Author: Shukhabar Desk

ટેક્નિકલ ખામીને કારણે અમેરિકામાં આઠ મહિનાની ગર્ભવતી મહિલાને જેલની હવા ખાવાનો વારો આવ્યો હતો. પોર્શા વુડ્રફ પોતાની બે દીકરીઓને સ્કૂલ જવા માટે તૈયાર કરી રહી હતી ત્યારે છ પોલીસકર્મીઓ ડેટ્રોઈટમાં આવેલા તેના ઘરની બહાર આવીને ઊભા રહ્યા. તેમણે તેને ઘરની બહાર આવવાનું કહ્યું કારણકે તેઓ તેને લૂંટ અને કારમાં ચોરી કરવાના ગુના હેઠળ પકડવા આવ્યા હતા. પોલીસને જાેઈને ૩૨ વર્ષીય પોર્શાએ પૂછ્યું, ‘તમે મજાક કરી રહ્યા છો?’ તેણે પોતાના પેટ તરફ ઈશારો કરતાં પોતે ગર્ભવતી હોવાનું જણાવ્યું હતું અને આ સ્થિતિમાં આવો ગુનો કઈ રીતે આચરી શકે તેવો સવાલ કર્યો હતો. ઘટના વખતે પોર્શા આઠ મહિનાની ગર્ભવતી હતી. જાેકે, પોલીસે…

Read More

નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે કંપનીઓના પરિણામો જાહેર કરવાની સિઝનએ જાેર પકડ્યું છે. દેશની સૌથી મોટી લિસ્ટેડ કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે પણ લગભગ બે અઠવાડિયા પહેલા તેના પરિણામો જાહેર કર્યા છે અને હવે તેના શેરધારકોની વાર્ષિક સામાન્ય સભા આ મહિનાના અંતમાં યોજાવા જઈ રહી છે. પ્રસ્તાવિત છય્સ્ પહેલાં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ૨૦૨૨-૨૩ માટે વાર્ષિક અહેવાલ બહાર પાડ્યો છે, જેમાં કંપનીએ ચેરમેન મુકેશ અંબાણી સહિત અનેક ટોચના અધિકારીઓના પગારની વિગતો આપી છે. આ સિવાય કંપનીએ સરકારને આપવામાં આવેલા ટેક્સ અને લોકોને આપવામાં આવેલી રોજગારીની તકો વિશે પણ માહિતી આપી છે. વાર્ષિક અહેવાલ મુજબ આ વખતે પણ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સૌથી વધુ…

Read More

છેલ્લા એક વર્ષમાં હોમ લોન સહિત તમામ પ્રકારના વ્યાજના દર એટલા બધા વધી ગયા છે કે ઘણા લોકો જરૂરી ખરીદીને મોકુફ રાખી રહ્યા છે. ખાસ કરીને હોમ લોનના વ્યાજદરમાં થયેલા ઉછાળા પછી બજેટ હોમ ખરીદનારાઓ અત્યારે ખચકાય છે અને મકાનની ખરીદી ટાળી રહ્યા છે. તેના કારણે એફોર્ડેબલ સેગમેન્ટને અસર પડી છે. દેશમાં ૫૦ લાખથી ઓછા ભાવના મકાનોના માર્કેટને સૌથી વધુ અસર થઈ છે. વ્યાજના દર વધવાના કારણે એફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટને વધારે અસર થઈ છે. સ્થિતિ એવી છે કે મુદલ કરતા પણ વ્યાજની રકમ વધી જાય છે. તેના કારણે ઝ્રઇઈડ્ઢછૈંએ માંગણી કરી છે કે ૭૫ લાખથી ઓછી કિંમતના ઘર ખરીદનારા લોકોને…

