Author: Shukhabar Desk

કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે અને પ્રેમમાં વ્યક્તિ સમજી શકતો નથી કે તે કઈ દિશામાં જઈ રહ્યો છે. આ જ કારણ છે કે ઘણી વખત આપણને આવી મેળ ન ખાતી જાેડી જાેવા મળે છે, જેની સામાન્ય રીતે માનવી કલ્પના પણ કરી શકતો નથી. આવી જ એક જાેડી બની રહી હતી કારણ કે ૨૩ વર્ષની યુવતીએ ૭૦ વર્ષના પ્રેમી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. યુવતીનું નામ એરિકા મોઝર અને વૃદ્ધનું નામ રિક સાયક્સ છે. બંને છેલ્લા દોઢ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. આ પછી બંનેએ લગ્ન કરવાનો ર્નિણય લીધો, પરંતુ પછી છેલ્લા દિવસે તેણે તેના વૃદ્ધ પ્રેમીને…

Read More

આપણે બધા જાણીએ છીએ કે મગર કેટલો ખતરનાક હોય છે. અમુક જાનવર જ છે જે તેની નજીક જવાની હિમ્મત રાખે છે. ભૂલથી પણ જાે કોઈ તેના જડબામાં આવી જાય તો મોત જ સમજાે. નાના મોટા જાનવરો તો છોડો, જંગલના રાજા સિંહ પણ તેની નજીક જતાં ડરે છે. એક રિપોર્ટ અનુસાર, ભારતમાં ચંબલ નદીમાં સૌથી વધારે મગર જાેવા મળે છે. ત્યાર બાદ બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લામાં વહેતી ગંડક નદીમાં મગરનું સૌથી મોટું ઘર છે. શું આપને ખબર છે કે, આ ધરતી પર એક એવું પણ જીવ છે, જે મગરના મોંમા ઘુસીને દાંતમાં ફસાયેલ માંસના ટુકડાને ખાય છે અને ફરી સહી સલામત…

Read More

ચાલુ વર્ષે ચોમાસાની શરૂઆતથી જ દેશના વિવિધ રાજ્યોમાં એકંદરે સારો વરસાદ નોંધાયો છે. ઉત્તર ભારતમાં તો ભારે વરસાદના કારણે તારાજી પણ સર્જાઈ હતી. વળી, કેટલાક રાજ્યોમાં વરસાદ સામાન્ય રહ્યો હતો. હવે વરસાદની સીઝનના આગામી મહિનાઓ માટે હવામાન વિભાગે આગાહી કરી દીધી છે. ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આ વર્ષે ચોમાસાના બીજા ભાગમાં એટલે કે ઓગસ્ટથી સપ્ટેમ્બર દરમિયાન વરસાદ સામાન્ય રહેશે. જાેકે, ઓગસ્ટ મહિનામાં સામાન્ય કરતાં પણ ઓછો વરસાદ પડવાની વકી છે. સોમવારે ભારતીય હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મોહપાત્રાનું કહેવું છે કે, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ચોમાસુ સામાન્ય રહેશે એટલે કે દીર્ઘકાલીન સરેરાશ (લોન્ગ એવરેજ પીરિયડ- એલપીએ) ૯૪થી ૧૦૬ ટકા રહેશે.…

Read More

ચંદ્રયાન-૩ સફળતાપૂર્વક પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી બહાર નીકળી ગયું છે અને હવે ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે. ઈસરોએ જણાવ્યું કે મંગળવારે ચંદ્રયાન-૩ને ટ્રાન્સલુનર ઓર્બિટમાં મૂકવામાં આવ્યું હતું. ચંદ્રયાનનું આગામી સ્ટોપ હવે ચંદ્ર છે. ચંદ્રયાન-૩ સફળતાપૂર્વક પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી બહાર નીકળી ગયું છે અને હવે તેનું આગલું સ્ટોપ ચંદ્ર છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનએ જણાવ્યું કે ચંદ્રયાન-૩ને મંગળવારે ટ્રાન્સલુનર ઓર્બિટમાં મૂકવામાં આવ્યું હતું. નેશનલ સ્પેસ એજન્સીએ કહ્યું કે ‘ચંદ્રયાન-૩એ પૃથ્વીની આસપાસ તેની ભ્રમણકક્ષા પૂર્ણ કરી લીધી છે અને તે ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે.’ ઈસરોએ જણાવ્યું કે ISRO ટેલિમેટ્રી, ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક- ISTRAC સફળ પેરીજી-ફાયરિંગ કરવામાં આવ્યું છે. ઈસરોએ ચંદ્રયાન-૩ને ટ્રાન્સલ્યુનર…

