મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. વાલીઓના વિરોધ બાદ GMERS મેડિકલ કોલેજનો ફી વધારો મોકૂફ રખાયો છે. સરકારી ક્વોટામાં ૬૬.૬૬ ટકાનો ફી વધારો કરાયો હતો. જે વાલીઓના વિરોધ બાદ ફી વધારો મોકૂફ રખાયો છે. ૧૩ GMERS કોલેજની ૨૧૦૦ બેઠક પર ફી વધારો કરાયો હતો. રાજ્ય સરકારની ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી (GMERS) હેઠળ ખાનગી અને અર્ધસરકારી એવી ૧૩ મેડિકલ કોલેજાેની MBBS કોર્સની ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩- ૨૦૨૪ની ફીની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો માટે ૧૭ લાખ, સરકારી ક્વોટાની બેઠકો માટે ૫.૫૦ લાખ તથા NRI ક્વોટાની બેઠકો માટે ૨૫ હજાર યુએસ ડોલર ફી નક્કી…
Author: Shukhabar Desk
ગુજરાતમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનની વાત કોંગ્રેસે ફગાવી દીધી છે. આમ આદમી પાર્ટીએ ભલે મોટા ઉપાડે ગઠબંધનની જાહેરાત કરી પરંતુ કોંગ્રેસે આ વાતથી કિનારો કરી લીધો છે. કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ સ્પષ્ટતા કરી કે- કોઈ પ્રકારનું ગઠબંધન થયું નથી. ગઠબંધનની સત્તા પ્રદેશ કક્ષાએ કોઈની પાસે નથી. આવા ર્નિણયો રાષ્ટ્રીય કક્ષાએથી જ થાય છે અને રાષ્ટ્રીય કક્ષાએથી હજુ સુધી એવી કોઈ સૂચના નથી. ગઈકાલે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જાહેરાત કરી હતી કે ગુજરાતમાં આગામી લોકસભાની ચૂંટણી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળીને લડવા જઈ રહ્યા છે પરંતુ આ વાતને કોંગ્રેસે નકારી કાઢી છે અને કસમયનું નિવેદન…
વડોદરામાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. વડોદરા શહેરમાં રોગચાળાએ ભરડો લીધો હોય એમ રોગચાળાએ માથુ ઉંચક્યુ છે. હાલમાં વડોદરા શહેરમાં ડેંગ્યૂ, ચિકનગુનિયા અને ઝાડા-ઉલ્ટી સહિતના રોગચાળાને લઈ લોકો પરેશાન બન્યા છે. છેલ્લા સાતેક માસમાં વડોદરામાં ૧૪૦ જેટલા ડેંગ્યૂના કેસ જાેવા મળ્યા છે. જ્યારે ચીકનગુનિયાના ૬૨ કેસ જાેવા મળ્યા છે. આ ઉપરાંત ઝાડા ઉલટીના ૪૩૭૪ કેસ સામે આવ્યા છે.ચોમાસા દરમિયાન હાલમાં વડોદરામાં વધતા રોગચાળાને લઈ હોસ્પિટલોમાં પણ દર્દીઓની ભીડ ઉભરાવવા લાગી છે. કારેલીબાગ, ગોત્રી અને સયાજી રાવ હોસ્પિટલોમાં દર્દીઓ ઉભરાઈ રહ્યા છે. કારેલીબાગમાં આવેલી હોસ્પિટલમાં મોટાભાગના બેડ ભરાઈ જવા પામ્યા છે. હોસ્પિટલના ડો. રિતેશ ચાંપાનેરીએ કહ્યુ હતુ કે, લોકોને અપીલ…
