Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»WORLD»આફ્રિકન દેશ સુદાનના પોર્ટ સુદાન એરપોર્ટ પરની ઘટના સુદાનમાં ટેકઓફ સમયે પ્લેન ક્રેશ થતાં ચાર જવાન સહિત નવનાં મોત
    WORLD

    આફ્રિકન દેશ સુદાનના પોર્ટ સુદાન એરપોર્ટ પરની ઘટના સુદાનમાં ટેકઓફ સમયે પ્લેન ક્રેશ થતાં ચાર જવાન સહિત નવનાં મોત

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 24, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    આફ્રિકન દેશ સુદાનના પોર્ટ સુદાન એરપોર્ટ પર રવિવારે મોડી રાત્રે ટેકઓફ કરતી વખતે એક પેસેન્જર પ્લેન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં ચાર જવાનો સહિત નવ લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં એક બાળકીને ઈજા થઈ છે. તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સુદાનની સેનાએ કહ્યું હતુ કે વિમાનમાં ટેકનિકલ ખામીના કારણે આ દુર્ઘટના થઈ છે. ટેકઓફ દરમિયાન એરક્રાફ્ટમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. ત્યાર પછી તેને ઉતારવાનો ર્નિણય લેવામાં આવ્યો. ૧૫ એપ્રિલના રોજ સશસ્ત્ર દળો અને પ્રતિસ્પર્ધી અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સીસ (કૈરો) વચ્ચે લડાઈ શરૂ થઈ ત્યારથી ઉત્તર આફ્રિકાના દેશમાંથી ભાગી રહેલા પ્રવાસીઓ, રાજદ્વારી મિશનના સભ્યો અને સુદાનના નાગરિકો માટે અહીંનું એરપોર્ટ મુખ્ય સેન્ટર બની ગયું છે. આ લડાઈ રવિવારે તેના ૧૦૦માં દિવસે પ્રવેશી. આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું કે હિંસામાં ઓછામાં ઓછા ૧,૧૩૬ લોકોના મોત થયા છે. એક અંદાજ મુજબ ૩૦ લાખથી વધુ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યાં છે, તેમાંથી સાત લાખ લોકો પડોશી દેશો ઇજિપ્ત, ચાડ અને દક્ષિણ સુદાન પહોંચી ગયા છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      ભારત પર 100% અમેરિકી ટેરિફનું જોખમ? ટ્રમ્પના નિર્ણય પર દુનિયાની નજર, ભારત-અમેરિકા સંબંધોની કસોટી

      October 16, 2026

      ટ્રમ્પ ભારત પર 100% ટેરિફ લગાવશે? અમેરિકાના નિર્ણયથી ભારતીય વેપાર અને નોકરીઓ પર સંકટ!

      October 16, 2026

      વૈશ્વિક ઓઈલ સંકટ અને વધતી કિંમતો પાછળના અસલી કારણો: ટ્રમ્પનો દાવો

      October 6, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.