Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»રાજદ્વારીઓની વાપસી બાદ કેનેડાના વડાપ્રધાને ઝેર ઓક્યું કેનેડામાં લાખો લોકોના જીવનમાં મુશ્કેલી માટે ભારત જવાબદાર : ટ્રુડો
    India

    રાજદ્વારીઓની વાપસી બાદ કેનેડાના વડાપ્રધાને ઝેર ઓક્યું કેનેડામાં લાખો લોકોના જીવનમાં મુશ્કેલી માટે ભારત જવાબદાર : ટ્રુડો

    Shukhabar DeskBy Shukhabar DeskOctober 21, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ભારતમાંથી ૪૧ રાજદ્વારીઓની વાપસીની ઘોષણાના થોડા જ કલાકોમાં કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડોએ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યુ હતું. શુક્રવારે તેમની ટિપ્પણીમાં તેમણે કહ્યું હતું કે, બંને દેશો વચ્ચે રાજદ્વારી વિવાદ વધુ વણસી રહ્યો છે. તેમણે ભારત અને કેનેડામાં લાખો લોકોના જીવનને અવિશ્વસનીય રૂપે મુશ્કેલ બનાવવા માટે ભારત સરકાર પર નિશાન સાધ્યુ હતું. અગાઉ કેનેડાના વિદેશ મંત્રી મેલાની જાેલીએ ઘોષણા કરી હતી કે, ૪૧ કેનેડિયન રાજદ્વારીઓ અને તેમના પરિવારના ૪૨ સભ્યોને ભારતમાંથી પરત બોલાવી લેવામાં આવ્યા છે કારણ કે તેમને મળેલા રાજદ્વારી વિશેષાધિકારો અનિશ્ચિત સમય સુધી જવાનું જાેખમ હતું અને તેનાથી તેમની વ્યક્તિગત સુરક્ષા જાેખમમાં પડી જાય તેવું હતું.

    તેમણે કહ્યું કે, કેનેડાએ ભારતથી તેમની સુરક્ષિત વાપસીની સુવિધા પ્રદાન કરી છે અને ચંદીગઢ, મુંબઈ અને બેંગલુરુમાં તેની વિઝા અને કોન્સ્યુલર સેવાઓ રોકી દીધી છે અને હવે આ સેવાઓ ફક્ત નવી દિલ્હીમાં કેનેડિયન હાઈ કમિશનમાં જ ઉપલબ્ધ રહેશે. ઓટાવામાં જાેલીએ ભારત પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, રાજદ્વારી વિશેષાધિકારો અને છૂટને એકપક્ષીય સમાપ્ત કરવું આંતરરાષ્ટ્રીય કાયદાની વિરુદ્ધ છે અને રાજદ્વારી સંબંધો પર જિનીવા કન્વેન્શનનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. આવું કરવાની ધમકી આપવી એ અયોગ્ય છે અને તણાવમાં વધારો કરનારી છે. તેમની આ ટિપ્પણી પર દિલ્હીથી તીખી પ્રતિક્રિયા આવી અને વિદેશ મંત્રાલયે કેનેડાના સમાનતાના અમલીકરણને આંતરરાષ્ટ્રીય ધોરણોના ઉલ્લંઘન તરીકે દર્શાવવાના પ્રયાસને નકારી કાઢ્યો હતો. તેણે ભારતમાં કેનેડિયન રાજદ્વારીઓ પર અમારી આંતરિક બાબતોમાં સતત હસ્તક્ષેપ કરવાનો આરોપ લગાવ્યો હતો.

    ગત મહિને ભારતે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકાર સાથે સંભવિત લિંકના ટ્રૂડોના આરોપ પર વિવાદને ધ્યાનમાં રાખી સમાનતા મેળવવા માટે કેનેડાને તેના રાજદ્વારી સ્ટાફ ઘટાડવા કહ્યું હતું. દિલ્હીએ કેનેડામાં ભારતીય રાજદ્વારી ઉપસ્થિતિ સાથે સમાનતા લાવવા માટે ઓટાવાથી પોતાના લગભગ ૪૦ રાજદ્વારીઓને પરત બોલાવવા માટે કહ્યું હતું. કેનેડામાં ભારતના લગભગ ૨૦ રાજદ્વારીઓ છે. જાેલીની ટિપ્પણીઓ બાદ ટ્રુડોએ બ્રેમ્પટન, ઓન્ટારિયોમાં એક પ્રેસ કોન્ફરન્સમાં દિલ્હીના કાર્યોની ટીકા કરી હતી. ભારત સરકાર ભારત અને કેનેડામાં લાખો લોકો માટે જીવનને સામાન્ય રીતે ચાલુ રાખવું અવિશ્વસનીય રૂપે મુશ્કેલ બનાવી રહી છે. અને તેઓ મુત્સદ્દીગીરીના અત્યંત મૂળભૂત સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરીને આમ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, આ અવું છે કે, જેનાથી હું લાખો કેનેડિયન લોકોની ભલાઈ અને ખુશી માટે ખૂબ જ ચિંતિત છું. તેની ઉત્પતિ ભારતીય ઉપમહાદ્વીપમાં થઈ છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      IOCL Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલમાં 409 જગ્યાઓ પર ભરતી, પરીક્ષા અને ઇન્ટરવ્યૂ વગર મળશે તક

      November 16, 2026

      અમિત શાહ કેમ થયા ભાવુક? અજિત પવારને ગણાવ્યા અંગત મિત્ર અને રાજકીય સાથી

      November 16, 2026

      રેલવેમાં સરકારી નોકરીની તક! NTPCની 1,688 જગ્યાઓ માટે અરજીની મુદત લંબાવાઈ, હવે આ તારીખ સુધી મળશે તક

      November 16, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.