Author: Shukhabar Desk

કર્ણાટકના કોલાર જિલ્લામાં ૨૦ લાખ રૂપિયાના ટામેટા ભરેલી ટ્રક ચોરી થવાની ઘટના સામે આવી છે. આ ટ્રક જયપુર જવા રવાના કરાઈ હતી. આ ટ્રક શનિવારે રાત્રે રાજસ્થાનના રાજધાની જયપુરમાં પહોંચવાની હતો, જાેકે વચ્ચે જ ટ્રક ગાયબ થઈ જવાની ઘટના સામે આવી છે. જ્યારે ડ્રાઈવરનો સંપર્ક કરવામાં આવ્યો તો તેનો ફોન સ્વિચ ઓફ છે. ત્યારબાદ કોલાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. બંને વેપારીઓએ ટામેટા જયપુર મોકલવા માટે ૨૭મી જુલાઈના રોજ ટ્રક બુક કરાવી હતી. પોલીસ સોર્સ મુજબ જીપીએસ ટ્રેકમાં ટ્રકે ૧૬૦૦ કિલોમીટરની સફર કરી હોવાની માહિતી મળી છે. જાેકે ત્યારબાદ ટ્રકને ટ્રેસ કરવામાં મુશ્કેલી સર્જાઈ છે. ટ્રકમાં સવાર કોઈની પાસે…

Read More

પોતાના ચાર બાળકો સાથે પાકિસ્તાનની સરહદ પાર કરનાર ગ્રેટર નોઈડાની રહેવાસી સીમા હૈદરની યુપી એટીએસની પૂછપરછ પૂરી થઈ ગઈ છે. તેણી પતિ સચિન મીણા અને સાસરીયાઓ સાથે રબુપુરા ગામમાં બીજા મકાનમાં રહે છે. સીમાના સસરા નેત્રપાલ મીણાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેમણે મીડિયા દ્વારા પોલીસ અધિકારીઓને અપીલ કરી છે. નેત્રપાલનું કહેવું છે કે, પોલીસને કારણે ઘરના લોકો બહાર જઈ શકતા નથી. ઘરની સ્થિતિ સારી નથી. ખાવા પીવાની પણ સમસ્યા છે. આપણે રોજ કમાતા અને ખાનારા લોકો છીએ. પોલીસે અમને ઘરની બહાર ન નીકળવા કહ્યું છે. આવી સ્થિતિમાં ઘરનું રાશન સમાપ્ત થઈ રહ્યું છે. અમારી આર્થિક સ્થિતિ પણ ખરાબ…

Read More

ગુડ્‌સ એન્ડ સર્વિસિઝ ટેક્સ (જીએસટી) લાગુ થયાના ૬ વર્ષમાં સરકારે અત્યાર સુધીમાં ૫,૦૭૦ જેટલાં છેતરપિંડીના કેસ પકડી પાડ્યા હતા જેમાં ઈનપુટ ટેક્સ ક્રેડિટ (આઈટીસી) ક્લેમ કરવા માટે લોકોએ પાનકાર્ડ (પાન) અને આધારકાર્ડ (આધાર)ની વિગતોનો દુરુપયોગ કર્યો હોવાનો ખુલાસો થયો છે. આ ૫,૦૦૦ કેસમાં ૨૭,૪૨૬ કરોડ રૂપિયાની જીએસટી ચોરીનો ભાંડાફોડ થયો છે. જાેકે મહત્ત્વનું તો એ છે કે છેલ્લા ૬ વર્ષોમાં રિકવરીનો આંકડો તો માત્ર ૯૨૨ કરોડ રુપિયાનો જ છે. આ આંકડા ૧ જુલાઈ ૨૦૧૭ (જીએસટીવ્યવસ્થાની શરૂઆત) અને ૩૦ જૂન, ૨૦૨૩ વચ્ચેના છે. રાજ્યની તુલના કરીએ તો મહારાષ્ટ્ર, દિલ્હી અને તમિલનાડુ જીએસટી રજિસ્ટ્રેશન (જીએસટીરજિસ્ટ્રેશન)ના દુરુપયોગના કેસમાં ટોચના ત્રણ રાજ્યોમાં સામેલ છે.…

