વડોદરામાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. વડોદરા શહેરમાં રોગચાળાએ ભરડો લીધો હોય એમ રોગચાળાએ માથુ ઉંચક્યુ છે. હાલમાં વડોદરા શહેરમાં ડેંગ્યૂ, ચિકનગુનિયા અને ઝાડા-ઉલ્ટી સહિતના રોગચાળાને લઈ લોકો પરેશાન બન્યા છે. છેલ્લા સાતેક માસમાં વડોદરામાં ૧૪૦ જેટલા ડેંગ્યૂના કેસ જાેવા મળ્યા છે. જ્યારે ચીકનગુનિયાના ૬૨ કેસ જાેવા મળ્યા છે. આ ઉપરાંત ઝાડા ઉલટીના ૪૩૭૪ કેસ સામે આવ્યા છે.ચોમાસા દરમિયાન હાલમાં વડોદરામાં વધતા રોગચાળાને લઈ હોસ્પિટલોમાં પણ દર્દીઓની ભીડ ઉભરાવવા લાગી છે. કારેલીબાગ, ગોત્રી અને સયાજી રાવ હોસ્પિટલોમાં દર્દીઓ ઉભરાઈ રહ્યા છે. કારેલીબાગમાં આવેલી હોસ્પિટલમાં મોટાભાગના બેડ ભરાઈ જવા પામ્યા છે. હોસ્પિટલના ડો. રિતેશ ચાંપાનેરીએ કહ્યુ હતુ કે, લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે પાણી ઉકાળીને પિવામાં આવે અને મચ્છરથી સુરક્ષિત રહેવા માટે પ્રયાસ કરવામાં આવે.