Author: Shukhabar Desk

મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરમાં સતત વકરતી જતી ટ્રાફિક જામની સમસ્યાના નિરાકરણ માટે વિવિધ પ્રકારના ઉપાયો અજમાવવામાં આવી રહ્યા છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આ સમસ્યા વધુ વિકટ બનતી જાય છે, જેના કારણે તાજેતરમાં મ્યુનિ. કમિશનર એમ. થેન્નારસને ખાસ પાંચ વીઆઇપી રોડ માટે વિશેષ અભિયાન હાથ ધરવાની તાકીદ સંબંધિત અધિકારીઓને કરી છે. આ પાંચ વીઆઇપી રોડ પરના ટ્રાફિકને નડતરરૂપ દબાણ કે વાહનને દૂર કરી લોકોને સરળતા કરી આપવાના ઉદ્દેશથી તમામ રોડ દીઠ અમલીકરણ અધિકારી અને સુપરવિઝન અધિકારીની નિમણૂક કરાઈ છે. દરમિયાન, માત્ર ઉત્તર પશ્ચિમ ઝોનના કુલ ત્રણ રોડની કામગીરીની વિગત તપાસતાં અત્યાર સુધી મ્યુનિસિપલ તિજાેરીમાં રૂ. સવા ત્રણ લાખ દંડ પેટે…

Read More

કડીની પૂજા હોસ્પિટલનાં ત્રણ સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યા છે. જિલ્લા આરોગ્ય અધિકારીએ કરેલા સ્ટિંગ ઓપરેશનમાં હોસ્પિટલ દ્વારા કરાતાં સોનોગ્રાફીમાં ક્ષતિઓ જણાતા મશીનો એફએસ એલમાં મોકલવામાં આવ્યા છે. જિલ્લાની અંદર ગર્ભ પરીક્ષણ રોકવા માટે જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા મહેસાણા જિલ્લાની વિવિધ હોસ્પિટલો સ્ટિંગ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. ડમી દર્દીઓ મોકલી વિવિધ હોસ્પિટલની અંદર સોનોગ્રાફી અને ગર્ભ પરીક્ષણ થાય છે કે નહીં તે મુદ્દે તપાસ કરી હતી. જાેકે આ તપાસમાં કેટલીક હોસ્પિટલોમાં ક્ષતિઓ જાેવા મળી હતી. જેને પગલે કડીની પૂજા હોસ્પિટલ માંથી ત્રણ જેટલા સોનોગ્રાફી મશીન સીલ કરી તેને તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. ગ્રાફી મશીન સીલ કરવા…

Read More

મોટા વરાછા વિસ્તારમાં રહેતા ખેડુતને મીસકોલ કરનાર મહિલા સાથે ફેન્ડશીપ કરવાનું ભારે પડ્યું છે. બનાસકાંઠા જીલ્લાની મહિલાએ ખેડુતને ફોન ઉપર મીઠીમીઠી પ્રેમભરી વાતો કરી લલચાવી વિશ્વાસમાં લીધા બાદ પરિવાર સાથે તેમની આબુમાં આવેલ હોટલનો લોચો દુર કરવા, રાજસ્થાનના જાેધપુરમાં આવેલ હવેલી રિનોવેશન કરવા તેમજ માતા-પિતા તેમજ પોતાની સારવાર કરવા સહિતના કોઈના કોઈ બહાને કુલ રૂપિયા ૨.૪૫ કરોડ પડાવી છેતરપિંડી કરી હતી. ઉત્રાણ પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મોટા વરાછા બ્રાહ્મણ ફળિયુ ખાતે રહેતા ખેડુત મુકેશ દિનેશભાઈ દેસાઈએ ગતરોજ બનાસકાંઠાના વડગામના મેઘાળના ચેતના ઉર્ફે પુજા ઉર્ફે મધુ વાઘજી વિહોળ,ઉફે જગદીશ દેસાઈ, વાઘજી ઉર્ફે જગદીશ દેસાઈ, રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજુ વાવાઝા વિહોળ, ભુપતસિંહ વાધ,…

