Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»કાશ્મીર સરહદ પર ઘૂસણખોરીના પ્રયાસ જારી અરનિયામાં બીએસએફના ગોળીબારમાં આતંકી ઠાર
    India

    કાશ્મીર સરહદ પર ઘૂસણખોરીના પ્રયાસ જારી અરનિયામાં બીએસએફના ગોળીબારમાં આતંકી ઠાર

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 31, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    જમ્મુ કાશ્મીરમાં સરહદ પરથી ઘૂસણખોરીના પ્રયાસો ચાલુ છે ત્યારે મોડી રાત્રે બીએસએફના જવાન દ્વારા વધુ એક ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા એક ઘૂસણખોરને ઠાર કરીને ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. સેના દ્વારા હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.

    જમ્મુ કાશ્મીરમાં છેલ્લા ઘણા સમયથી કેટલાક ઘૂસણખોરો ખોટી રીતે સરહદ પાર કરવાના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે ગઈકાલે આવો જ એક પ્રયાસ બીએસએફના જવાને નિષ્ફળ કર્યો હતો અને એક ઘૂસણખોરને ઠાર કર્યો હતો. આ ઘૂસણખોરો અંધારાનો લાભ લઈને સરહદ પાર કરવાની કોશીશ કરે છે.

    ગઈકાલે અરનિયા સેક્ટરમાં રાત્રે ૧.૫૦ વાગ્યે સેનાના જવાન દ્વારા ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. હાલ આ વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે. આ અગાઉ ૨૪ જુલાઈના રોજ બીએસએફએ ડ્રગ સ્મગલિંગના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. સાંબાના રામગઢ વિસ્તારમાં એક શંકાસ્પદની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ૧૭ જુલાઈના રોજ પોલીસ સાથેના સંયુક્ત ઓપરેશનમાં ઘૂસણખોરી કરનારા બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ સિવાય સેનાએ માછિલ સેક્ટરમાં પણ ચાર આતંકીઓને ઠાર કર્યા હતા. તેમની પાસેથી ત્રણ પિસ્તોલ, ગ્રેનેડ, અનેક કારતુસ સહિત મોટી સંખ્યામાં હથિયારો પણ મળી આવ્યા હતા. આ આતંકવાદીઓ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે પીઓકેમાંથી ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    IndiGo crisis: ફ્લાઇટ રદ અને વિલંબ કેમ વધી રહ્યા છે? સંપૂર્ણ સમયરેખા, કારણો અને આગળના સંભવિત સુધારાઓ જાણો

    December 5, 2025

    CBSE: શું CBSE અને રાજ્ય બોર્ડનું મર્જર થશે? એક મોટું સરકારી નિવેદન સામે આવ્યું

    December 4, 2025

    BJP: કેરળમાં રાજકીય તણાવ? ભાજપ કાર્યકર્તાના વાહનને આગ લગાવવામાં આવી, CCTVમાં શંકાસ્પદ લોકો દેખાયા

    December 1, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.