સૈન્ય કમાન્ડરો વચ્ચે ઘણી વાટાઘાટો છતાં લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) પર ભારત અને ચીન વચ્ચેના સંબંધો સુધર્યા નથી. આ દરમિયાન અમેરિકાના સંરક્ષણ વિભાગ પેન્ટાગોને એક મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું છે કે આજે પણ ચીને મોટા પાયે પોતાના સૈનિકો એલએસી પર તૈનાત કર્યા છે. તેમજ ચીન એલએસી પર આજે પણ અન્ડરગ્રાઉન્ડ સ્ટોર્સ, રસ્તાઓ, એરફિલ્ડ્સ અને હેલિપેડ બનાવી રહ્યું છે. પેન્ટાગોને એમ પણ કહ્યું છે કે ચીન પાસે આજે ૫૦૦ થી વધુ પરમાણુ હથિયારો છે. ચીન ૨૦૩૦ સુધી પરમાણુ હથિયારની સંખ્યા ૧૦૦૦થી વધુ અને લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઈલનો ખજાનો કરવાની યોજના પર કામ કરી રહ્યું છે. અમેરિકા પાસે ૩૭૫૦…
Author: Shukhabar Desk
ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી ઘર્ષણ વચ્ચે કેનેડાએ આખરે પોતાના ૪૧ ડિપ્લોમેટ્સને ભારતમાંથી પાછા બોલાવી લીધા છે. . એ પછી કેનેડાના મંત્રીએ નિવેદન આપ્યુ હતુ કે, આ ર્નિણયની અસર ભારતમાં રહેતા અને કેનેડાના વિઝા મેળવવા માંગતા લોકો પર થશે. જાેકે હવે કેનેડા વતી વિઝા સર્વિસ ચલાવતી એજન્સીએ કહ્યુ છે કે, અમારા કામકાજ પર તેની કોઈ અસર નહીં થાય. અમારા ભારતમાં ૧૦ સેન્ટર રાબેતા મુજબ કામ કરશે. આ દસ સેન્ટર દિલ્હી, જલંધર, ચંદીગઢ, મુંબઈ , અમદાવાદ, બેંગ્લુરુ, ચેન્નાઈ, હૈદ્રાબાદ, કોલકાતા અને પૂણેમાં આવેલા છે. એજન્સીએ કહ્યુ છે કે, કેનેડાના ઈમિગ્રેશન વિભાગની સૂચના પ્રમાણે અમારા સેન્ટરો રાબેતા મુજબ કામ કરશે. જ્યાં વિઝા…
ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓનો પાકિસ્તાનમાં યમ સદન પહોંચવાનો સિલસિલો ચાલુ જ છે. હવે દાઉદ મલિક નામના આતંકીની પણ હત્યા થઈ હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. દાઉદ વૈશ્વિક આતંકી સંગઠન જૈશ એ મહોમ્મદના ચીફ મસૂદ અઝહરનો નિકટનો સાથીદાર ગણાય છે. આ સિવાય તે લશ્કર એ જબ્બર અને લશ્કર એ જાંગવી સંગઠન સાથે પણ જાેડાયેલો હતો. આ પહેલા પઠાણકોટ હુમલાના માસ્ટર માઈન્ડ શાહિદ લતીફની તાજેતરમાં જ હત્યા થઈ હતી અને તેમાં પાકિસ્તાન પોલીસે બહારની જાસૂસી એજન્સીનો હાથ હોવાનો બળાપો પણ કાઢ્યો હતો. હવે વધુ એક આતંકવાદીને ઢાળી દેવામાં આવ્યો છે. દાઉદ મલિકની પાકિસ્તાનના ઉત્તર વજીરીસ્તાનમાં અજાણ્યા લોકોએ ગોળી મારીને હત્યા કરી…