સરકારી અધિકારીના સ્વાંગ રચીને ફરવાનો હવે એક ટ્રેન્ડ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. મહાઠગ કિરણ પટેલે કરેલા કારનામા બાદ એક પછી એક કેન્દ્રીય એજન્સીઓના બોગસ અધિકારીઓ બન્યા હોવાની ઘટના સામે આવી રહી છે. થોડા દિવસ પહેલાં પત્નીને ઇમ્પ્રેસ કરવા માટે યુવક એનઆઇએનો અધિકારી બની ગયો હતો ત્યારે હવે સેટેલાઇટમાં ઇન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ (ઇડી)ના અધિકારી બની ગઠિયાએ દોઢ કરોડ રૂપિયાનું ચીટિંગ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. ઇડીના ડાયરેક્ટર બનીને ગઠિયાએ મકાન ભાડે લીધું અને જ્યોતિષીને સરકારી ટેન્ડર અપાવી દેવાનું કહીને દોઢ કરોડ રૂપિયાનો ચૂનો લગાવી નાસી ગયો. ગઠિયાએ જે મકાન ભાડે લીધું હતું તે જ્યોતિષીનું હતું. જેમાં તેણે બે…
૭ લાખ પશુપાલકો માટે ખુશીના સમાચારઃ અમૂલ દ્વારા દૂધના ખરીદ ભાવમાં રૂપિયા ૩૦નો વધારો કરાયો છે, ૧૧ ઓગસ્ટથી પ્રતિકિલો ફેટ ૮૫૦ રૂપિયા ચુકવવામાં આવશેઆ ભાવ વધારો ૧૧ ઓગસ્ટથી લાગુ કરવામાં આવશે અને હવે નવો ભાવ પ્રતિકિલો ફેટ ૮૫૦ રૂપિયા કરાયો છે. ગાયના દૂધમાં પણ પ્રતિકિલો ફેટે ૧૩.૭૦ રૂપિયાનો વધારો કરાયો છે. અમૂલ ડેરીમાં દરરોજ લાખો લિટર દૂધની આવક નોંધાય છે. જેની જગ વિખ્યાત વિવિધ પ્રોડ્કટ ધૂમ મચાવી રહી છે. ત્યારે સતત દૂધની માંગ અને વપરાશ વચ્ચે અમૂલ ડેરીએ પશુપાલકોના હિતમાં મોટો ર્નિણય લીધો છે. ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પહેલા દૂધનો ભાવ પ્રતિ કિલો ફેટે ૮૨૦ રૂપિયા…
ધી ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ) દ્વારા જૂન, ૨૦૨૩માં લેવાયેલી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સીએ) ફાઉન્ડેશનની પરીક્ષાના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા હતાં.જૂન ૨૦૨૩માં યોજાયેલી ફાઉન્ડેશન પરીક્ષામાં અમદાવાદમાંથી કુલ ૨૨૭૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ૫૨૩ વિદ્યાર્થીઓ પાસ થયા છે, જે ૨૨.૯૭ની ટકાવારી સુચવે છે. ધી ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયાની અમદાવાદ બ્રાન્ચમાંથી કોચિંગ મેળવેલા કુલ ૪૦ વિદ્યાર્થિઓએ પરીક્ષા આપી હતી જેમાંથી ૧૧ વિદ્યાર્થિઓ પાસ થયા છે. જે ૨૭.૫૦ ટકાવારી સુચવે છે. સમગ્ર ભારતમાં ૧,૦૩,૫૧૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ૨૫,૮૬૦ વિદ્યાર્થીઓ પાસ થયા છે, જે ૨૪.૯૮ની ટકાવારી સુચવે છે.ચેરપર્સન સીએ ડો. અંજલી ચોક્સીએ સીએ ફાઉન્ડેશન પરીક્ષાનાં પરિણામો અંગે…
તાજેતરમાં જ અમદાવાદમાંથી એસઓજીક્રાઈમે ૬.૬૯ લાખની કિંમતના ૬૯ ગ્રામ ૬૭૦ મિલીગ્રામ ડ્રગ્સ સાથે એક મહિલા સહિત ત્રણની ધરપકડ કરી હતી. ત્યારબાદ સારંગપુરમાંથી વધુ એક મહિલા ૧૦.૩૯ લાખના ૧૦૩ ગ્રામ ૯૦૦ મિલીગ્રામ ડ્રગ્સ સાથે પકડાઈ હતી. હવે મુંબઈથી સફારી કારમાં આવેલા બે શખ્સો ૩૯ લાખથી વધુની કિંમતના ડ્રગ્સના જથ્થા સાથે પકડાઈ ગયાં છે. પોલીસે તેમની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે રામોલ પોલીસ સીટીએમ એક્સપ્રેસ હાઈવે પર વાહન ચેકિંગ દરમિયાન હાજર હતી. ત્યારે મુંબઈ તરફથી આવી રહેલી સફારી કારને પોલીસે ચેકિંગ માટે ઉભી રાખી હતી. આ દરમિયાન પોલીસની પુછપરછ દરમિયાન ગાડીમાં બેઠેલા લોકોએ કંઈ પણ કહેવાનું ટાળ્યું…
