ચંદ્રયાન-૩ સફળતાપૂર્વક પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી બહાર નીકળી ગયું છે અને હવે ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે. ઈસરોએ જણાવ્યું કે મંગળવારે ચંદ્રયાન-૩ને ટ્રાન્સલુનર ઓર્બિટમાં મૂકવામાં આવ્યું હતું. ચંદ્રયાનનું આગામી સ્ટોપ હવે ચંદ્ર છે. ચંદ્રયાન-૩ સફળતાપૂર્વક પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી બહાર નીકળી ગયું છે અને હવે તેનું આગલું સ્ટોપ ચંદ્ર છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનએ જણાવ્યું કે ચંદ્રયાન-૩ને મંગળવારે ટ્રાન્સલુનર ઓર્બિટમાં મૂકવામાં આવ્યું હતું.
નેશનલ સ્પેસ એજન્સીએ કહ્યું કે ‘ચંદ્રયાન-૩એ પૃથ્વીની આસપાસ તેની ભ્રમણકક્ષા પૂર્ણ કરી લીધી છે અને તે ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે.’ ઈસરોએ જણાવ્યું કે ISRO ટેલિમેટ્રી, ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક- ISTRAC સફળ પેરીજી-ફાયરિંગ કરવામાં આવ્યું છે. ઈસરોએ ચંદ્રયાન-૩ને ટ્રાન્સલ્યુનર ઓર્બિટમાં મૂક્યું છે. ચંદ્રયાનનું આગામી સ્ટોપ હવે ચંદ્ર છે. ઈસરોએ કહ્યું કે ચંદ્રયાન-૩ ચંદ્ર પર પહોંચતાની સાથે જ તેને ૫ ઓગસ્ટે ચંદ્રની ભ્રમણકક્ષામાં મૂકવાની યોજના છે. મંગળવારના ટ્રાન્સ-લુનર ઈન્જેક્શન પછી, ચંદ્રયાન-૩ પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી બહાર નીકળી ગયું છે અને હવે એવા માર્ગ પર આગળ વધી રહ્યું છે જે તેને ચંદ્રની નજીક લઈ જશે. ISRO ૨૩ ઓગસ્ટે ચંદ્રની સપાટી પર લેન્ડરને સોફ્ટ લેન્ડ કરવાનો પ્રયાસ કરશે.
અગાઉ, ૧૪ જુલાઈએ ચંદ્રયાન-૩ મિશનના પ્રક્ષેપણ પછી, તેની ભ્રમણકક્ષા સતત પાંચ ગણી વધારવામાં આવી હતી.LVM-M4 રોકેટ દ્વારા ચંદ્ર પરના ભારતના ત્રીજા મિશન ચંદ્રયાન-૩ના સફળ પ્રક્ષેપણે માનવોને અવકાશમાં લઈ જવાના દેશના પ્રથમ કાર્યક્રમને મોટો વેગ આપ્યો છે. આ રોકેટનો ઉપયોગ મહત્વકાંક્ષી ગગનયાન મિશન માટે કરવામાં આવશે.ISRO તેના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગગનયાનના સફળ પ્રક્ષેપણ માટે જાેરશોરથી કામ કરી રહ્યું છે. આ અભિયાન હેઠળ ૩ લોકોને ૩ દિવસ સુધી પૃથ્વીની ૪૦૦ કિલોમીટરની ભ્રમણકક્ષામાં લઈ જવામાં આવશે અને ત્યારબાદ તેમને સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા લાવવામાં આવશે. સતીશ ધવન સ્પેસ સેન્ટરના વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, ૧૪ જુલાઈએ ચંદ્રયાન-૩ને લઈ જનાર ૪૪.૩ મીટર લાંબુ LVM-3 રોકેટ ‘માનવીઓને સુરક્ષિત રીતે અંતરિક્ષમાં લઈ જવામાં’ સક્ષમ રોકેટ હશે.