ગુરુવારે વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૩માં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી મેચની પૂર્વસંધ્યાએ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા વિશે સમાચાર આવ્યા હતા કે તેણે ૨૦૦ કિમી/કલાકની ઝડપે મુંબઈ-પુણે હાઇવે પર કાર દોડાવી હતી. જેના કારણે તેની સામે ત્રણ ઓનલાઈન ટ્રાફિક ચલણ જારી કરવામાં આવ્યા હતા. જે પછી રોહિતના ફેન્સ અને ક્રિકેટ નિષ્ણાંતો વચ્ચે જાેરદાર ચર્ચા ચાલી રહી હતી કે રોહિત આ કેવી રીતે કરી શકે છે. પરંતુ હવે જાણવા મળ્યું છે કે રોહિતની કારની ગતિ ૨૦૦ કિમી/કલાકની આસપાસ પણ ન હતી. મળેલા અહેવાલ મુજબ રોહિતે મુંબઈ-પુણે હાઈવે પર ૧૦૫ કિમી/કલાક અને ૧૧૭ કિમી/કલાકની ઝડપે ગાડી ચલાવી હતી. હવે જ્યારે અહીં…
મધ્ય પ્રદેશના ગૃહમંત્રી ડો. નરોત્તમ મિશ્રાએ શિવપુરી જિલ્લામાં એક કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અંગે વિવાદાસ્પદ નિવદન આપ્યુ હતું. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી રાજસ્થાન ગયા તો હિન્દુ અને હિન્દુત્વ પર સવાલ ઉઠાવી દીધા. આ દરમિયાન નરોત્તમ મિશ્રાએ સવાલ કરતા કહ્યું કે, રાહુલ ગાંધી ક્યારેય કોઈ બીજા ધર્મ પર સવાલ કેમ નથી ઉઠાવતા? અમારી વસતી ગણતરીની વાત કરી. બીજાની કેમ ન કરી? કારણ કે, જાે બીજાની વાત કરી તો માથું ધડથી અલગ થઈ જશે. અંતે આ તમામ પ્રહાર આપણા ધર્મ પર જ કેમ કરી રહ્યા છે? ડીએમકે નેતા ઉદયનિધિ સ્ટાલિનનું નામ લીધા વિના નરોત્તમ મિશ્રાએ આગળ કહ્યું કે, તેમના…
ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે ગઈકાલે વન-ડે વર્લ્ડકપ ૨૦૨૩ની ૧૮મી મેચ રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે પાકિસ્તાનને ૬૨ રનથી હરાવ્યું હતી. ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નર(૧૬૩) અને મિચેલ માર્શે (૧૨૧) પાકિસ્તાન સામે સદી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયાની આ ચાર મેચમાં બીજી જીત છે જયારે પાકિસ્તાનની આ બીજી છે. આ મેચમાં ઘણાં રેકોર્ડ પણ બન્યા હતા. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા ૯ વિકેટ ગુમાવીને ૩૬૭ રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમ ૪૫.૩ ઓવરમાં ૩૦૫ રનના સ્કોર પર ઓલઆઉટ થઇ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાને ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે એક વિકેટ ઝડપી હતી. આ એક વિકેટ સાથે તેણે પૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલર વસીમ અકરમની…
ગુજરાતમાં હાર્ટ એટેકથી મૃત્યુ થવાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાય દિવસથી હાર્ટ એટેકથી યુવકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે હવે રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૮ લોકોના મોતથી હાહાકાર મચી ગયો છે. રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસથી નાની વયની ઉંમરે હાર્ટ એટેકથી મોત થવાના ઘણા કિસ્સાઓ પ્રકાશિત થયા છે જેમાં ક્રિકેટ રમતા-રમતા, લગ્નમાં ડાન્સ કરતા સમયે, બસમાં મુસાફરી દરમિયાન, જીમમાં કસરત કરતા તેમજ વાહન ચલાવતા સમયે અચાનક જ હ્રદયરોગનો હુમલાથી સ્થળ પર જ મોત થયાની ઘટનાઓ બની છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકની વાત કરવામાં આવે તો હાર્ટ એટેકથી ૮ લોકોના મોત થયા છે જેમાં અમદાવાદ, ધોરાજી, રાજકોટ…
