ બોલ પર કેચ આઉટ કરાવ્યો હતો. પરંતુ ઈકબાલનો આ બોલ વિવાદોના ઘેરામાં આવ્યો હતો. સોશ્યલ મીડિયા યુઝર્સ તેના આ બોલને નો બોલ કહી રહ્યા છે. વાયરલ થઈ રહેલા ફોટોમાં…

Read More