એક મહિલાને તેના પતિએ ૧૨ વર્ષ સુધી કેદ કરીને રાખી હતી. હવે તેને આઝાદ કરી દેવામાં આવી છે. આ સાથે જ પોલીસે પતિની ધરપકડ કરી લીધી છે. મહિલા ખૂબ જ ખરાબ હાલતમાં મળી આવી છે. મહિલાના માથા પર વાળ પણ નથી કારણ કે, તેના પતિએ તેનું મુંડન કરી નાખ્યું હતું. શરીરના હાડકા પણ તૂટી ગયા છે. આ મામલો ફ્રાન્સનો છે. મહિલા એક એપાર્ટમેન્ટના બેડરૂમમાંથી મળી આવી છે. પોલીસે જણાવ્યું કે, મહિલાના શરીર પર અનેક ઈજાઓ છે. ફ્રાન્સ પોલીસે જણાવ્યું કે, તેમણે જર્મનીના એક નાગરિકની ધરપકડ કરી છે. તેમા ઘરમાંથી તેમની પત્ની ૧૨ વર્ષ બાદ મળી આવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે…
Author: Shukhabar Desk
ભારતીય મૂળના વ્યક્તિઓ વિશ્વમાં ઘણી મોટી મોટી ટેક કંપનીના પ્રમુખ પદ પર નિયુક્ત થયેલા છે અને સમગ્ર દુનિયામાં ભારતની પ્રતિભામાં વધારો કરે છે. એવામાં વધુ એક ભારતીય મૂળના વ્યક્તિ વૈભવ તનેજાને ટેસ્લા કંપનીના માલિક ઈલોન મસ્કે મોટી જવાબદારી સોપી છે. ભારતીય મૂળના વૈભવ તનેજાને ટેસ્લાના નવા ચીફ ફાયનાન્સિયલ ઓફિસર (સીએફઓ) બનાવવામાં આવ્યા છે. કંપનીના અગાઉના ફાયનાન્સ ચીફ ઝાચેરી ર્કિકહોર્ન પદ છોડ્યા બાદ આ જાહેરાત કરવામાં આવી હતી. તનેજાની ઉંમર ૪૫ વર્ષની છે. તેઓ ર્કિકહોર્ન કંપનીના ચીફ એકાઉન્ટિંગ ઓફિસર (સીએઓ) તરીકે પણ સેવા આપવાનું ચાલુ રાખશે. ઈલોન મસ્કની આગેવાની હેઠળની કંપની સાથે ર્કિકહોર્નના ૧૩ વર્ષના કાર્યકાળને કંપનીએ જબરદસ્ત વૃદ્ધિનો સમયગાળો ગણાવ્યો…
ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રાએ ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં યોજાનાર વનડે વર્લ્ડ કપ ૨૦૨૩ની સેમિફાઇનલમાં પહોંચનારી ટોપ-૪ ટીમો વિશે મોટી ભવિષ્યવાણી કરી છે. મેકગ્રાના મતે યજમાન ભારત સહિત ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને પાકિસ્તાનની ટીમો સેમિફાઈનલમાં પહોંચવાની પ્રબળ દાવેદાર છે. આ વર્ષે વનડે વર્લ્ડ કપ ૫ ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે. પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે, જ્યારે ટુર્નામેન્ટની ફાઈનલ મેચ ૧૯ નવેમ્બરે રમાશે. ભારત આ ટૂર્નામેન્ટમાં તેની પ્રથમ મેચ ૮ ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમશે. મેકગ્રાએ કહ્યું કે ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ કપ પહેલા ભારત સામેની વનડે સિરીઝમાં રમવાનો ફાયદો થશે. છેલ્લા કેટલાક સમયથી ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડે આઈસીસીઈવેન્ટ્સમાં પ્રભુત્વ જમાવ્યું છે.…