Read More

મહારાષ્ટ્રના થાણેના શાહપુરમાં મંગળવારે સવારે મોટી દુર્ઘટના થઈ ગઈ છે. થાણેના શાહપુ સરલામ્બે વિસ્તારમાં સમૃદ્ધિ મહામાર્ગના નિર્માણ કાર્ય દરમ્યાન બ્રિજથી ક્રેન એટલે કે ગર્ડર મશીન નીચે પડી ગયું હતું. જેમાં લગભગ ૧૬ લોકોના મોત થઈ ગયા છે અને ત્રણ લોકો ઘાયલ થયા છે. કહેવાય છે કે, ૧૦-૧૫ લોકો હજુ પણ અંદર ફસાયેલા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, લગભગ ૨૦૦ ફુટથી ક્રેન નીચે પડી હતી. જે બાદ ચારેતરફ રાડારાડ થઈ ગઈ હતી. દુર્ઘટનાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. ણ સૂત્રોનું કહેવું છે કે, ઓવરલોડ હોવાના કારણે આ દુર્ઘટના થઈ છે. NDRF ની બે ટીમો રાહત અને બચાવ કામમાં લાગેલી છે. પોલીસના…

Read More

વરસાદ બાદ રાજ્યના રસ્તાઓમાં સારા રસ્તા શોધવા એક પડકાર સમાન લાગી રહ્યું છે. સુરત શહેરમાં પણ રસ્તાની હાલત બિસ્માર છે. મોટાભાગના રસ્તાનું ધોવાણ થઈ ગયું છે. તો અનેક રસ્તાઓ પર મસમોટા ખાડા જ જાેવા મળી રહ્યા છે. કાપોદ્રા, વરાછા, કતારગામ અને સેન્ટ્રલ ઝોનમાં સૌથી વધુ રસ્તાની હાલત ખરાબ છે. છેલ્લા ૩ મહિનામાં સુરત મનપાએ ૮૫ કરોડનો ખર્ચ કર્યો છે.. ખરાબ રોડની ઓનલાઈન ફરિયાદો પણ મળી રહી છે.. જાે કે, ખાડા પુરવા માટે માટી અને પથ્થર નાખી દેતા લોકોની સમસ્યાનો ઉકેલ લાવવાને બદલે, વધુ પરેશાની સર્જાઈ રહી છે. રોડ પર પથ્થર જેમતેમ પાથરી દેતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે.

Read More

રાજકોટમાંથી બંટી-બબલી પકડાયા છે. બંનેએ મળી અપહરણ અને લૂંટનું તરકટ રચ્યું હતું. વાત એમ છે કે, હાર્દિક ટાંક નામના યુવકને તેનો શેઠ સોનાના ૨ બિસ્કિટ લેવા સોની બજારમાં મોકલે છે. હાર્દિક આ વાતની જાણ તેની ફ્રેન્ડ કોમલ ગોસાઈ અને હસનૈનને કરે છે. ત્રણેય મળી પહેલા તો હાર્દિકના અપહરણનું તરકટ રચે છે. બાદમાં ૧૨ લાખ, ૬૫ હજારની લૂંટ થઈ હોવાનું નાટક કરે છે. જાે કે, પોલીસ તપાસમાં ભાંડો ફૂટી જતાં કોમલ અને હસનૈનની ધરપકડ કરાઈ છે. મુખ્ય આરોપી હાર્દિકની પોલીસે શોધખોળ શરૂ કરી છે.શહેરના યુનિવર્સિટી રોડ ઉપર ટૂર એન્ડ ટ્રાવેલર્સની કંપની સાથે ગોલ્ડ સ્કીમનો વેપાર કરતા પ્રતિકભાઇ ચંદ્રકાંતભાઈ ભીમજીયાણીએ ફરિયાદ નોંધાવી…

