Facebook Twitter Instagram
    Shu Khabar
    Facebook Twitter Instagram
    Shu Khabar
    Home»India»બાગપત જિલ્લામાં યમુના નદીમાં ચોંકાવનારી ઘટના ઈન્ડિયન ઓઈલની ગેસ પાઈપ લાઈનમાં નદીની વચ્ચે જ બ્લાસ્ટ
    India

    બાગપત જિલ્લામાં યમુના નદીમાં ચોંકાવનારી ઘટના ઈન્ડિયન ઓઈલની ગેસ પાઈપ લાઈનમાં નદીની વચ્ચે જ બ્લાસ્ટ

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 26, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના જાગોશ ગામમાં યમુના નદીની વચ્ચે ઈન્ડિયન ઓઈલ કંપનીની ગેસ પાઈપલાઈન અચાનક બ્લાસ્ટ થઈ હતી જેના સમાચાર વાયુવેગે ફેલાતા જ વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો. આ ગેસ પાઈપલાઈનમાં બ્લાસ્ટ થતા પાણીના ફૂવારા ઉછળ્યા હતા. યમુનામાંથી પસાર થતી પાણીપત-દાદરી ગેસ પાઈપલાઈન સવારે ૩ વાગ્યે અચાનક વિસ્ફોટ સાથે ધડાકાભેર બ્લાસ્ટ થઈને તુટી ગઈ હતી. આ ઘટનાની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડ, સિંચાઈ વિભાગ અને જિલ્લાના તમામ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ગાઝિયાબાદના જિલ્લા મેજિસ્ટ્રેટની સૂચના બાદ હાલ માટે ગેસનો પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. જાે કે હાલ આ ઘટનાથી કોઈ નુકસાન થયું નથી. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારના લોકોને એલર્ટ કર્યા છે. આ સાથે ગેસ કંપનીના લોકોને પણ માહિતી આપવામાં આવી છે. વીડિયોમાં પાઈપલાઈનમાં ભંગાણ થયા બાદ પાણીનો ઉંચો ફુવારો ઉછળતો જાેઈ શકાય છે. આ અચાનક ગેસ બ્લાસ્ટ થવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ એવું માનવામાં આવે છે કે યમુનામાં પાણીના ઝડપી પ્રવાહમાં પથ્થર અથડાવાને કારણે પાઇપલાઇનમાં બ્લાસ્ટ થયો હોવાની સંભાવના સેવાઈ રહી છે.

    ગેસ પાઈપલાઈનમાં બ્લાસ્ટ થયા બાદ યમુના નદીમાં પાણીનો ઉછાળો જાેવા માટે ગ્રામજનોની ભીડ ઉમટી પડી હતી. યમુના નદીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં પાણીના ઊંચા મોજા ઉછળતા જાેઈ શકાય છે. નદીની વચ્ચોવચ ગેસ પાઈપલાઈન બ્લાસ્ટ થતા ચારેબાજુ ભયનો માહોલ સર્જાયો હતો. છેલ્લા કેટલાક દિવસોથી યમુના, ગંગા, શારદા સહિતની ઘણી નદીઓ ખતરાના નિશાનની નજીક વહી રહી છે. આ ઉપરાંત હિંડોન નદીનું પાણી પણ ઘણી જગ્યાએ ખતરાના નિશાનની નજીક છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસી ગયા છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    ઉત્તર-પશ્ચિમ બંગાળમાં ઉપર તરફ લો પ્રેશર ઝોન સર્જાયું ઓડિશા, ઝારખંડ, યુપી-બિહારમાં ત્રણ દિવસ ભારે વરસાદની શક્યતા

    September 21, 2023

    આરટીઆઈના જવાબમાં રેવેએ માહિતી આપી બાળકો માટેના નિયમમાં સુધારાથી ૭ વર્ષમાં રેલવેને ૨૮૦૦ કરોડની વધારાની કમાણી

    September 21, 2023

    બેંગલુરુના બાયોલોજિકલ પાર્કમાં ચેપી વાયરસની ઘટના બેંગલુરુના બાયોલોજિકલ પાર્કમાં સાત દીપડાનાં બચ્ચાનાં મોત

    September 21, 2023

    Leave A Reply Cancel Reply

    Facebook Twitter Instagram Pinterest
    © 2023 ThemeSphere. Designed by ThemeSphere.

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Go to mobile version