Facebook Twitter Instagram
    Shu Khabar
    Facebook Twitter Instagram
    Shu Khabar
    Home»India»હિમ્મત તો જુઓ આની મગરના મોંમાં જઈને દરરોજ પેટ ભરીને ભોજન કરી આવે છે પ્લોવર પક્ષી
    India

    હિમ્મત તો જુઓ આની મગરના મોંમાં જઈને દરરોજ પેટ ભરીને ભોજન કરી આવે છે પ્લોવર પક્ષી

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 1, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    આપણે બધા જાણીએ છીએ કે મગર કેટલો ખતરનાક હોય છે. અમુક જાનવર જ છે જે તેની નજીક જવાની હિમ્મત રાખે છે. ભૂલથી પણ જાે કોઈ તેના જડબામાં આવી જાય તો મોત જ સમજાે. નાના મોટા જાનવરો તો છોડો, જંગલના રાજા સિંહ પણ તેની નજીક જતાં ડરે છે. એક રિપોર્ટ અનુસાર, ભારતમાં ચંબલ નદીમાં સૌથી વધારે મગર જાેવા મળે છે. ત્યાર બાદ બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લામાં વહેતી ગંડક નદીમાં મગરનું સૌથી મોટું ઘર છે. શું આપને ખબર છે કે, આ ધરતી પર એક એવું પણ જીવ છે,

    જે મગરના મોંમા ઘુસીને દાંતમાં ફસાયેલ માંસના ટુકડાને ખાય છે અને ફરી સહી સલામત જીવતું બહાર આવી જાય છે. પશ્ચિમ ચંપારણના વીટીઆરમાં રહેલ મગરના જાણકારોનું કહેવું છે કે, પ્લોવર એક એવું પક્ષી છે, જેનો આહાર મગરના મોમાં રહે છે. હકીકતમાં મગર જ્યારે કોઈ શિકારનો આહાર બનાવે છે, ત્યારે તેના દાંતની વચ્ચે માંસના ટુકડા ફસાઈ જાય છે. જેના બહાર કાઢવા મગર માટે અઘરુ કામ હોય છે. ત્યારે આવા સમયે પ્લોવર નામનું આ પક્ષી માંસના ટુકડા ખાવા આવી જાય છે. પ્લોવર ખૂબ જ સરળતાથી મગરના મોંની અંદર જાય છે અને માંસના ટુકડાને ખાઈને આરામથી બહાર નીકળી આવે છે.

    ખાસ વાત એ છે કે, તેનાથી મગરને કોઈ નુકસાન પણ નથી થતું. વીટીઆરના અધિકારીઓના જણાવ્યા અનુસાર, મગર જ્યારે પોતાના શિકારનું માંસ ખાય છે, તો માંસના ટુકડા તેના દાંતમાં ફસાય જાય છે. ત્યારે આવા સમયે તે પોતાનું મો ખોલીને આરામથી પડ્યો રહે છે. આ ટુકડા પ્લોવર પક્ષીનો આહાર હોય છે. એટલા માટે પ્લોવર તેના મોંમાં ઘુસીને દાંતમાં ફસાયેલા માંસના ટુકડા ખાય લે છે. આ પ્રક્રિયામાં જ્યાં પ્લોવરને ખાવાનું મળી જાય છે, તો વળી મગરના દાંત સાફ થઈ જાય છે. આ જ કારણ છે કે, પ્લોવર પક્ષીને મગરનું ડેન્ટિસ્ટ પણ કહેવાય છે. વીટીઆરના અધિકારીઓના જણાવ્યા અનુસાર મગર અને પ્લોવર એકબીજા પર ર્નિભર રહે છે. જ્યાં એક તરફ મગરના દાંતની સફાઈ થઈ જાય છે તો વળી બીજી તરફ પ્લોવરને પોતાનો આહાર મળી જાય છે. ખાસ વાત એ છે કે, આ પ્રક્રિયા સદીઓથી ચાલતી આવે છે. જ્યાં એક શિકારીના મોમાં શિકારનો છુપાયેલ રહે છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    મોટા નુકસાનથી બચવા ફક્ત પાંચ જ દિવસ બચ્યા છે હાથમાં

    September 26, 2023

    આઈએસઆઈ સાથે બહાર આવ્યું કનેક્શન કેનેડાનાં ખાલિસ્તાન સમર્થકો દ્વારા પંજાબમાં ડ્રગ્સથી કમાણી

    September 26, 2023

    દીવ જતા પ્રવાસીઓ માટે મોટા સમાચાર સંઘ પ્રદેશ દીવમાં ૧૫ જેટલા દારુના બાર બંધ કરવામાં આવ્યા

    September 26, 2023

    Leave A Reply Cancel Reply

    Facebook Twitter Instagram Pinterest
    © 2023 ThemeSphere. Designed by ThemeSphere.

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Go to mobile version