Read More

અમદાવાદ શહેરમાં અવારનવાર નાની-મોટી ચોરીની ઘટનાઓ બનતી રહે છે. મોટેભાગ ચોરો ગેંગમાં જ ત્રાટકતા હોય છે અને ચોરીની ઘટનાને અંજામ આપતા હોય છે. ત્યારે ગ્રામ્ય પોલીસે ચોરી કરતી એવી ગેંગ ઝડપી છે જેની મોડસ ઓપરેન્ડી જાણીને તમે પણ ચોંકી જશો. અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ ૨૦ લાખથી વધુના સોનાના દાગીના સાથે પુનિયા ગેંગના ત્રણ સાગરીતોની ધરપકડ કરી છે. આરોપી ચોરી કરેલો મુદ્દામાલ બેન્ક લોકરમાં અને પરિવારજનોના ઘરે છુપાવીને રાખતો હતો. જેને કારણે આરોપી લાંબા સમય સુધી ધરપકડથી બચી શકે. અમદાવાદ ગ્રામ્ય એલસીબીની કસ્ટડીમાં આવેલા આરોપીઓ પૂનમભાઈ ઉર્ફે પુનો પગી, અલ્પેશ કોળી અને અશોક કોળી છે. આ તમામ આરોપીઓ અમદાવાદ ગ્રામ્યના કોઢ, નળ…

Read More

ગુજરાતને ઝટકો લાગે એવા સમાચાર આવ્યા છે. સરકારે ૧૦ વર્ષ બાદ ભાડામાં વધારો કરતાં મુસાફરોના ખિસ્સાં ખાલી થાય તેવી પૂરી સંભાવના છે. સરકાર બચાવ કરી રહી છે કે વર્ષ ૨૦૧૪ બાદ આજ દિન સુધી વિવિધ કારણોસર નિગમનું આર્થિક ભારણ ખુબ જ વધ્યું છે. જેને પગલે ગુજરાતમાં પણ બસની ટિકિટના ભાવમાં વધારો કરાયો છે. સરકારે નવા દરો પણ જાહેર કર્યા છે. આગામી દિવસોમાં બસમાં મુસાફરી કરો તો વધારે ટિકિટના પૈસા ચૂકવવાની તૈયારી રાખજાે. નિગમની લોકલ બસોમાં ૮૫ ટકા મુસાફરો એટલે રોજના ૧૦ લાખ લોકો ૪૮ કિલોમીટર સુધીની મુસાફરી કરે છે જેઓને રૂપિયા ૧થી ૬ રૂપિયા સુધીનો વધારો ચૂકવવો પડશે.ગુજરાત રાજ્ય માર્ગ…

Read More

સુરતના સચિન સ્થિત ક્પલેઠા વિસ્તારમાં રહેતા એક પરિવારની બે વર્ષીય બાળકીને તેના પિતાનો મિત્ર આરોપી ઈસ્માઈલ ઉર્ફે યુસુફ સલીમ હજાદ બાળકીને રમાડવા આવ્યો હતો અને બાળકીને પોતાની સાથે લઇ ગયો હતો. બાળકી મોડે સુધી ઘરે પરત નહી આવતા પરિવારે બાળકીની શોધખોળ હાથ ધરી હતી અને બનાવની જાણ પોલીસને કરી હતી. બનાવની ગંભીરતા જાેઈ પોલીસ તપાસમાં જાેડાઈ હતી દરમ્યાન બાળકીની લાશ બંધ મકાનના કમ્પાઉન્ડમાંથી મળી આવી હતી. આ ઘટનામાં આરોપી ભાગવામાં સફળ રહે તે પહેલા જ પોલીસે ઝડપી પાડયો હતો. આરોપીએ બાળકી પર દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાખી હતી. બે વર્ષની બાળકી સાથે નરાઘમે પેટના ભાગે બચકા ભર્યા હતા. ત્યારે…

Read More