Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»WORLD»વધુ એક ભારતીય મૂળની વ્યક્તિને વૈશ્વિક કંપનીમાં મોટી જવાબદારી મળી વૈભવ તનેજા ટેસ્લાના નવા ચીફ ફાયનાન્સિયલ ઓફિસર બન્યા
    WORLD

    વધુ એક ભારતીય મૂળની વ્યક્તિને વૈશ્વિક કંપનીમાં મોટી જવાબદારી મળી વૈભવ તનેજા ટેસ્લાના નવા ચીફ ફાયનાન્સિયલ ઓફિસર બન્યા

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 8, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ભારતીય મૂળના વ્યક્તિઓ વિશ્વમાં ઘણી મોટી મોટી ટેક કંપનીના પ્રમુખ પદ પર નિયુક્ત થયેલા છે અને સમગ્ર દુનિયામાં ભારતની પ્રતિભામાં વધારો કરે છે. એવામાં વધુ એક ભારતીય મૂળના વ્યક્તિ વૈભવ તનેજાને ટેસ્લા કંપનીના માલિક ઈલોન મસ્કે મોટી જવાબદારી સોપી છે. ભારતીય મૂળના વૈભવ તનેજાને ટેસ્લાના નવા ચીફ ફાયનાન્સિયલ ઓફિસર (સીએફઓ) બનાવવામાં આવ્યા છે.
    કંપનીના અગાઉના ફાયનાન્સ ચીફ ઝાચેરી ર્કિકહોર્ન પદ છોડ્યા બાદ આ જાહેરાત કરવામાં આવી હતી. તનેજાની ઉંમર ૪૫ વર્ષની છે. તેઓ ર્કિકહોર્ન કંપનીના ચીફ એકાઉન્ટિંગ ઓફિસર (સીએઓ) તરીકે પણ સેવા આપવાનું ચાલુ રાખશે. ઈલોન મસ્કની આગેવાની હેઠળની કંપની સાથે ર્કિકહોર્નના ૧૩ વર્ષના કાર્યકાળને કંપનીએ જબરદસ્ત વૃદ્ધિનો સમયગાળો ગણાવ્યો હતો. વૈભવ તનેજા માર્ચ ૨૦૧૯ થી ટેસ્લાના સીએઓતરીકે અને મે ૨૦૧૮ થી કોર્પોરેટ કંટ્રોલર તરીકે કામ કરી રહ્યા છે. તેણે અગાઉ પ્રાઇસવોટરહાઉસ કૂપર્સમાં પણ કામ કર્યું છે.
    ટેસ્લા નજીકના ભવિષ્યમાં દેશમાં તેના ઓટો પાર્ટ્‌સ અને ઈલેક્ટ્રોનિક્સ રેન્જ લાવવા માટે ભારત સરકારના અધિકારીઓ સાથે વાતચીત કરી રહી છે. મસ્કે જૂનમાં યુએસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત દરમિયાન કહ્યું હતું કે તેઓ આવતા વર્ષે ભારત આવશે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      ભારત પર 100% અમેરિકી ટેરિફનું જોખમ? ટ્રમ્પના નિર્ણય પર દુનિયાની નજર, ભારત-અમેરિકા સંબંધોની કસોટી

      October 16, 2026

      ટ્રમ્પ ભારત પર 100% ટેરિફ લગાવશે? અમેરિકાના નિર્ણયથી ભારતીય વેપાર અને નોકરીઓ પર સંકટ!

      October 16, 2026

      વૈશ્વિક ઓઈલ સંકટ અને વધતી કિંમતો પાછળના અસલી કારણો: ટ્રમ્પનો દાવો

      October 6, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.