Facebook Twitter Instagram
    Shu Khabar
    Facebook Twitter Instagram
    Shu Khabar
    Home»Entertainment»સલમાન ખાનની કઈ કરતૂત પર બગડ્યા તેના ફેન્સ સલમાન ખાનને ફેન્સ પૈસાનો ભૂખ્યો ગણાવી રહ્યા છે?
    Entertainment

    સલમાન ખાનની કઈ કરતૂત પર બગડ્યા તેના ફેન્સ સલમાન ખાનને ફેન્સ પૈસાનો ભૂખ્યો ગણાવી રહ્યા છે?

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 28, 2023No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    રિયાલિટી શો બિગ બોસની દરેક સીઝન ગમે એટલી વિવાદમાં કેમ ન રહેતી હોય પરંતુ તેના ઘરમાં થતાં ઝઘડા અને લિંક-અપની ખબરોથી સારી એવી ટીઆરપી મેળવી લે છે, તેમાય તેને વધારે ટીઆરપી અપાવવાનું કામ કરે છે હોસ્ટ સલમાન ખાન. આમ તો અત્યારસુધીમાં અમિતાભ બચ્ચન, સંજય દત્ત અને અરસદ વારસી જેવા એક્ટર્સ તેનું હોસ્ટિંગ કરી ચૂક્યા છે પરંતુ દબંગખાન જેટલી સફળતા કોઈને મળી નથી. સલમાન એક દશકા કરતાં વધારે સમયથી શો હોસ્ટ કરી રહ્યો છે. પરંતુ હવે તેને આ કામ કરવામાં કોઈ રસ હોય તેમ લાગતું નથી. આ વાત અમે નહીં પરંતુ સોશિયલ મીડિયા યૂઝર્સ અને તેના ફેન્સ જ કહી રહ્યા છે. હાલ તે બિગ બોસ ઓટીટી ૨માં જાેવા મળી રહ્યો છે, પરંતુ અગાઉની તમામ સીઝનમાં તેની જે એનર્જી દેખાતી હતી તે આ વખતે ગાયબ છે. એક વેબસાઈટ પર પોતાનો વિચાર રજૂ કરતાં એક યૂઝરે લખ્યું હતું કે, સલમાન ખાન રિયાલિટી શો માત્ર પૈસા અને લાલચમાં કરી રહ્યો છે, બાકી હવે તેને તે કરવામાં જરાય રસ નથી. તેણે ઉમેર્યું હતું કે ‘સલમાન ખાનને શોમાં રસ હોય તેમ લાગતું નથી. તેના ચહેરા પર હવે હાસ્ય દેખાતું નથી કે તે મજાક પણ કરતો નથી. વીકએન્ડ કા વારમાં કોઈ ડાન્સ એન્ટ્રી થતી નથી. શું તમે આ નોટિસ કર્યું? જલ્લાદ નથી, કોઈ કોલર ઓફ ધ વીક નથી. કોઈ રસપ્રદ વસ્તુ નથી. ચહેરા પર કોઈ હાવભાવ કે કંઈ જ નથી. તેને હવે પડી હોય તેમ લાગતું નથી.

    આશા રાખું છું કે તેને અહેસાસ થાય કે હોસ્ટ તરીકે અમે તેને કેટલો પ્રેમ કરીએ છીએ અને તેની નિરસતા અમને કેટલી પરેશાન કરે છે!’. ઘણાએ આ પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. કેટલાકે સલમાન પ્રત્યે ચિંતા વ્યક્ત કરી હતી તો કેટલાક તેનાથી નારાજ હતા. એક વ્યક્તિએ લખ્યું હતું ‘તેની હેલ્થ સારી છે કે નહીં ખબર નથી. તે દર્દી હોય તેમ લાગે છે અને તેને આ રીતે જાેવો ગમતો નથી. તેને કઈ વાત પરેશાન કરી રહી છે ખબર નથી. પરંતુ જાે પૈસા લઈ રહ્યા હો તો પૂરા દિલથી કામ કરો. માત્ર પૈસા માટે જ ન કરો’, એકે લખ્યું હતું ‘તેનો સ્ક્રીન ટાઈમ ઓછો કરી દેવાયો છે’, એકે લખ્યું હતું ‘તે તો ફિલ્મોમાં પણ આવું જ કરી રહ્યો છે, ગત ફિલ્મમાં પણ તેની કોઈ મહેનત નહોતી જાેવા મળી’. તો એકે એક્ટર એકના એક ઘસાયેલા ફોર્મેટથી કંટાળ્યો હોવાની શક્યતા વ્યક્ત કરી હતી. જણાવી દઈએ કે, શિલ્પા શેટ્ટી યુકેમાં બિગ બ્રધર ૫ની વિનર બની ત્યારે આ શોને પોપ્યુલારિટી મળી હતી અને તેણે બિગ બોસીની બીજી સીઝનમાં અરસદ વારસીને હોસ્ટ તરીકે રિપ્લેસ કર્યો હતો. ત્રીજી સીઝન અમિતાભ બચ્ચને હોસ્ટ કરી હતી. સલમાન ખાન ચોથી સીઝનથી હોસ્ટિંગ કરી રહ્યો છે અને પાંચમી સીઝનમાં તેનો કો-હોસ્ટ સંજય દત્ત હતો. બિગ બોસ ઓટીટીની વાત કરીએ તો, પહેલી સીઝન કરણ જાેહરે હોસ્ટ કરી હતી અને બીજી સીઝનનુ પ્રીમિયર ૧૭ જૂને યોજાયું હતું. જેના કન્ટેસ્ટન્ટ્‌સ પૂજા ભટ્ટ, બેબિકા ધ્રુવે, અભિષેક મલ્હાન, અવિનાશ સચદેવ, જયા શંકર, મનિષા રાની, જદ હદિદ, એલ્વિશ યાદવ અને આશિકા ભાટિયા છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    ૭૦થી વધુ ઉંમરના આ સ્ટાર્સ બોલિવૂડ પર આજે પણ કરે છે રાજ

    September 20, 2023

    અભિનેત્રી ચોપરાની નેટવર્થ રાઘવ ચઢ્ઢા કરતાં ૧૦ ગણી વધારે છે

    September 20, 2023

    ૫૦ લાખમાં બનેલી આ હોરર ફિલ્મે ૨૦ અબજ રૂપિયાની કરી હતી કમાણી

    September 20, 2023

    Leave A Reply Cancel Reply

    Facebook Twitter Instagram Pinterest
    © 2023 ThemeSphere. Designed by ThemeSphere.

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Go to mobile version