Read More

ભારતની અર્થવ્યવસ્થા દિવસેને દિવસે પાંચ ટ્રીલીયન ઇકોનોમિક લક્ષ્યાંકને હાંસલ કરવા આગળ વધતી જાય છે. ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની પાંચમાં મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે.તો આજ દિશામાં એક અભ્યાસ દ્વારા એવું પણ સામે આવ્યું છે કે ભારતની માથાદીઠ આવક ૭૦ ટકા થી વધીને એફવાય૨૦૩૦ સુધીમાં ૪,૦૦૦ ડોલર સુધી પહોંચી જશે, જે એફવાય૨૦૨૩માં માથાદીઠ આવક ૨,૪૫૦ ડોલર જાેવા મળે છે. તેના કારણે ભારતની જીડીપીને પણ મોટો ટેકો મળશે અને તે ૬ ટ્રિલિયન ડોલરની આસપાસ પહોંચી જશે. આ સમયગાળા દરમિયાન ભારતના અડધાથી વધુ જીડીપીસ્થાનિક વપરાશમાંથી આવશે. છેલ્લા ૨૦ વર્ષમાં ભારતની માથાદીઠ આવકમાં હાલ ઝડપથી વધારો થયો છે. ૨૦૦૧માં તે ૪૬૦ ડોલર હતી, જે વધીને…

Read More

જમ્મુ કાશ્મીરમાં સરહદ પરથી ઘૂસણખોરીના પ્રયાસો ચાલુ છે ત્યારે મોડી રાત્રે બીએસએફના જવાન દ્વારા વધુ એક ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા એક ઘૂસણખોરને ઠાર કરીને ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. સેના દ્વારા હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે. જમ્મુ કાશ્મીરમાં છેલ્લા ઘણા સમયથી કેટલાક ઘૂસણખોરો ખોટી રીતે સરહદ પાર કરવાના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે ગઈકાલે આવો જ એક પ્રયાસ બીએસએફના જવાને નિષ્ફળ કર્યો હતો અને એક ઘૂસણખોરને ઠાર કર્યો હતો. આ ઘૂસણખોરો અંધારાનો લાભ લઈને સરહદ પાર કરવાની કોશીશ કરે છે. ગઈકાલે અરનિયા સેક્ટરમાં રાત્રે ૧.૫૦ વાગ્યે સેનાના જવાન દ્વારા ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. હાલ આ વિસ્તારમાં હજુ પણ…

Read More

મણીપુર મુદે સરકારને ઘેરવા વિપક્ષ પૂરેપૂરું જાેર લગાડી રહ્યું છે. આ દરમિયાન અહેવાલ અનુસાર એવી માહિતી મળી રહી છે કે, લોકસભામાં ૨ ઓગસ્ટે મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ મુખ્ય વિપક્ષ કોંગ્રેસ દ્વારા લાવી શકાય તેવી શક્યતા છે. સુત્રો આધારે સ્પીકર ઓમ બિરલાની આગેવાની હેઠળની લોકસભાની બિઝનેસ એડવાઇઝરી કમિટી (બીએસી) સપ્તાહના કામકાજને અંતિમ સ્વરૂપ આપવા સોમવારે મળવાની સંભાવના છે. આ બેઠક દરમિયાન અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા માટે ૨ ઓગસ્ટની તારીખ નક્કી કરવામાં આવી શકે છે. તેમણે માહિતી આપી હતી કે સોમવારે બીએસીની બેઠક યોજાવાની છે, જ્યારે વડાપ્રધાન ૧ ઓગસ્ટના રોજ પુણેની એક દિવસીય મુલાકાતે આવશે, તેથી અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા ૨…

Read More

જેટ એરવેઝ માટે એક સારા સમાચાર મળી રહ્યા છે. જેટ એરવેઝને ઉડ્ડયન નિયમનકાર ડીજીસીએદ્વારા એરપોર્ટ ઓપરેટર સર્ટિફિકેટ (એઓસી) જારી કરવામાં આવ્યું છે. આ સર્ટિફિકેટ મળતા જ એરલાઇન્સ માટે ભારતમાં ફરીથી તેની એરલાઇન્સ શરૂ કરવાનો માર્ગ ખુલી ગયો છે. આ અંગે ખુશી વ્યક્ત કરતા, જેટ એરવેઝને ફરી શરુ કરવા માટે કામ કરી રહેલા જાલાન-કાલરોક કન્સોર્ટિયમે કહ્યું કે, તે જેટ એરવેઝને પુનઃશરૂ કરવા માટે ભારતીય ઉડ્ડયન નિયમનકારનો અમારામાં વિશ્વાસ દર્શાવે છે. આ સાથે, જાલાન-કાલરોક કન્સોર્ટિયમ દ્વારા જારી કરાયેલ પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું કે, અમે ડીજીસીએઅને તમામ હિતધારકોનો આભાર માનીએ છીએ જેમણે જેટ એરવેઝને ફરીથી શરૂ કરવા માટે જાલાન-કાલરોક કન્સોર્ટિયમમાં વિશ્વાસ વ્યક્ત કર્યો…

