રેલવેમાં રોજ બનતા અવનવા અકસ્માત પૈકી તાજેતરમાં બિહારના બરૌનીથી નવી દિલ્હી રવાના થયેલી સ્પેશિયલ ટ્રેન ત્રણેક કિલોમીટર સુધી ખોટી દિશામાં જવાને કારણે રેલવે(ઈસીઆર) તંત્રમાં દોડાદોડી થઈ ગઈ હતી. લોકો પાઇલટને ભૂલ સમજાતાં મોટી હોનારત ટળી ગઈ નહિ તો ઓડિશા જેવા અકસ્માતનું પુનરાવર્તન થયું હોત, એમ અધિકારીએ જણાવ્યું હતું. આ અંગે અધિકારીએ જણાવ્યું હતું કે સોમવારે મુઝફ્ફરપુર સ્ટેશનથી નર્કટિયાગંજ ડાઈવર્ટ કરેલી ટ્રેનને હાજીપુર રેલ લાઈનમાં સિગ્નલ આપ્યું હતું. જાેકે આ બાબતની જાણ લૉકો પાઇલટ અને ગાર્ડને થયા પછી ઇમરજન્સી બ્રેક મારીને ટ્રેનને મુઝફ્ફરપુર પાછી લાવ્યા હતા. સોમવારે આ બનાવ પૂર્વ મધ્ય રેલવે(ઈસીઆર) ઝોનમાં બન્યો હતો. બરૌની જંક્શન (ટ્રેન નંબર-૦૨૫૬૩) વિશેષ ટ્રેન…
Author: Shukhabar Desk
હરિયાણાના બહાદુરગઢમાં મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ૪ લોકોના મોત થઈ ગયા હતા અને બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માત બહાદુરગઢમાં કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસવે પર માંડોલી ટોલ પ્લાઝા નજીક સર્જાયો હતો. આ અકસ્માતમાં ૪ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જેમાં એક પુરુષ, એક મહિલા અને બે છોકરીઓ સામેલ છે. આ તમામના ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતા. મહિલાનું નામ અંજલી જણાવવામાં આવી રહ્યું છે.બુધવાર અને મંગળવારે બપોરે ૩ઃ૨૦ કલાકે મંડોથી ગામના ફ્લાયઓવર પાસે આ અકસ્માત થયો હતો. હજુ સુધી કોઈની ઓળખ થઈ નથી. એક મહિલા અને એક પુરુષ ગંભીર રીતે ઘાયલ થયા…
ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના જાગોશ ગામમાં યમુના નદીની વચ્ચે ઈન્ડિયન ઓઈલ કંપનીની ગેસ પાઈપલાઈન અચાનક બ્લાસ્ટ થઈ હતી જેના સમાચાર વાયુવેગે ફેલાતા જ વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો. આ ગેસ પાઈપલાઈનમાં બ્લાસ્ટ થતા પાણીના ફૂવારા ઉછળ્યા હતા. યમુનામાંથી પસાર થતી પાણીપત-દાદરી ગેસ પાઈપલાઈન સવારે ૩ વાગ્યે અચાનક વિસ્ફોટ સાથે ધડાકાભેર બ્લાસ્ટ થઈને તુટી ગઈ હતી. આ ઘટનાની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડ, સિંચાઈ વિભાગ અને જિલ્લાના તમામ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ગાઝિયાબાદના જિલ્લા મેજિસ્ટ્રેટની સૂચના બાદ હાલ માટે ગેસનો પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. જાે કે હાલ આ ઘટનાથી કોઈ નુકસાન થયું નથી. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારના…
