Author: Shukhabar Desk

નિધિ ભાનુશાળીએ લગભગ છ વર્ષ સુધી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોનુ ભીડેનો રોલ કર્યો હતો. ૨૦૧૯માં પોતાના અભ્યાસ પર ધ્યાન આપવા માટે તેણે શો છોડી દીધો હતો. જે બાદ હાલ સોનુના રોલમાં એક્ટ્રેસ પલક સિદ્ધવાની જાેવા મળી રહી છે. છેલ્લા થોડા દિવસથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના મેકર્સ પર ગંભીર આક્ષેપ લાગી રહ્યા છે. જેનિફર મિસ્ત્રીએ આક્ષેપો લગાવવાના શરૂ કર્યા તે પછી રિટા રિપોર્ટરના રોલમાં જાેવા મળી ચૂકેલી પ્રિયા આહુજા ખુલીને બોલી રહી છે. હાલમાં જ પ્રિયાએ નિધિના શો છોડવા અંગે વાત કરી છે. પ્રિયાનું કહેવું છે કે, નિધિએ શો છોડ્યો ત્યારે પ્રોડ્યુસર આસિત કુમાર મોદીએ દોષનો ટોપલો…

Read More

રિયાલિટી શો બિગ બોસની દરેક સીઝન ગમે એટલી વિવાદમાં કેમ ન રહેતી હોય પરંતુ તેના ઘરમાં થતાં ઝઘડા અને લિંક-અપની ખબરોથી સારી એવી ટીઆરપી મેળવી લે છે, તેમાય તેને વધારે ટીઆરપી અપાવવાનું કામ કરે છે હોસ્ટ સલમાન ખાન. આમ તો અત્યારસુધીમાં અમિતાભ બચ્ચન, સંજય દત્ત અને અરસદ વારસી જેવા એક્ટર્સ તેનું હોસ્ટિંગ કરી ચૂક્યા છે પરંતુ દબંગખાન જેટલી સફળતા કોઈને મળી નથી. સલમાન એક દશકા કરતાં વધારે સમયથી શો હોસ્ટ કરી રહ્યો છે. પરંતુ હવે તેને આ કામ કરવામાં કોઈ રસ હોય તેમ લાગતું નથી. આ વાત અમે નહીં પરંતુ સોશિયલ મીડિયા યૂઝર્સ અને તેના ફેન્સ જ કહી રહ્યા છે.…

Read More

ઈરાકનું નજફ શહેર શિયા મુસ્લિમોનું સૌથી પવિત્ર શહેર છે. વિશ્વનું સૌથી મોટું કબ્રસ્તાન ‘વાડી અલ-સલામ’ આ શહેરમાં આવેલી છે. આ કબ્રસ્તાનના નામનો અર્થ વેલી ઓફ પીસ છે. અહીં એટલા માટે મુસ્લિમ સમુદાયના લોકો મૃત્યુ પછી અહીં દફન થવા માટે દુઆ માંંગતા હોય છે. આ કબ્રસ્તાનમાં લાખો મુસ્લિમોને દફનાવવામાં આવ્યા છે. વિશ્વના ડઝનબંધ પ્રખ્યાત વૈજ્ઞાનિકો ઉપરાંત, ઘણી હસ્તીઓ આમાં સામેલ છે. ૧૪મી સદીમાં બનેલું આ કબ્રસ્તાન ધીમે ધીમે મોટા વિસ્તારમાં ફેલાયેલું છે. તેનું વિસ્તરણ દક્ષિણ-પશ્ચિમ દિશામાં મહત્તમ રહ્યું છે. ૯૧૭ હેક્ટરમાં ફેલાયેલું આ કબ્રસ્તાન કોઈ શહેરથી ઓછું નથી લાગતું. અહીં એક છેડેથી બીજા છેડા સુધી જવા માટે તમને ઘણો સમય લાગી…