ભારતમાંથી ૪૧ રાજદ્વારીઓની વાપસીની ઘોષણાના થોડા જ કલાકોમાં કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડોએ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યુ હતું. શુક્રવારે તેમની ટિપ્પણીમાં તેમણે કહ્યું હતું કે, બંને દેશો વચ્ચે રાજદ્વારી વિવાદ વધુ વણસી રહ્યો છે. તેમણે ભારત અને કેનેડામાં લાખો લોકોના જીવનને અવિશ્વસનીય રૂપે મુશ્કેલ બનાવવા માટે ભારત સરકાર પર નિશાન સાધ્યુ હતું. અગાઉ કેનેડાના વિદેશ મંત્રી મેલાની જાેલીએ ઘોષણા કરી હતી કે, ૪૧ કેનેડિયન રાજદ્વારીઓ અને તેમના પરિવારના ૪૨ સભ્યોને ભારતમાંથી પરત બોલાવી લેવામાં આવ્યા છે કારણ કે તેમને મળેલા રાજદ્વારી વિશેષાધિકારો અનિશ્ચિત સમય સુધી જવાનું જાેખમ હતું અને તેનાથી તેમની વ્યક્તિગત સુરક્ષા જાેખમમાં પડી જાય તેવું હતું. તેમણે કહ્યું…
અમરેલી જિલ્લામાંથી એક શિક્ષકે આત્મહત્યા કરી લીધી હોવાના સમાચાર સામે આવ્યા છે. જિલ્લાના બગસરાના ઝાંઝરિયા પ્રાથમિક શાળામાં ઝેરી દેવા પીને એક શિક્ષકે આત્યમહત્યા કરી લીધી, આ આત્મહત્યામાં શિક્ષકના સાથી શિક્ષકો પર માનસિક ત્રાસ ગુજારવાનો આરોપ લાગ્યો હતો. મૃતકના પરિવારજનોએ આરોપીઓને પકડવાની કાર્યવાહી કરવાના માંગ સાથે લાશ લેવાની ના પાડી દીધી હતી. હાલ બગસરા પોલીસ છાવણીમાં ફેરવાયુ છે. મળતી માહિતી પ્રમાણે, અમરેલી જિલ્લાના બગસરાના ઝાંઝરિયા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકે આત્મહત્યા કરી લીધી છે. બગસરાની ઝાંઝરિયા પ્રાથમિક શાળાના શિક્ષકએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. આપઘાત કરનાર શિક્ષકનું નામ કાંતિભાઈ ચૌહાણ છે, આરોપ છે કે, કાંતિભાઇ…
જ્યારે પણ આકાશના રંગની વાત આવે છે, ત્યારે ‘વાદળી’ રંગ આપણા મગજમાં સીધો જ આવે છે. કારણ કે સામાન્ય રીતે આકાશનો રંગ વાદળી હોય છે. પરંતુ શું તમે ક્યારેય આકાશનો રંગ ગુલાબી થતો જાેયો છે?આવુ જ કંઇક થયુ છે, બ્રિટેનના કેન્ટમાં. જ્યાં ગુરુવારે સવારે રહસ્યમય રીતે આકાશ ગુલાબી રંગનું થઇ ગયુ અને ચમકવા લાગ્યુ હતુ. આ સીન બિલકુલ સાય-ફાઈ ફિલ્મ જેવો હતો. આકાશનો રંગ ગુલાબી જાેઇને કેન્ટના લોકો ગભરાઈ ગયા હતા. ત્યાંના લોકોને એવું પણ લાગ્યું કે કદાચ દુનિયા ખતમ થવા જઈ રહી છે અથવા એલિયન્સે હુમલો કર્યો છે. ચોંકી ઉઠેલા સ્થાનિક લોકોએ આ ઘટના પાછળ શું કારણ હોઈ શકે…