Read More

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા કરાયેલા વનમહોત્સવના આયોજન અનુસંધાને ગીર સોમનાથ ખાતે પણ ૭૪મો જિલ્લાકક્ષાનો વન મહોત્સવ ઉજવાયો હતો. મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું. વૃક્ષારોપણ, ઓક્સીજનરથનું પણ પ્રસ્થાન કરાવાયું હતું. સામાજીક વનીકરણ ક્ષેત્રે સક્રિય લોકભાગીદારી વધારવા રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ કાર્યક્રમો યોજાય રહ્યા છે. ગીર ગઢડા ખાતે ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયાના અધ્યક્ષસ્થાને ૭૪મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં તમામ મહાનુભાવોનું તુલસીના રોપાથી ઉષ્માભર્યુ સ્વાગત કરાયું હતું. જ્યારે પોતાના ઉદ્‌બોધનમાં દંડક એ જણાવ્યું હતું કે, મનુષ્યને જન્મથી લઈ મૃત્યુ સુધી વૃક્ષની જરૂર પડતી હોય છે. કોરોનાકાળમાં વૃક્ષ દ્વારા તમામને ઓક્સિજનની મહત્તા સમજાઈ છે. વન મહોત્સવ…

Read More

અંકલેશ્વર સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે.ATSએ ઝડપેલા બે આતંકીને આજીવન કેદની સજા ફ્ત્કરવામાં આવી છે. દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં આતંકી જાેડાયેલ હતા. સરદાર પટેલ હોસ્પિટલમાં તબીબ તરીકે આરોપી નોકરી કરતો હતો. બન્ને આરોપીઓનું ૈંજીૈંજી સાથે કનેક્શન પણ હતું. વર્ષ ૨૦૧૪માં અમદાવાદમાં આતંકી પ્રવૃત્તિને અંજામ આપવા અને આતંકી નેટવર્ક મજબૂત બનાવાની ગતિવિધિમાં સક્રિય આતંકીઓને સજા આપવામાં આવી છે. મોહમદ કાસીમ અને ઉબેડ મિરઝામ આંતકવાદી પ્રવુતિઓ સાથે જાેડાઈ સોશિયલ મીડિયા મારફતે અને અન્ય રીતે લોકોને આંતકવાદી પ્રવૃતિઓમા જાેડતા હોવાની માહિતી મળી હતી જેને લઈ તે બંનેના નંબરો સર્વેલન્સમાં મૂકવામાં આવ્યા હતા જે બાદ સમગ્ર ઘટના સામે આવી હતી. માહિતી સાચી હોવાને લઈ…

Read More

પોલીસ કર્મચારીઓને જ્યારે એક્શન મોડ પર આવી જવાના આદેશ ઉચ્ચ અધિકારીઓ દ્વારા મળતા હોય છે ત્યારે શહેરમાં કોઇની તાકાત નથી કે શહેરમાં દારૂ, જુગારના અડ્ડાઓ ધમધમાવી શકે. થોડા દિવસ પહેલાં શહેરના પોલીસ કમિશનર તરીકે જી.એસ. મલિકે ચાર્જ સંભાળતાંની સાથે જ આદેશ કર્યો છે કે અમદાવાદમાં દારૂ મળવો જ ના જાેઇએ. કમિશનરનો આદેશ મળતાંની સાથે જ પોલીસ એક્શન મોડ પર આવી ગઇ છે અને સિંઘમ બનીને દારૂ, જુગારના અડ્ડા પર ત્રાટકી રહી છે. શહેરમાં પહેલી વખત એવા પોલીસ કમિશનર આવ્યા છે કે જેમણે ગુનાખોરીના મૂળ પર ઘા કર્યો અને ગમે તેવા ચમરબંધીઓને છોડી નહીં દેવાય તેવો ર્નિણય લીધો છે. તથ્ય પટેલે…

Read More

અમદાવાદ શહેરમાં શટલ રિક્ષામાં બેસતાં પહેલાં દસ વખત વિચાર કરજાે કારણ કે પેસેન્જરોના સ્વાંગમાં લૂંટારુ ટોળકી પણ હોઇ શકે છે. જે તમારી નજર ચૂકવીને ચોરીની ઘટનાને અંજામ આપે છે. શહેરના સુભાષબ્રિજ સર્કલ પાસે ગઇ કાલે એક વૃદ્ધાના ગળામાંથી પેસેન્જરના સ્વાંગમાં બેઠેલી બે મહિલાએ દોઢ તોલાની ચેઇન કાઢી લીધી હોવાની ઘટના સામે આવી છે. પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. સુભાષબ્રિજ નજીક આવેલી કાર્યશિલ્પ રેસિડેન્સીમાં રહેતાં ૭૨ વર્ષનાં વૃદ્ધ શારદાબહેન કાસ્વાકરે રાણીપ પોલીસ સ્ટેશનમાં બે અજાણી મહિલા અને રિક્ષા ચાલક વિરુદ્ધ સોનાની ચેઇન ચોર્યાની ફરિયાદ કરી છે. શારદાબહેન તેમના પતિ અને બાળકો સાથે રહે છે…