Read More

ડોક્ટરને ભગવાનનો દરજ્જાે આપવામાં આવ્યો છે. શરદી-ખાંસી અને તાવ હોય કે પછી કેન્સર… આપણે નાની-નાનીથી માંડીને મોટી બીમારીની સારવાર માટે ડોક્ટર પાસે દોડી જઈએ છીએ અને તેમની પર આંખ બંધ કરીને વિશ્વાસ કરીએ છીએ. આપણામાંથી મોટાભાગના તો ડોક્ટર દવા લખી આપી તે શેની છે અને તેનાથી શું અસર થશે તે પણ જાેવાની તસ્દી લેતા નથી. પરંતુ કહેવાય છે કે, કોઈના પર પણ આંધળો વિશ્વાસ ભારે પડી શકે છે. વારાણસીના ચોલાપુર બ્લોકના બેલા ગામમાં રહેતી ૨૬ વર્ષીય યુવતીની જ વાત કરીએ તો, તેને પથરીના કારણે અસહ્ય પીડા થતી હતી તેની ટ્રિટમેન્ટ માટે તે હોસ્પિટલ ગઈ તો ડોક્ટરે પથરીના બદલે ગર્ભાશય કાઢી…

Read More

ભલે એકબીજાના દેશ વચ્ચેના સંબંધો ખરાબ હોય, પણ આજકાલ સરહદ પાર કરીને પ્રેમીને મળવા પહોંચવાા કિસ્સામાં વધારો થયો છે અને આવી લવ સ્ટોરીઓએ બંને દેશોના લોકોનું ધ્યાન પણ ખેંચ્યું છે. પાકિસ્તાની સીમા હૈદર પોતાના પ્રેમમાં પામવા માટે ભારત આવી તો ભારતની અંજુ પાકિસ્તાની મિત્રને મળવા માટે ત્યાં પહોંચી છે. આ દરમિયાન પોલેન્ડની એક મહિલા ઝારખંડમાં રહેતા પ્રેમીને મળવા માટે પહોંચી હતી. ત્યારે આવો જ એક કિસ્સો ચીન અને પાકિસ્તાનનો પણ સામે આવ્યો છે. ચીનમાં રહેતી એક યુવતી તેના પાકિસ્તાની પ્રેમીને મળવા માટે પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખાં પહોંચી હતી. સોશિયલ મીડિયા દ્વારા તેઓ એકબીજાના સંપર્કમાં આવ્યા અને પ્રેમ થઈ ગયો હતો. પોલીસે…

Read More

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ થઈ ત્યારથી ખૂબ ચર્ચામાં છે. ક્યારેક ટ્રેન સાથે પશુ અથડાઈ જવાને લીધે તો ક્યારેય વધુ ભાડાને લઈને ચર્ચામાં રહે છે. જે પ્રકારે ટ્રેનનું બ્રાન્ડિંગ કરવામાં આવ્યું હતું એ જાેતાં લાગતું હતું કે, રેલવેમાં ક્રાંતિ થઈ રહી છે. સ્પીડને બાદ કરતાં તમામ રીતે આ ટ્રેન અન્ય ટ્રેનો જેવી જ છે તેમ કહી શકાય. હવે ફરી એકવાર વંદે ભારત એક્સપ્રેસ ચર્ચામાં છે અને તેનું કારણ જાણીને તમને નવાઈ લાગશે. ભોપાલથી દિલ્હી વચ્ચે દોડી રહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન નંબર ૨૦૧૭૧ સાથે જાેડાયેલો આ કિસ્સો છે. ટ્રેના સી-૮ કોચની સીટ નંબર ૫૭ પર ભોપાલથી ગ્વાલિયર સુધી મુસાફરી કરી…