Read More

મણિપુર વાયરલ વીડિયો કેસમાં સુપ્રીમ કોર્ટમાં આજે ફરી સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સીજેઆઈડીવાયચંદ્રચુડે આ મામલાની સુનાવણી કરતા કહ્યું કે આ વીડિયો સામે આવ્યા બાદ આ મામલો સામે આવ્યો છે, પરંતુ આ એકમાત્ર ઘટના નથી જ્યાં મહિલાઓ પર હુમલો થયો હોય કે ઉત્પીડન થયું હોય. અન્ય ઘટનાઓ પણ છે. હવે આ મામલે આવતીકાલે બપોરે ૨ વાગ્યે ફરી સુનાવણી થશે. ૩ મે થી અત્યાર સુધીમાં કેટલી એફઆઈઆરનોંધાઈ છે? સીજેઆઈએ કહ્યું કે આપણે મહિલાઓ વિરુદ્ધ હિંસાના વ્યાપક મુદ્દાને જાેવા માટે એક મિકેનિઝમ પણ બનાવવું પડશે. આ સિસ્ટમે સુનિશ્ચિત કરવું જાેઈએ કે આવા તમામ કેસોની કાળજી લેવામાં આવે. તેમણે પૂછ્યું કે મણિપુરમાં હિંસા…

Read More

યમાં ઇનામ નાબૂદી કાયદાઓ હેઠળની જમીનોના કબજાહક્ક નિયમબદ્ધ કરવા અંગે એક મહત્ત્વપૂર્ણ ખેડૂતહિતકારી ર્નિણય કર્યો છે. મુખ્યમંત્રીના આ ર્નિણય અનુસાર રાજ્ય સરકાર આવા જમીનધારકોના કબજાહક્ક પ્રવર્તમાન જંત્રીના ૨૦ ટકા વસૂલીને નિયમબદ્ધ કરશે. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અન્વયે પારદર્શી-સરળ વહીવટી સુશાસનને વધુ વેગ આપતો મુખ્યમંત્રીનો અભિગમ જાેવા મળ્યો. ઇનામ નાબૂદી કાયદા હેઠળની જમીનોના કબજાહક્ક વર્તમાન જંત્રીના ૨૦ ટકા કિંમત વસૂલીને નિયમબદ્ધ કરાશે. આવા જમીનધારકોના કબજાઓ નિયમબદ્ધ કરવાની સંપૂર્ણ સત્તા જિલ્લા કલેકટરને સોંપવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ સંદર્ભમાં મળેલી રજૂઆતોમાં જણાવવામાં આવ્યું હતું કે, આઝાદી બાદ ભૂમિ સુધારણા કાર્યક્રમના ભાગ રૂપે જમીનોના ખેડનારને તેના હક્કો મળી રહે અને મધ્યસ્થીઓ નાબૂદ…

Read More

દુબઈ ખાતે રિયલ એસ્ટેટમાં રોકાણની સ્કીમ આપીને સુરતના ૩ યુવકો સાથે ૫૯ લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. ઘટનાની વિગતો એવી છે કે, ઝાંપાબજાર ખાતે ગધેવાન, ખદીજા મંજીલમાં રહેતા જુજર અલીસાગર બક્ષાનુમા (૨૫) છેલ્લા એક વર્ષથી મુંબઈ કુલ્રા વેસ્ટ બીએમસી કોલોનીમાં રહે અને પોર્ટોવિટીમાં કન્સ્લટન્ટ તરીકે જાેબ કરે છે. વર્ષ ૨૦૨૧માં મિત્ર હમઝા લોખંડવાલાએ કોલ કરીને પાલમાં રહેતા વિતરાગ મહેતા અને તેના પિતા કિશોર મહેતા હસ્તક અનુલયા દિનબંધુ મલિક, અંબાલિકા દત્તા અને સચિન ઝાના સપંર્કમાં આવ્યા હતા. આ ત્રણેય જણા બેંગ્લોરમાં નીની પ્રોપર્ટીઝ નામની કંપની ધરાવે છે. જે દુબઈમાં કંપનીમાં રિયલ એસ્ટેટમાં ઈન્વેસ્ટમેન્ટ કરે છે. આ બેજાબાજાેએ…

Read More