Read More

અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર સર્જાયેલ અકસ્માત બાદ રાજ્યમાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે અને જુદા જુદા શહેરોમાં ટ્રાંફિક દ્વારા શરૂ કરાઈ છે. આવી સ્થિતિ વચ્ચે પોલીસે ટૂંકાગાળામાં નિયમભંગ બદલ ૧૫ હજારથી વધુ કેસ પણ કર્યા છે. છતાં પણ અમુક વાલીઓ સુધરવાનું નામ લેતા નથી. સગીરોને આડેધડ વાહન ચલાવવા આપી દેતા હોય છે. ત્યારે સુરતમાંથી વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં બાઈક પર ૩ સગીર જાેખમી રિતે સવારી કરી રહ્યા છે. જે વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. રાજ્યમાં અકસ્માતની વણઝાર વચ્ચે સુરતમાં એક બાઈક પર ત્રણ સગીરનો વીડિયો સામે આવ્યો છે. વાયરલ વીડિયોમાં સગીર પૂરઝડપે બાઈક…

Read More

મણિપુરમાં એકવાર ફરીથી હિંસા ભભૂકી ઉઠી છે. બિષ્ણુપુર જિલ્લામાં શુક્રવારે રાતે મૈતેઈ સમુદાયના ૩ લોકોની હત્યા કરી નાખવામાં આવી છે. આ ઉપરાંત ઉપદ્રવીઓએ અનેક ઘરોમાં પણ આગચંપી કરી. બિષ્ણુપુર પોલીસે જણાવ્યું કે મૈતેઈ સમુદાયના ૩ લોકોની હત્યા કરવામાં આવી. આ ઉપરાંત કુકી સમુદાયના લોકોના ઘરમાં આગ લગાડવામાં આવી. પોલીસ સુત્રોનું કહેવું છે કે કેટલાક લોકો બફર ઝોનને પાર કરીને મૈતેઈ વિસ્તારમાં આવ્યા અને તેમણે મૈતેઈ વિસ્તારમાં ફાયરિંગ કર્યું. બિષ્ણુપુર જિલ્લાના ક્વાક્ટા વિસ્તારથી બે કિમી આગળ સુધી કેન્દ્રીય દળોએ બફર ઝોન બનાવ્યા છે. આ અગાઉ ગુરુવારે સાંજે બિષ્ણુપુરમાં અનેક જગ્યાઓ પર ફાયરિંગ બાદ સ્થિતિ તણાવપૂર્ણ બની હતી. અનિયંત્રિત ભીડની સુરક્ષાદળો સાથે…

Read More

અમદાવાદ શહેરના સરદારનગરમાં કામ કરતા કામદારના પીએફ એકાઉન્ટ સાથે છેડછાડ કરીને બિહારના શખ્સે ઓનલાઇન ક્લેમ કરીને રૂ. ૧.૦૩ લાખની ઠગાઇ આચરી છે. જેમાં શખ્સે કામદારના પીએફ એકાઉન્ટમાં ત્રણ વખત સ્થાળાંતરણની અરજી પણ કરી હતી. જ્યારે ભવિષ્યનિધિ સંગઠનના ક્ષેત્રીય કાર્યાલયમાં ઓડિટ કરવામાં આવ્યુ ત્યારે સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. આ અંગે એન્ફોર્સમેન્ટ અધિકારીએ બિહારના શખ્સ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. થલતેજમાં રહેતા સંઘાબેન પિલ્લઇ નરોડા રોડ પર આવેલ કર્મચારી ભવિષ્યનિધિ સંગઠનના ક્ષેત્રીય કાર્યાલયમાં એન્ફોર્સમેન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. ગત ૨૬ એપ્રિલે તેમના કાર્યાલયમાં ઓડિટ કરવામાં આવ્યુ હતુ. ત્યારે ધ્યાને આવ્યુ હતુ કે, મહાદેવ મહંતો જે મેસર્સ…

Read More