Read More

સુરતનું ઇન્ટરનેશનલ એરપોર્ટ સતત ચર્ચામાં રહ્યું છે કારણ કે શારજહાંથી સુરત આવતી ફ્લાઈટમાં સતત સોનાની દાણચોરી થતી હોવાની ફરિયાદો સાથે અનેક લોકો પકડાયા છે. અત્યાર સુધીમાં કસ્ટમ વિભાગે કરોડો રૂપિયાનું સોનું પણ ઝડપી પાડ્યું છે પરંતુ આ વખતે શારજહાંથી સુરત આવનાર વ્યક્તિ નહીં પણ સુરતથી શારજહાં જતા એક વ્યક્તિની તપાસ કરતા તેની પાસેથી ૧.૧૦ કરોડના રફ હીરા મળી આવ્યા હતાં. જાેકે આ યુવકની પૂછપરછ કરતા આ હીરા તે સુરતથી દુબઈ અને દુબઈથી આફ્રિકા લઈ જતો હોવાની કબુલાત કરતા કસ્ટમ વિભાગે તપાસ શરૂ કરી છે. સુરતના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર શારજહાંથી સુરતની ફ્લાઈટ શરૂ થતાની સાથે જ દાણચોરોને જાણે મોકળું મેદાન મળી…

Read More

અમરેલી જિલ્લામાં અંદર સારો વરસાદ પડવાને કારણે ખેડૂતો દ્વારા વાવણી કરવામાં આવી હતી. અમરેલી જિલ્લામાં મુખ્ય પાક તરીકે મગફળી અને કપાસનું વાવેતર કરવામાં આવે છે પરંતુ સતત વરસાદ પડવાના કારણે મગફળીનો પાક નિષ્ફળતાના આરે પહોંચ્યો છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ખાંભા, ધારી, બાબરા, બગસરા, વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસવાને કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ તરફ જઈ રહ્યો છે. મગફળીના પીળા પાન થવાના કારણે ખેડૂતોના માથે નુકસાનની ભીતિ મંડરાઈ રહી છે. સાવરકુંડલા તાલુકામાં મોટાભાગના ખેડૂતો દ્વારા મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે પરંતુ ધોધમાર અને સતત ૨૦ દિવસ વરસાદ પડવાના કારણે વરસાદી પાણી ખેતરની અંદર ફરી વળ્યા હતા જેથી ખેડૂતોમાં મુશ્કેલી સર્જાઈ હતી. અમરેલી જિલ્લાના…

Read More

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી, જેની અસર નવસારી, તાપી અને વલસાડ સહિતના ભાગોમાં જાેવા મળી રહી છે. અતિભારે વરસાદની શક્યતાઓ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વ્યક્ત કરવામાં આવી છે. સુરત-નવસારી કોસ્ટલ હાઈવે પર ભારે વરસાદના કારણે પાણી ફરી વળ્યા છે. આ સિવાય ઔરંગા અને પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થતા નીચાણવાળા વિસ્તારોમાં તેની અસર જાેવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ડાંગ, વલસાડમાં રાત્રે થયેલા વરસાદના કારણે ઠેરઠેર પાણી ભરાયા છે. ૨૨ કલાકમાં સૌથી વધુ ૨૮૬દ્બદ્બ વરસાદ સુરતના મહુવામાં ખાબક્યો છે. જ્યારે નવસારી જિલ્લાના નવસારી તાલુકામાં ૨૭૧દ્બદ્બ,…

Read More

ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે, વરસાદે ચોથા રાઉન્ડની શરૂઆતમાં દક્ષિણ ગુજરાતના કેટલાય વિસ્તારોને જળબંબાકાર કરી દીધા છે. આ બધાની વચ્ચે હવે ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન ઠપ્પ થવાના સમાચાર સામે આવ્યા છે. માહિતી પ્રમાણે, ડાંગ જિલ્લામાં ગઇકાલેથી વરસાદી માહોલ છે, જિલ્લામાં સાવર્ત્રિક વરસાદ વરસી રહ્યો છે, જિલ્લાના મુખ્ય મથક આહવા પાસે આવેલા શીવગઢમાં વરસાદનું રૌદ્ર રૂપ જાેવા મળ્યુ છે. ભારે વરસાદથી મુખ્ય મથક આહવાથી ૪ કિલોમીટર દૂર આવેલો છે શિવઘાટમાં પાણી ભરાયા છે, અહીં પાણીનો પ્રવાહ વધતા અનેક માર્ગો બંધ કરાયા છે. આ બધાની વચ્ચે સાપુતારાથી આહવા જતા માર્ગ ભારે વરસાદથી તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે, અહીં મોટી…

Read More