ગત ૩૧ જુલાઈના રોજ મહારાષ્ટ્રના પાલઘરમાં જયપુર એક્સપ્રેસ ટ્રેનમાં આડેધળ ફાયરિંગની ઘટના બની હતી, જેમાં ૪ લોકોના મોત થયા હતા. દરમિયાન આ ફાયરિંગ કાંડના આરોપી આરપીએફ કોન્સ્ટેબલ ચેતન સિંહે પૂછપરછ દરમિયાન ઘણા ચોંકાવનારાઓ ખુલાસા કર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસ પુછપરછમાં તેણે કહ્યું કે, જાે ટ્રેન અધવચ્ચે સ્ટોપ ન કરાઈ હોત અને તેને તક મળી હોત તો તેણે વધુ ૭-૮ લોકોને મારવાનો હતો. રેલવે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર શનિવારે લગભગ ૭ કલાકની પુછપરછ દરમિયાન ચેતન સિંહે એક સવાલના જવાબમાં કહ્યું કે, તેની છેલ્લી ઈચ્છા પાકિસ્તાન જઈને ત્યાંના લોકોને મારવાની છે. જાેકે સૂત્રો મુજબ ચેતન સિંહના આ તમામ નિવેદન પોતાને મેન્ટલ…
સતત તેજી બાદ આજે શેર માર્કેટમાં મંદીની અસર જાેવા મળી, મંગળવારે સવારે મંદી સાથે ખુલેલું માર્કેટ મંદી સાથે બંધ રહ્યું હતુ. આજે કારોબારના અંતે બીએસઇ ઇન્ડેક્સ સેન્સેક્સમાં ઘટાડો જાેવા મળ્યો હતો, આજે સેન્સેક્સ ૦.૧૬ ટકા માઇનસ સાથે ૧૦૬.૯૮ ટકા ઘટાડા સાથે ૬૫,૮૪૬.૫૦ સાથે બંધ રહ્યો હતો. જાેકે, એનએસઇનો નિફ્ટી ઇન્ડેક્સ પણ નીચો રહ્યો હતો, આજે કારોબારના અંતે નિફ્ટીમાં માઇનસ ૦.૧૩ ટકા સાથે ૨૫.૯૫ ટકાનો ઘટાડો જાેવા મળ્યો અને નિફ્ટી દિવસના અંતે ૧૯,૫૭૧.૩૫ના કારોબાર સાથે બંધ રહ્યું હતું. આજે ઓવરઓલ માર્કેટમાં મંદીની અસર જાેવા મળી હતી. શેર માર્કેટમાં આજે મંદીનો માહોલ જાેવા મળ્યો હતો, બન્ને ઇન્ડેક્સમાં ઘટાડો દેખાયો હતો. બે દિવસની…
મુંબઈના દાદર રેલવે સ્ટેશન પર ૨૯ વર્ષીય મહિલા યાત્રીને ચાલતી ટ્રેનમાંથી ફેંકી દેવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ત્યાં એક શખ્સે પૂણેથી મુંબઈ જઈ રહેલી ટ્રેનમાંથી મહિલાને નીચે ફેંકી દીધી હતી. આ ઘટના ૦૬ ઓગષ્ટના રોજ રાત્રે લગભગ ૮ઃ૩૦ વાગ્યે બની હતી. રેલવે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.પૂણેથી મુંબઈ આવી રહેલી ઉદ્યાન એક્સપ્રેસના લેડીઝ કોચમાં એક વ્યક્તિએ દાદર રેલવે સ્ટેશન પર મહિલાને ચાલતી ટ્રેનમાંથી નીચે ફેંકી દીધી હતી. સદનસીબે મહિલા બચી ગઈ હતી. પીડિતાએ પોલીસને જણાવ્યું કે, એક વ્યક્તિએ તેના પર હુમલો કર્યો અને જ્યારે તેણે તેનો વિરોધ કર્યો તો આરોપીએ તેને ચાલતી ટ્રેનમાંથી ફેંકી દીધી. પોલીસે જણાવ્યું કે…