નવસારી જિલ્લામાં ફરીથી લમ્પી વાયરસના કેસો નોંધાયા છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં ૨૫ જેટલી ગાયોમાં લમ્પી વાયરસની અસર જાેવા મળી છે. ફરી આ રોગે માથું ઊચકતા પશુપાલન સાથે સંકળાયેલા લોકોમાં ચિંતા વધી છે. જિલ્લામાં લમ્પી વાયરસનો ચેપ વધતા દુધાળા પશુઓને લઈને ચિંતામાં વધારો થયો છે. લમ્પી વાઇરસની અસર દેખાતા એવા પશુઓને હાલ તબેલાથી દૂર રખાયા છે. પશુ પાલન વિભાગે પણ આ બાબતે તમામ સાવચેતીના પગલાં અંગે કામગીર શરૂ કરવામાં આવી છે. લમ્પી વાઈરસ જે આ બીમારી પશુઓની ચામડી પર વાયરસને કારણે થાય છે અને આ વાયરસ એક ખાસ પ્રકારની માખી, મચ્છર કે જીવાણુ વડે એક પશુથી બીજા પશુમાં પ્રસરે છે.…
Author: Shukhabar Desk
રાજકોટમાં આતંકી પ્રવૃત્તી સાથે સંકળાયેલા ત્રણ શખ્શોની ગુજરાત છ્જી ધરપકડ કરી છે. આ ત્રણેય શખ્શો રાજકોટ સોની બજારમાં કામ કરતા હતા. હવે સોની બજાર પર સવાલો ઉઠવા લાગ્યા છે. બંગાળી કારીગરોથી સોની બજાર અસુરક્ષીત હોવાના સવાલ થવા લાગ્યા છે. સોની બજારમાં કામ કરતા કારીગરોનુ કોઈ જ રજીસ્ટ્રેશન ફરજીયાત નહી હોવાને લઈ અસુરક્ષીતતા સર્જાઈ છે. ઘટના બાદ હવે બંગાળી કારીગરોના રજીસ્ટ્રેશનની માંગ થવા લાગી છે. પ્રતિ વર્ષ કરોડો રુપિયાનુ સોનુ પણ બંગાળી કારીગરો ઉચાપત કરીને લઈ જતા હોય છે, જેનુ નુક્શાન સ્થાનિક વેપારીઓ વેઠવુ પડી રહ્યુ છે. સોની બજારમાં ૬૦ થી ૭૦ ટકા કારીગરો બંગાળી છે, મોટા ભાગના કારીગરોનુ કોઈ જ…
શહેરમાં અકસ્માતોનું પ્રમાણ ઘટે તથા ટ્રાફિક નિયમન જળવાય તેવા આશયથી સુરત શહેર રોડ સેફટી કાઉન્સિલની બેઠક પોલીસ કમિશનર અજયકુમાર તોમરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.બેઠકમાં પોલીસ કમિશનરએ સમગ્ર મહાનગરપાલિકા વિસ્તારમાં નવા ટ્રાફિક સિગ્નલો સત્વરે લગાડવા તેમજ ચાલુ સિગ્નલોની મરામત કરવાની તાકીદ કરી હતી. આ ઉપરાંત બી.આર.ટી.એસ. કોરિડોરમાં ભયજનક રીતે વાહન ચલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત તેમણે મહાનગરપાલિકાના અધિકારીઓને જણાવ્યું હતું કે, કોઈ પણ સમયે પોલીસ બંદોબસ્ત જરૂર પડે ત્યારે ડી.સી.પી. મારફતે પો.કમિશનર કચેરીને અરજી કરવાથી સત્વરે બંદોબસ્ત મળી જશે. ખાસ કરીને સાંજના સમયે બ્રેથ એનેલાઈઝરનો ઉપયોગ કરીને વાહન…