Read More

૨૦૨૪માં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે ગયા મહિને એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેના આધારે ભાજપની બેઠકોમાં ઘટાડો થવાનો અંદાજ છે. આ સર્વે CNX Survey જીેદિૃીઅ દ્વારા ઇન્ડિયા ગઠબંધનની રચના પછી આગામી લોકસભા ચૂંટણી માટે જનતાના મૂડને માપવા માટે કરવામાં આવ્યો હતો. જેના પરિણામો ચોંકાવનારા છે. સર્વેના આંકડા મુજબ પીએમ મોદી ત્રીજી વખત પણ વડાપ્રધાન બની શકે છે. જાે આમ થશે તો મોદી પંડિત જવાહરલાલ નેહરુ પછી સતત ત્રણ ટર્મ સુધી પીએમ બનવાના રેકોર્ડની બરાબરી કરશે. સર્વેમાં ભાજપના નેતૃત્વમાં એનડીએને જબરદસ્ત બહુમતી મળવાની આશા છે. એનડીએ ગઠબંધન ૩૧૮ સીટો જીતી શકે છે. જ્યારે વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાને ૧૭૫ બેઠકો મળવાની ધારણા…

Read More

બોયફ્રેન્ડ રોહમન શૉલ સાથે બ્રેકઅપ થયાના થોડા જ સમય બાદ આઈપીએલના પૂર્વ ચેરમને લલિત મોદીએ સુષ્મિતા સેન સાથેના રિલેશનશિપની જાહેરાત કરી હતી. તેમણે ગત વર્ષના જુલાઈમાં વેકેશન દરમિયાનની બંનેની કેટલીક તસવીરો શેર કરી હતી, આ સાથે તેમણે તેને પોતાની ‘બેટરહાફ’ ગણાવી હતી. આ કારણથી એક્ટ્રેસ ખૂબ જ ટ્રોલ થઈ હતી અને લોકોએ તેને ‘લાલચું’ કહી હતી. જાે કે, તે હંમેશાની જેમ શાંત રહી હતી અને કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા ન આપવાનું પસંદ કર્યું હતું. હાલમાં પોતાની ફિલ્મ ‘તાલિ’ને પ્રમોટ કરવા દરમિયાન આપેલા ઈન્ટરવ્યૂમાં ‘ગોલ્ડ ડિવર’ કહેવા અંગે વાત કરી હતી. આ સાથે તેણે તે હાલ સિંગલ હોવાની પણ સ્પષ્ટતા કરી…

Read More

રણ જાેહરની ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’માં નાની પૂ એટલે કે કરીના કપૂરનો બાળપણનો રોલ કરનારી અભિનેત્રી માલવિકા રાજે સગાઈ કરી લીધી છે. માલવિકાએ ૪ ઓગસ્ટના રોજ સોશિયલ મીડિયા પર સુંદર તસવીરો શેર કરીને પોતાની સગાઈની જાહેરાત કરી હતી. માલવિકાએ બિઝનેસમેન પ્રણવ બગ્ગા સાથે સગાઈ કરી છે. પ્રણવે માલવિકાની તુર્કીમાં પ્રપોઝ કરી હતી. માલવિકાએ શેર કરેલી તસવીરોમાં જાેઈ શકો છો કે, તેણે અને પ્રણવે વ્હાઈટ રંગના આઉટફિટમાં ટિ્‌વનિંગ કર્યું છે. માલવિકાએ સફેદ રંગનું ગાઉનું પહેર્યું છે જ્યારે પ્રણવ કેઝ્‌યુઅલ લૂકમાં જાેવા મળે છે. પહેલી તસવીરમાં પ્રણવ માલવિકાના કપાળ પર કિસ કરતો જાેવા મળે છે. જ્યારે બીજી તસવીરમાં તે ઘૂંટણિયે બેસીને…

Read More

જાણીતા ગાયક કુમાર સાનુના અવાજના આજે પણ લોકો દિવાના છે. કુમાર સાનુના ગીતો ૯૦ના દશકામાં ખૂબ પ્રસિદ્ધ થયેલા હતા અને આજે પણ લોકો તેને યાદ કરે છે. કુમાર સાનુનો ક્રેઝ એવો છે કે તેમનો એક ચાહક ૧૨૦૦ કિલોમીટર સાઈકલ ચલાવીને મુંબઈ આવ્યો છે. રાજસ્થાનના ઝુનઝુનુથી તે કુમાર સાનુને મળવા માટે આવ્યો છે. સંગીતના ક્ષેત્રમાં તેમણે આપેલા યોગદાન બદલ આભાર માનવા માટે તે એકલો સાઈકલ પર મુંબઈ આવી પહોંચ્યો છે. કુમાર સાનુ ભારતીય મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીના પહેલા એવા સિંગર છે જેમના માટે કોઈ પ્રશંસકે આ પ્રકારે સાહસ કર્યું હોય. રાકેશ બાલોડિયા નામનો આ ચાહક મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવે છે. તેને કુમાર સાનુનો…

