Facebook Twitter Instagram
    Shu Khabar
    Facebook Twitter Instagram
    Shu Khabar
    Home»WORLD»માનવતાને શરમાવે એવી ઘટના ફ્રાન્સમાં પતિએ પત્નીને ૧૨ વર્ષ સુધી કેદ કરીને રાખી
    WORLD

    માનવતાને શરમાવે એવી ઘટના ફ્રાન્સમાં પતિએ પત્નીને ૧૨ વર્ષ સુધી કેદ કરીને રાખી

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 8, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    એક મહિલાને તેના પતિએ ૧૨ વર્ષ સુધી કેદ કરીને રાખી હતી. હવે તેને આઝાદ કરી દેવામાં આવી છે. આ સાથે જ પોલીસે પતિની ધરપકડ કરી લીધી છે. મહિલા ખૂબ જ ખરાબ હાલતમાં મળી આવી છે. મહિલાના માથા પર વાળ પણ નથી કારણ કે, તેના પતિએ તેનું મુંડન કરી નાખ્યું હતું. શરીરના હાડકા પણ તૂટી ગયા છે.
    આ મામલો ફ્રાન્સનો છે. મહિલા એક એપાર્ટમેન્ટના બેડરૂમમાંથી મળી આવી છે. પોલીસે જણાવ્યું કે, મહિલાના શરીર પર અનેક ઈજાઓ છે. ફ્રાન્સ પોલીસે જણાવ્યું કે, તેમણે જર્મનીના એક નાગરિકની ધરપકડ કરી છે. તેમા ઘરમાંથી તેમની પત્ની ૧૨ વર્ષ બાદ મળી આવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે મહિલા પણ જર્મનીની જ નાગરિક છે. મહિલા કપડા વગરની હાલતમાં મળી આવી છે. તેના શરીર પર અનેક ઈજાઓ છે અને હાડકા તૂટી ગયા છે.

    એવું માનવામાં આવી રહ્યું છે કે, મહિલાને ટોર્ચર કરવામાં આવી રહી હતી. પોલીસે જણાવ્યું કે, બેડરૂમને મોટલના તારથી બંધ કરીને રાખવામાં આવ્યો હતો. ઘટના પૂર્વ ફ્રાન્સના ફોરબૈકની છે.
    પોલાસ સૂત્રના જણાવ્યા પ્રમાણે ૫૩ વર્ષની મહિલાએ જર્મનીની પોલીસને ફોન કર્યો હતો જેમણે ફ્રાન્સની પોલીસને એલર્ટ કરી હતી. મહિલાના હાથે ફોન લાગી ગયો હતો અને તેમણે પશ્ચિમી જર્મનીના વિસ્બાડેનમાં પોલીસને ફોન કર્યો હતો.
    મહિલાના બંને પગ અને આંગળીઓમાં ફ્રેક્ટર છે. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. તેમના ૫૫ વર્ષીય પતિ પર અપહરણ, રેપ, ત્રાસ અને ક્રૂરતાના કૃત્યો કરવાનો આરોપ છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    કાપ્યું ૬૪૩ કરોડ કિમીનું અંતર ખતરનાક વસ્તુનું સેમ્પલ લઇ આવ્યું NASA નું સ્પેસક્રાફ્ટ

    September 25, 2023

    અમેરિકામાં ફરી ગોળીબાર કાંડ એટલાન્ટામાં ધોળેદિવસે ગોળીઓ ચાલી, ૩ના મોત

    September 24, 2023

    તેનો દુરઉપયોગ થતો અટકાવાશે. H-1Bમા સુધારા તરફ આગળ વધ્યું USCIS

    September 23, 2023

    Leave A Reply Cancel Reply

    Facebook Twitter Instagram Pinterest
    © 2023 ThemeSphere. Designed by ThemeSphere.

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Go to mobile version