ભારતનો સ્વતંત્રતા દિવસ ટૂંક સમયમાં અમેરિકામાં પણ રાષ્ટ્રીય દિવસની તરીકે ઉજવણી કરવામાં આવી શકે છે. સાંસદ થાનેદારની આગેવાની હેઠળના ભારતીય-અમેરિકન સાંસદોના એક જૂથે યુએસસંસદના નીચલા ગૃહ પ્રતિનિધિ સભામાં પ્રસ્તાવ મૂક્યો છે કે ભારતના સ્વતંત્રતા દિવસને વિશ્વની બે સૌથી મોટી લોકશાહીના રાષ્ટ્રીય દિવસ ઉજવણી તરીકેની જાહેર કરવાની વિનંતી કરવામાં આવી છે. આ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારત વચ્ચેની મજબૂત ભાગીદારી જે બંને દેશોના સહિયારા લોકતાંત્રિક મૂલ્યોમાં રહેલી છે, વૈશ્વિક લોકશાહી અને શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિને આગળ વધારવા માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે. આ પ્રસ્તાવ સાંસદ શ્રી થાનેદાર વતી પ્રતિનિધિ સભામાં રજૂ કરવામાં આવ્યો છે. તે…
આઈસીસીવનડે વર્લ્ડ કપ ૨૦૨૩ને બે મહિનાથી પણ ઓછો સમય બાકી છે. બાબર આઝમની કેપ્ટનશીપમાં પાકિસ્તાનની ટીમ આઈસીસીટૂર્નામેન્ટની તૈયારીમાં વ્યસ્ત છે. આ દરમિયાન ટીમ માટે ખરાબ સમાચાર આવી રહ્યા છે. પાકિસ્તાન માટે ૧૯ ટેસ્ટ, ૩૮ વનડે અને ૨૪ટી૨૦ ઈન્ટરનેશનલ રમનાર બેટ્સમેન ફવાદ આલમે દેશ છોડવાનો ર્નિણય લીધો છે. હવે તે અમેરિકામાં રમતા જાેવા મળશે. ૩૭ વર્ષીય ફવાદ આલમે ઘરેલુ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. આ પહેલા ૯ વધુ ખેલાડીઓ દેશ છોડીને અમેરિકા ચાલ્યા ગયા છે. કેટલાક ખેલાડીઓ તાજેતરમાં ટી૨૦ લીગ મેજર લીગ ક્રિકેટની પ્રથમ સિઝનમાં રમતા જાેવા મળ્યા હતા.ફવાદ આલમ વર્ષ ૨૦૦૯માં ટી૨૦ વર્લ્ડ કપ જીતનાર પાકિસ્તાની ટીમનો ભાગ હતો. જાે…
હરિયાણાના નૂહ, સોહના અને ગુરુગ્રામમાં ગત જૂલાઈની ૩૧મી તારીખે હિંસા ફાટી નીકળી હતી જેની અસર હવે વેપાર પર પણ દેખાવા લાગી છે. આ હિંસાની અસર અનેક પરિવારો પર પડી છે ત્યારે હવે ગુરુગ્રામ શહેરમાં હોકર્સ એસોસિએશનનો અંદાજ છે કે મુસ્લિમ સમુદાયના ઓછામાં ઓછા ૫ હજાર શેરી વિક્રેતાઓ કે જેઓ મુખ્ય બજારોમાં અને શેરીઓમાં ફળો, શાકભાજી, ફાસ્ટ ફૂડ અને અન્ય વસ્તુઓ વેચતા હતા તેઓએ ગુરુગ્રામ છોડી દીધું છે અથવા તેમના ધંધા બંધ કરી દીધા છે. સોહના, બાદશાહપુર અને સેક્ટર ૭૦એમાં થયેલી હિંસાની વાત જણાવતા હોકર્સ એસોસિએશને કહ્યું કે મુસ્લિમ સમુદાયના મોટા ભાગના વેપારીઓ ઉત્તર પ્રદેશના મેરઠ, અલીગઢ, બિજનૌર, મુરાદાબાદ, મૈનપુરી, મુઝફ્ફરનગર,…