બિહારના કટિહારમાં ગોળી વાગવાથી એક વ્યક્તિનું મોત થઈ ગયુ છે. જ્યારે બેની હાલત નાજુક છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે બારસોઈ પ્રખંડ કાર્યાલયમાં મોટી સંખ્યામાં લોકો પાવર કટનો વિરોધ કરી રહ્યા હતા. આ પ્રદર્શનમાં ગ્રામજનો અને જનપ્રતિનિધિઓ પણ જાેડાયા હતા. અહીં વિરોધ કરી રહેલા લોકો અચાનક ઉગ્ર બની ગયા હતા. આ પછી પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ અને એરિયલ ફાયરિંગ કરી હતી. ફાયરિંગ દરમિયાન ૩ લોકોને પોલીસની ગોળી વાગી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે બે લોકોના મોત થયા છે. જ્યારે બારસોઈ સબડિવિઝન પોલીસ અધિકારીએ એક વ્યક્તિના મોતની વાત કરી છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં તણાવની સ્થિતિ છે. જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ…
ભારતીય શેર બજારમાં આજે તેજીનો માહોલ જાેવા મળ્યો હતો. આજે માર્કેટમાં બીએસઇ સેન્સેક્સ અને એનએસઇ નિફ્ટ બન્ને ઇન્ડેક્સ અપ રહ્યાં હતા. બીએસઇ સેન્સેક્સ આજે ૦.૫૩ ટકાના ઉછાળા સાથે ૩૫૧.૪૯ પૉઇન્ટ ઉપર ચઢીને ૬૬,૭૦૭.૨૦ એ બંધ રહ્યો હતો. જ્યારે એનએસઇ નિફ્ટી ઇન્ડેક્સ ૦.૪૭ ટકાના ઉછાળા સાથે ૯૩.૩૦ પૉઇન્ટ ઉછળીને ૧૯,૭૭૩.૯૦એ બંધ રહ્યો હતો. શેર બજારમાં આજે બન્ને ઇન્ડેક્સ અપ રહેતા મીડકેપ શેરોમાં પણ ફાયદાના સોદા જાેવા મળ્યા હતા. આજે જુલાઇ સીરીઝમાં એક્સપાયરીથી પહેલા માર્કેટમાં જાેશ જાેવા મળ્યો હતો, મિડકેપ, સ્મૉલકેપ શેરોમાં ખરીદદારી રહી, જ્યારે પીએસયુ બેન્ક, રિયલ્ટી, ઇન્ફ્રા શેરોમાં તેજી જાેવા મળી હતી, આ ઉપરાંત એફએમસીજી, ફાર્મા, એનર્જી શેરોમાં ખરીદદારી જાેવા…
આરબીઆઈ મોનિટરી પોલિસી કમિટીની બેઠક આગામી ૧૦મી ઓગસ્ટ-૨૦૨૩ના રોજ યોજનારા છે. આ બેઠક પૂર્ણ થયા બાદ લેવાયેલા ર્નિણયોની જાહેરાત કરવામાં આવશે. જાેકે હાલ એવું મનાઈ આવી રહ્યું છે કે, આ બેઠકમાં આરબીઆઈ તેની પોલિસી રેટ્સ એટલે કે રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરે. એટલે કે રેપો રેટ ૬.૫૦ ટકાના વર્તમાન સ્તરે હોલ્ડ થઈ શકે છે. એચએસબીસીએ તેના રિપોર્ટમાં પણ આવું જ કહ્યું છે. આરબીઆઈના આ ર્નિણયથી મોંઘી ઈએમઆઈમાં રાહતની આશા રાખનારાઓને સૌથી મોટો ઝટકો લાગી શકે છે. મે મહિનામાં છૂટક ફુગાવાનો દર ઘટીને ૪.૨૫ ટકા પર આવી ગયો હતો, ત્યારે એવી આશાઓ બંધાઈ હતી કે, આગામી દિવસોમાં લોન સસ્તી થવાનો…
