Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»રાજદ્વારીઓને પાછા બોલાવવાની અસર કેનેડાના વિઝા પર પડશે ભારતમાં કેનેડાના અમદાવાદ સહિત ૧૦ સેન્ટર રાબેતા મુજબ કામ કરશે
    India

    રાજદ્વારીઓને પાછા બોલાવવાની અસર કેનેડાના વિઝા પર પડશે ભારતમાં કેનેડાના અમદાવાદ સહિત ૧૦ સેન્ટર રાબેતા મુજબ કામ કરશે

    Shukhabar DeskBy Shukhabar DeskOctober 21, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી ઘર્ષણ વચ્ચે કેનેડાએ આખરે પોતાના ૪૧ ડિપ્લોમેટ્‌સને ભારતમાંથી પાછા બોલાવી લીધા છે. . એ પછી કેનેડાના મંત્રીએ નિવેદન આપ્યુ હતુ કે, આ ર્નિણયની અસર ભારતમાં રહેતા અને કેનેડાના વિઝા મેળવવા માંગતા લોકો પર થશે.

    જાેકે હવે કેનેડા વતી વિઝા સર્વિસ ચલાવતી એજન્સીએ કહ્યુ છે કે, અમારા કામકાજ પર તેની કોઈ અસર નહીં થાય. અમારા ભારતમાં ૧૦ સેન્ટર રાબેતા મુજબ કામ કરશે. આ દસ સેન્ટર દિલ્હી, જલંધર, ચંદીગઢ, મુંબઈ , અમદાવાદ, બેંગ્લુરુ, ચેન્નાઈ, હૈદ્રાબાદ, કોલકાતા અને પૂણેમાં આવેલા છે.

    એજન્સીએ કહ્યુ છે કે, કેનેડાના ઈમિગ્રેશન વિભાગની સૂચના પ્રમાણે અમારા સેન્ટરો રાબેતા મુજબ કામ કરશે. જ્યાં વિઝા એપ્લિકેશનની કાર્યવાહી રાબેતા મુજબ ચાલતી રહેશે.

    આ પહેલા ભારતમાં કેનેડાના ઈમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે કહ્યુ હતુ કે, ભારતમાં અમારા ૬૨ ડિપ્લોમેટ્‌સ હતા. આ પૈકી ૪૧ને ભારતે દેશ છોડી દેવાનો આદેશ આપ્યો હતો. તેઓ દેશ છોડી ગયા છે અને હવે ૨૧ જ ડિપ્લોમેટસ કેનેડામાં છે. જેના કારણે અમારે ઈમિગ્રેશન, રેફ્યુજી એન્ડ સિટિઝનશિપ માટેના કર્મચારીઓની સંખ્યા ૨૭ થી ઘટાડીને પાંચ કરી નાંખી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      IOCL Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલમાં 409 જગ્યાઓ પર ભરતી, પરીક્ષા અને ઇન્ટરવ્યૂ વગર મળશે તક

      November 16, 2026

      અમિત શાહ કેમ થયા ભાવુક? અજિત પવારને ગણાવ્યા અંગત મિત્ર અને રાજકીય સાથી

      November 16, 2026

      રેલવેમાં સરકારી નોકરીની તક! NTPCની 1,688 જગ્યાઓ માટે અરજીની મુદત લંબાવાઈ, હવે આ તારીખ સુધી મળશે તક

      November 16, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.