૯૦ના દશકમાં બોલીવુડમાં અક્ષય કુમાર, અજય દેવગણ, સલમાન ખાન, શાહરુખ ખાન, સની દેઓલ, સંજય દત્ત અને સુનિલ શેટ્ટી સહીતના કલાકારો ધૂમ મચાવતા હતા. જેમના ઘણા એક્ટર્સ આજે પણ મુખ્ય ભૂમિકા ભજવતા જાેવા મળે છે. તેમાંથી ઘણા એક્ટર્સની જાેડી પણ હિટ સાબિત થઇ ચુકી છે. જેમ કે, ‘કરણ-અર્જુન’માં શાહરુખ-સલમાનની અને ‘સુહાગ’માં અક્ષય કુમાર અને અજય દેવગણની. ત્યારબાદ અક્ષય કુમાર અને સુનિલ શેટ્ટીએ સાથે ઘણી હિટ ફિલ્મો આપી. તો બીજી તરફ અનિલ કપૂર અને જેકી શ્રોફ પણ હિટ જાેડી માનવામાં આવતી હતી. જાેકે, આ ઉપરાંત એક એવી જાેડી પણ હતી, જેને ૯૦ના દાયકામાં ઘણી હિટ ફિલ્મો આપી. જેમાંથી એક ફિલ્મની તો આજે…
બોલિવૂડની શર્મા સિસ્ટર્સ એટલે કે નેહા શર્મા અને આયશા શર્માએ આ દિવસોમાં સતત ઇન્ટરનેટનો પારો વધારી દીધો છે. બન્ને બહેનેઓ પોતપોતાના ઇન્સ્ટગ્રામ એકાઉન્ટ પર વિડીયો શેર કરીને લોકોને વિચારમાં પાડી દીધા છે. આ વિડીયોમાં શર્મા સિસ્ટર્સ મોનોકિની પહેરીને બરફથી ભરેલા ટબમાં ઉતરેલા તમે જાેઇ શકો છો. નેહા શર્માએ રેડ અને આયશાએ એનિમલ પ્રિન્ટની મોનોકિની પહેરીને આઇસ વોટરમાં ડુબકી લગાવી છે. વિડીયોમાં આયશા જિમમાં ઇન્ટેસ વર્કઆઉટ કરીને પરસેવો પાડી રહી છે. પછી આ કટઆઉટ મોનોકિની પહેરીને બરફના પાણીમાં ડુબકી મારતી જાેવા મળી રહી છે. આયશા આ વિડીયોમાં એની બહેન નેહાએ પણ કોમેન્ટ કરી છે. જાે કે પોતાનો વિડીયો પણ ઓફિશિયલ એકાઉન્ટ…
બોલિવૂડનાં એક સ્ટારની પત્નીનું જીવન SDM જ્યોતિ મૌર્યની કહાનીથી બિલકુલ વિરુદ્ધ છે. અભિનેતાના સંઘર્ષના દિવસોમાં તેની પત્ની ઢાલ બનીને એવી રીતે ઉભી રહી કે તેને ક્યારેય મુશ્કેલીઓનો અહેસાસ જ ન થયો અને સંઘર્ષના ૮ વર્ષ ખૂબ જ મજામાં વિતાવ્યા એમ કહી શકાય. પંકજ ત્રિપાઠી આજે જે સફળતામાં છે, તેમાં તેમની પત્ની મૃદુલા ત્રિપાઠીનો બહુ મોટો ફાળો છે. આ વાતનો ખુલાસો ખુદ પંકજ ત્રિપાઠીએ ‘કૌન બનેગા કરોડપતિ’માં અમિતાભ બચ્ચને કર્યો હતો. કૌન બનેગા કરોડપતિ ૧૩’ના એક એપિસોડમાં પંકજ ત્રિપાઠીએ અમિતાભ બચ્ચનને કહ્યું હતું, ‘હું ૨૦૦૪માં મુંબઈ આવ્યો હતો અને ‘ગેંગ્સ ઑફ વાસેપુર’ ફિલ્મ ૨૦૧૨મા આવી હતી. આ દરમિયાન, તે ૮ વર્ષમાં…
વિદેશી ખાદ્યતેલના ઘટાડાની વચ્ચે સીંગતેલના ભાવમાં ફરી એક વખત વધારો જાેવા મળ્યો છે. રાજકોટમાં સીંગતેલના ભાવમાં ૨૦ રૂપિયાનો વધારો જાેવા મળ્યો છે. આ ભાવ વધારા બાદ સીંગતેલના ડબ્બાનો ભાવ ૩૧૦૦ રૂપિયા નજીક પહોંચી ગયો છે. બ્રાન્ડેડ સીંગતેલના ભાવ ૩,૦૮૦ થી ૩૧૦૦ રૂપિયા વચ્ચે બોલાઈ રહ્યા છે. પીલાણ બરની મગફળીની ઓછી આવકને લઈને ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. સાતમ આઠમના તહેવારો નજીક આવતા જ સીંગતેલનાં ભાવમાં ભડકો જાેવા મળી રહ્યો છે. ટમેટા, ડુંગળી બાદ હવે સીંગતેલમાં પણ લાલચોળ તેજી જાેવા મળી રહી છે. મધ્યમ અને ગરીબ વર્ગના લોકો સિંગતેલ ખાવું મુશ્કેલ બન્યું છે. સૌરાષ્ટ્રમાં સાતમ આઠમના તહેવારોમાં ફરસાણ અને મીઠાઈ…