વાપી પાસે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર પડેલા ખાડાને કારણે એક બાઈકચાલક ખાડામાં પટકાયો હતો. હાઇવે પર ફંગોળાયા બાદ બાજુમાંથી જ પસાર થતા એક કન્ટેનરના ટાયરમાં આવતા માંડ બચ્યો હતો. રાત્રે હાઈવે પર બનેલી આ ઘટનાના દ્રશ્યો પાછળથી આવતી એક કારના ડેસ્કબોર્ડ પર લગાવેલા કેમેરામાં કેદ થઈ ગયા હતા. બનાવની વિગત મુજબ વાપીથી વલસાડ તરફ જતા બલિઠા નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર પાછલી રાત્રે પારડીના મોટા તાઇવાડ વિસ્તારમાં રહેતા અબ્દુલ રહેમાન ઉંમરમિયાં નામનો યુવક વાપીથી નોકરી પતાવી અને ઘરે પરત ફરી રહ્યો હતો. ત્યારે વાપીથી આગળ જતા બલિઠા નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર બાઈક ચાલકપુર ઝડપે પસાર થઈ રહ્યો હતો.…
ચેતન કહાર રામેશ્વરમ અને તિરુપતિની ૧૦ દિવસની તીર્થયાત્રા પરથી હાલમાં જ પરત ફર્યો છે અને હવે તે શહેરના રાંદેર વિસ્તારમાં સતત બીજા વર્ષે તાજીયા જુલુસનું આયોજન કરવા માટેની તૈયારી કરી રહ્યો છે. ૩૬ વર્ષીય ચેતને ખુલાસો કર્યો હતો કે, આ સમર્પણ એ કોઈ પણ ધાર્મિક દબાણ કરતાં વધારે ભાવનાત્મક જાેડાણના કારણે છે. તેણે કહ્યું હતું કે, તે ક્યારેય પણ મહોરમ અથવા તાજીયાને ચૂક્યો નથી, કારણ કે તેને ૨૫ વર્ષ જૂની પરંપરાને આગળ વધારવાની જવાબદારી આપવામાં આવી છે. ચેતનને પોતાનો દીકરો માનતા અને પતંગના ઉત્પાદક રઈસ સૈયદે તેને તાજીયાની જવાબદારી સોંપી હતી. રિક્ષા થકી ગુજરાન ચલાવતો ચેતન મહિને ઓછી કમાણી થતી…
જૂનાગઢ શહેરમાં સોમવારે એક ગોઝારી ઘટના બની હતી. જેમાં એક જર્જરિત બિલ્ડિંગ ધરાશાયી થતાં ચાર સભ્યોનું કાટમાળમાં દબાવાથી મોત નિપજ્યું હતું. આ ૪ લોકોમાં એક જ પરિવારના ૩ લોકોનો સમાવેશ થતો હતો. જેમાં પિતા સહિત ૨ બાળકોના મોત થયા હતા. ગઈકાલે મોડી સાંજે મૃતકના મોતથી વ્યથિત પત્નીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. કમનસીબે તેમનું પણ આજે વહેલી સવારે મોત નીપજ્યું છે. આમ એક જ પરિવારના ૪ લોકોના મોતથી જૂનાગઢ સ્તબ્ધ થઈ ગયું છે. સોમવારે સાંજે ઇમારતના કાટમાળ નીચેથી દટાયેલી હાલતમાં પતિ સંજયભાઈ ડાભી અને પુત્ર દક્ષ અને તરૂણના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. આમ પતિ અને પુત્રોના મૃત્યુનો આઘાત સહન ન…
૧૫ જૂલાઇના રોજ ફિટનેસ પસંદ કરતા લોકોમાં જાણીતા ઇન્ફ્લૂએન્સર અને બોડી બિલ્ડર જસ્ટિન વિકીનું એક દુર્ઘટનામાં મોત થયું છે. માત્ર ૩૩ વર્ષીય જસ્ટિન ૨૧૦ કિલોના સ્ક્વાટ પ્રેસ કરી રહ્યો હતો તે દરમિયાન તેની ગરદન પર બારબેલ પડ્યું અને તેનું નિધન થયું. આ કેસ બાલીના સનૂરનો છે. એક્સરસાઇઝ દરમિયાન તેની પાછળ એક સ્પોટર ઉભો હતો, વિકી બારબેલ ઉઠાવી ના શક્યો અને તે તેના પર પડી ગયું. સ્પોર્ટર બોય્ઝ જીમમાં એક્સરસાઇઝ દરમિયાન મદદ અથવા સપોર્ટ કરે છે. ભારે વજન ઉઠાવવામાં સ્પોર્ટ્સના સપોર્ટ લેવામાં આવે છે. બાલીમાં આવેલા પેરેડાઇઝ જીમમાં શનિવારે વિકીએ ઇન્ટેન્સ એક્સરસાઇઝ માટે સ્પોર્ટર્સની મદદ લીધી હતી. આ એક્સરસાઇઝ દરમિયાન અન્ય…