Read More

૨૦ જુલાઈના રોજ ઈશિતા દત્તાના ઘરે દીકરાનો જન્મ થયો હતો. પ્રેગ્નેન્સી દરમિયાન એક્ટ્રેસ ખૂબ જ એક્ટિવ રહી હતી અને સોશિયલ મીડિયા પર એક-એક માહિતી આપતી રહેતી હતી. ડિલિવરી બાદ પણ ફેન્સને કોઈ વાત કહેવાનું ચૂકતી નથી. હાલમાં જ તેણે એક વીડિયો શેર કર્યો હતો, જેમાં દીકરો આવ્યાના ૧૫ દિવસ બાદ હવે તેને ઊંઘની કમી ન લાગી રહી હોવાનું કહ્યું હતું. હવે તેણે વધુ એક વીડિયો શેર કર્યો છે, જે તેની ડિલિવરી થઈ તે બાદ તરત શૂટ કર્યો હતો. જેમાં તેણે ન્યૂ ડેડ વત્સલ શેઠને ઘસઘસાટ ઉંઘતા દેખાડ્યો હતો. વીડિયોમાં તેણે કહ્યું ‘ડિલિવરી મારી થઈ, બાળકને જન્મ મેં આપ્યો અને થાકી…

Read More

બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચન તેની આગામી ફિલ્મ ‘ઘૂમર’ની રિલીઝની તૈયારી કરી રહ્યો છે. આ ફિલ્મનું નિર્દેશન આર બાલ્કીએ કર્યું છે અને તેમાં સૈયામી ખેર પણ મુખ્ય ભૂમિકામાં છે. અભિષેક એક ક્રિકેટ કોચની ભૂમિકા ભજવતો જાેવા મળશે જે એક લકવાગ્રસ્ત મહિલાને સફળ ક્રિકેટર બનવામાં મદદ કરે છે. અગાઉ નિર્માતાઓએ ફિલ્મનું ફર્સ્ટ લૂક મોશન પોસ્ટર લોન્ચ કર્યું હતું. હવે આ ફિલ્મનું ટ્રેલર ઓફિશિયલી રિલીઝ થઈ ગયું છે. અભિષેક બચ્ચન અને સૈયામી ખેરની ફિલ્મ ઘૂમરનું ટ્રેલર ૪ ઓગસ્ટે મુંબઈમાં એક ઈવેન્ટમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. જેના કલાકારો અને ક્રૂએ તેને તેમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર શેર કર્યું છે. સૈયામી એક ક્રિકેટરની ભૂમિકા ભજવે…

Read More

બોલિવૂડ એક્ટ્રેસ નુસરત ભરૂચાની અકેલી ફિલ્મનું ટ્રેલર આવી ગયું છે. નુસરતે ઈન્સ્ટાગ્રામ પર ટ્રેલર વીડિયો દ્વારા ચાહકોને જાણે ચોંકાવી દીધા છે. આ વીડિયો શેર કરતાં તેણે લખ્યું, ‘અકેલી એક સામાન્ય છોકરીની જિંદગી બચાવવાની લડાઈ છે. ફિલ્મ અકેલી ૧૮મી ઓગસ્ટે સિનેમાઘરોમાં આવી રહી છે. નુસરત ભરૂચાની આ ફિલ્મ એક ભારતીય છોકરી વિશે છે જે યુદ્ધગ્રસ્ત ઇરાકમાં એકલી ફસાયેલી છે અને તે કેવી રીતે તમામ અવરોધો સામે ટકી રહેવા માટેનો સંઘર્ષ કરે છે. અકેલીના ટ્રેલરમાં નુસરત ભરુચાનું પાત્ર ભાગી જવાનો પ્રયાસ કરે છે પરંતુ તે સશસ્ત્ર માણસોથી ઘેરાયેલી છે. તેમાં દર્શાવાયું છે કે તેણે કેવી રીતે કારકિર્દી માટે મોસુલ છોડ્યું, યુદ્ધ શરૂ…

Read More