શ્રાવણ માસમાં પરંપરાગત મેળાનુ આયોજન મોટાભાગના શહેરોમાં થાય છે. જામનગરમાં આ વખતે શ્રાવણી મેળાનુ બે સ્થળે આયોજન કરવામાં આવ્યુ છે. સાથે મેળો આ વર્ષે ૩ સપ્તાહ માટે કરવાનુ આયોજન મહાનગરપાલિકાએ કર્યુ છે. અગાઉ જે બે સપ્તાહ સુધીના મેળા યોજાતા, પરંતુ આ વર્ષે તેની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે મહાનગર પાલિકાની તિજાેરીને ૩ કરોડ ૫ લાખની આવક મળશે. જામનગર શહેરમા આગામી તારીખ ૨૧ ઓગષ્ટથી ૧૪ સપ્ટેમ્બર સુધી મેળાનુ આયોજન કરવામાં આવ્યુ છેે. શહેરમાં પ્રદર્શન મૈદાન અને રંગમતિ નદીના પટ પાસે બે સ્થળોએ મેળાનુ આયોજન કરવામાં આવ્યુ છે. પ્રદર્શનના મૈદાનમાં કુલ ૫૮ સ્ટોલ કરવામાં આવશે. કુલ ૫૮ સ્ટોલ માટે કુલ…
અમદાવાદના સોલા પોલીસે એક નકલી NIA અધિકારીને ઝડપીને જેલના હવાલે કર્યો છે. ૩૧ વર્ષીય ગુંજન કાતીયા નામનો શખ્શ અમરેલી જિલ્લાનો વતની છે અને તે લાંબા સમયથી ગાંધીનગરમાં રહે છે. આ દરમિયાન તે માણસામાં વિઝા કન્સલ્ટીંગનુ કામકાજ કરતો હતો. પરંતુ તેણે પ્રેમિકા સાથે લગ્ન કરતી વેળા પોતે NIA માં અંડર કવર અધિકારી હોવાનુ કહ્યુ હતુ. તેણે પ્રેમિકા સાથે વર્ષ ૨૦૧૮માં લગ્ન કર્યા હતા. જાેકે પત્નિએ પોતાના NIA એ અધિકારીને ઓફીસ જાેવી હતી અને આ માટે તેણે જીદ પકડી હતી.આથી પત્નિની જીદને વશ ની ઓફીસે પહોંચ્યો હતો. જ્યાં તેણે NIA માં ભરતી કેવી રીતે થાય એ અંગેની ચર્ચા કરતો હતો. આથી સ્થાનિક…
દેશમાં સતત વધતી મોંઘવારીથી જનતા ત્રસ્ત છે. જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. આ વચ્ચે હવે અદાણીના CNGના ભાવમાં ફરી વધારો કરાયો છે. અદાણી CNGના ભાવમાં ૧૫ પૈસાનો વધારો થયો છે. મહત્વનું છે કે, ૨ મહિનામાં CNGના ભાવમાં આ છઠ્ઠી વખત વધારો ઝીંકવામાં આવ્યો છે. CNGમાં બે માસમાં છઠ્ઠી વખત ભાવ વધારો કરાયો છે. આ ભાવ વધારાને કારણે CNG ૭૫.૯૯ રૂપિયા પર પહોંચી ગયો છે. હવે વાહનચાલકોએ અદાણીના CNG માટે ૭૫.૯૯ રૂપિયા પ્રતિ કિલો ચૂકવવા પડશે. આ વધેલા ભાવ આજથી અમલી થઈ ચૂક્યા છે. અદાણીના CNGમાં ૧૫ પૈસાના વધારો થતાં નાગરિકોના ખિસ્સા પર અસર થશે. અદાણી CNGના આ…
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માત બાદ ટ્રાફિક પોલીસ દ્વારા સક્રિય કામગીરી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ટ્રાફિક નિયમો તોડનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ૨૨ જુલાઈથી ૦૨ ઓગસ્ટ સુધીના કેસના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. અમદાવાદમાં ટ્રાફિક નિયમના ભંગ બદલ ટ્રાફિક વિભાગે ૧૧ દિવસમાં ૧૩૭૯ કેસ નોંધ્યા છે. ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ અમદાવાદમાં હાથ ધરવામાં આવેલી ટ્રાફિક ડ્રાઈવ અંતર્ગત ટ્રાફિક પોલીસ દ્વારા કુલ ૧૩૭૯ કેસ નોંધવામાં આવ્યા છે. જેમાંથી ઓવર સ્પિડના ૬૯૫ કેસ, નંબર પ્લેટ વગર વાહન ચલાવવાના ૬૭૩ કેસ, રેસિંગના ૩૬૮ કેસ નોંધાયા છે. અહીં સૌથી નોંધનીય બાબત તો એ છે કે ગુજરાતમાં એક…
