બોલિવૂડ એક્ટ્રેસ નુસરત ભરૂચાની અકેલી ફિલ્મનું ટ્રેલર આવી ગયું છે. નુસરતે ઈન્સ્ટાગ્રામ પર ટ્રેલર વીડિયો દ્વારા ચાહકોને જાણે ચોંકાવી દીધા છે. આ વીડિયો શેર કરતાં તેણે લખ્યું, ‘અકેલી એક સામાન્ય છોકરીની જિંદગી બચાવવાની લડાઈ છે. ફિલ્મ અકેલી ૧૮મી ઓગસ્ટે સિનેમાઘરોમાં આવી રહી છે. નુસરત ભરૂચાની આ ફિલ્મ એક ભારતીય છોકરી વિશે છે જે યુદ્ધગ્રસ્ત ઇરાકમાં એકલી ફસાયેલી છે અને તે કેવી રીતે તમામ અવરોધો સામે ટકી રહેવા માટેનો સંઘર્ષ કરે છે. અકેલીના ટ્રેલરમાં નુસરત ભરુચાનું પાત્ર ભાગી જવાનો પ્રયાસ કરે છે પરંતુ તે સશસ્ત્ર માણસોથી ઘેરાયેલી છે. તેમાં દર્શાવાયું છે કે તેણે કેવી રીતે કારકિર્દી માટે મોસુલ છોડ્યું, યુદ્ધ શરૂ ના થાય ત્યાં સુધી નવા દેશમાં કામ કર્યું અને તેને અન્ય મહિલાઓ સાથે લઈ જવામાં આવી. નુસરત ભરૂચા પહેલા ક્યારેય ના જાેયેલા અવતારમાં જાેવા મળી રહી છે. ફિલ્મ ‘અકેલી’નું ડિરેક્શન પ્રણય મેશ્રામે કર્યું છે.
આ ફિલ્મનું નિર્માણ દશમી સ્ટુડિયો દ્વારા કરવામાં આવ્યું છે. ઇઝરાયલી શ્રેણી ‘ફૌદા’માં તેમના અભિનય માટે જાણીતા અભિનેતા ત્સાહી હલેવી અને અમીર બુટ્રોસ આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. ‘અકેલી’ના શૂટિંગ વિશે વાત કરતાં નુસરતે એક નિવેદનમાં કહ્યું હતું કે, ‘અકેલીનો એકદમ જબરદસ્ત અનુભવ રહ્યો છે અને મેં અત્યાર સુધી જે કર્યું છે તેનાથી ખૂબ જ અલગ છે. આવું પાત્ર ભજવવાથી મને અનેક પડકારો વિશે જાણવા મળ્યું છે. મને આશા છે કે દર્શકો મારા પાત્ર સાથે જાેડાઈ શકશે અને આશા છે કે તેઓને આ ફિલ્મ ગમશે. દશમી પ્રોડક્શને ઈન્સ્ટાગ્રામ પર ટીઝર વીડિયો સાથે કેપ્શન આપ્યું કે આ ૧૮મી ઓગસ્ટે અકેલી આવી રહી છે.’ ફિલ્મમાં નુસરત લીડ રોલમાં છે. અકેલી એ એક છોકરીની આત્માને હચમચાવી દેનારી વાર્તા છે જે ફસાઈ જાય છે અને બચવા માટેનો સંઘર્ષ કરે છે. ‘અકેલી’ ૧૮મી ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.