સુરતમાં ગેસ ગળતરની મોટી દુર્ઘટના સામે આવતા હડકંપ મચી ગયો છે. સુરતના માંગરોળમા આવેલ નીલમ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારની આ શ્વાસ અધ્ધર કરી દે તેવી ઘટના છે. જ્યા મોટા બોરસરા ગામે ફેકટરીમાં કામદારો કામ કરી રહ્યા હતા. આ વેળાએ ગેસ ગળતર થતા ચાર કામદારોને ઝેરી અસર થવા પામી હતી. જેને લઈને ઉહાપોહ મચી ગયો હતો. કામદારોએ કેમિકલવાળા ડ્રમ ખોલતા જ ચાર કામદારોને ઝેરી અસરને લઈને શ્વાસ રૂંધાયો હતો. જેમાં ચારેયના મોત નિપજતા અરેરાટી મચી ગઇ હતી. બીજી બાજુ આ ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયો હતો. જ્યા હાલ તમામના મૃતદેહને પીએમ અર્થે કીમની સાધના હોસ્પિટલમાં લવાયા હતા. મૃતકના…
હરિયાણાના નૂંહમાં થયેલી હિંસા અંગે મોનુ માનેસરનું પહેલું નિવેદન સામે આવ્યું છે. મોનુ માનેસરે મીડિયાને જણાવ્યું કે, હું ગઈકાલે નૂહ ગયો નહોતો. નૂંહમાં થયેલી હિંસા સાથે મારે કોઈ લેવાદેવા નથી. ઉલ્લેખનિય છે કે, નૂંહમાં શરૂ થયેલી હિંસા બાદ સોહના અને ગુરુગ્રામમાં પણ હિંસા ફેલાઈ ગઈ છે. ગુરુગ્રામમાં ટોળાએ એક મસ્જિદને આગ ચાંપી દીધી હતી. હિંસામાં અત્યાર સુધીમાં ૫ લોકોના મોત થયા છે. બજરંગ દળના સભ્ય મોનુ માનેસર હરિયાણામાં ખાસ કરીને મેવાત પ્રદેશમાં ગાય સંરક્ષણનો મુખ્ય ચહેરો ગણવામાં આવે છે. તે ગાય-તસ્કરી રોકવા માટે તેના કેટલાક સહયોગીઓ સાથે મળીને કામ કરવાનો દાવો કરે છે. મોનુ માનેસર ભૂતકાળમાં ગાયની તસ્કરી વિરોધી ઝુંબેશને…
સંસદના ચોમાસા સત્રમાં મણીપુર મુદે સરકારને ઘેરવા વિપક્ષ પૂરેપૂરું જાેર લગાડી રહી છે. વિપક્ષ દ્વારા સરકાર સામે લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ૮ ઓગસ્ટથી ૧૦ ઓગસ્ટ સુધી ચર્ચા કરવામાં આવશે. વડાપ્રધાન મોદી ૧૦ ઓગસ્ટે અવિશ્વાસ પ્રસ્તાવનો જવાબ આપશે. વિપક્ષ સંસદમાં મણિપુર મુદ્દા પર ચર્ચા અને વડાપ્રધાનના નિવેદનની માંગ કરી રહ્યો છે. આ માટે વિપક્ષે અવિશ્વાસની દરખાસ્ત લાવવાનો ર્નિણય કર્યો હતો જેથી સરકારના પ્રમુખ તરીકે વડાપ્રધાન અવિશ્વાસ પ્રસ્તાવ પર સંસદમાં જવાબ આપે. સરકાર પાસે બહુમતી છે તેથી અવિશ્વાસ પ્રસ્તાવથી સરકારને કોઈ મુશ્કેલી નહીં પડે. ૨૬ જુલાઈએ જ કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈ તરફથી લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ માટે નોટિસ દાખલ કરવામાં આવી હતી.…