રાજકોટમાં સરકારી કેન્દ્રોમાં દવાઓ વિતરણ કરતા ય્સ્જીઝ્રન્ (ગુજરાત મેડિકલ સર્વિસીઝ કોર્પોરેશન લિમિટેડ)માં મસમોટું સ્ટિકર કૌભાંડ સામે આવ્યું છે. એક સ્ટિકરથી બે-બે કૌભાંડ આચરાતા હોવાની માહિતી સામે આવતા ચકચાર મચી છે.GMSCL રાજકોટના વેરહાઉસમાં ખાનગી કંપનીની દવાઓમાં સ્ટિકર મારી એજન્સીને પેનલ્ટીથી બચાવવા લાંચ લેવાઈ છે, જ્યારે સ્ટોક ચોપડે ચડી ગયા બાદ એજ સ્ટિકર ફરી ઉખેડી બારોબાર વેચવાનું કૌભાંડ સામે આવ્યું છે. આ અંગેની જાણ થતા જ ગાંધીનગરથી અધિકારીઓ દોડતા રાજકોટ આવ્યા છે અને રાજકોટ GMSCL ગોડાઉન પર સ્ટાફની પૂછપરછ કરવામાં આવી રહી છે. ગુજરાત મેડિકલ સર્વિસીઝ કોર્પોરેશન લિમિટેડને સરકારી દવાખાનાઓ અને આરોગ્ય કેન્દ્રો માટે દવા અને મેડિકલ સાધનોની ખરીદી કરવાની અને આ…
Author: Shukhabar Desk
રક્ષાબંધન, જન્માષ્ટમી જેવા તહેવારો નજીક આવી રહ્યા છે, તહેવારો નજીક આવતા જ સિંગતેલના ભાવ ભડકે બર્યા છે. બે દિવસ બાદ આજે ફરી સિંગતેલના ભાવમાં રૂ.૩૦નો વધારો થતાં મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને સિંગતેલ ખાવું મુશ્કેલ બન્યું છે. સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ.૩૧૦૦ને પાર પહોંચ્યો છે. સિંગતેલના ભાવમાં વધારો થતાં ગૃહિણી અને સામાન્ય લોકોને ફરી એકવાર મોંઘવારીનો માર સહેવાનો વારો આવ્યો છે. તહેવારોની પૂર્વે ખાદ્યતેલના ભાવમાં ૩૦ ટકાનો વધારો છે. સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ.૩૧૦૦ને પાર પહોંચ્યો છે. જ્યારે કપાસિયા તેલમાં એક મહિનામાં ૧૦૦ રૂપિયાનો અને સોયાબીન તેલમાં પણ એક મહિનામાં ૧૦૦ રૂપિયાનો વધારો થયો છે. હાલ કપાસિયા અને સોયાબીન તેલના ડબ્બાનો ભાવ…
અમદાવાદ બીઆરટીએસએ મુસાફરો માટે વરદાનરૂપ છે પરંતુ હાલની સ્થિતિએ તે મુશ્કેલીનો પર્યાય પણ બની હોવાની હકીકત સ્વીકારવી જ રહી! કારણ કે અમદાવાદમાં કામ ચાલતું હોવાથી ૧૫ બસ સ્ટોપને અસર થવા પામી છે. જેને લઈને BRTS બસ જનમાર્ગ ટ્રેક બહાર દોડતા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે. બીજી બાજુ ટ્રાફિકથી ધમધમતા માર્ગ પર BRTSમાં મુસાફરો ચડઉતર કરતા હોવાથી અકસ્માતનો પણ ભય તોળાઈ રહ્યો છે. રસ્તા પર મુસાફરોને ઉતારવામાં આવી રહ્યા હોવાથી હાલ મુસાફરો દાણીલીમડા, મણિનગર, વિરાટનગર ચંદ્ર નગર સહિતના બસ સ્ટોપ પર હાલાકી ભોગવી રહ્યા છે. ‘જાે આ રીતે જ ચલાવવી હોય તો BRTSનો ફાયદો શું?’ તેવો લોકોમાં અણીયારો સવાલ પણ ઉભો…
અમદાવાદ શહેરમાં રોજનાં હજારો લોકો પોતાનાં દર્દની સારવાર માટે સોલા હોસ્પિટલમાં આવતા હોય છે. ત્યારે એક સગીર યુવતી થોડા સમય અગાઉ તેનાં સબંધીને લઈને હોસ્પિટલ આવી હતી. હોસ્પિટલમાં જ ફરજ બજાવતા કર્મચારી દ્વારા સગીરા સાથે દુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામી હતી. સોલા સિવિલ હોસ્પિટલમાં સગીરા તેનાં દાદીની સારવાર માટે આવેલી હતી. તે દરમ્યાન ર્ં્ આસિસ્ટન્ટ તરીકે કામ કરતા મહેશ ઠાકોરે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચર્યા બાદ સગીરા ગર્ભવતી બની હતી. સગીરા ગર્ભવતી બનતા સગીરાએ ભ્રુણનો શહેર કોટડા વિસ્તારમાં નિકાલ કર્યો હતો. જે અંગેની જાણ પોલીસને થતા પોલીસે આ અંગે તપાસ હાથ ધરતા સમગ્ર બનાવ પ્રકાશમાં આવ્યો હતો.આ…
મણિપુર હિંસા અંગે વિપક્ષ દ્વારા કેન્દ્ર સરકાર વિરુદ્ધ સંસદમાં લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર પીએમ મોદીએ આજે જવાબ રજૂ કર્યો હતો. કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે એક દિવસ પહેલા જ આ વાતની પુષ્ટિ કરી હતી. પીએમ મોદી આજે કોંગ્રેસના નેતા અધીર રંજનના ભાષણ દરમિયાન લોકસભામાં હતા. વડાપ્રધાન મોદીના સંબોધન બાદ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થયું. અવિશ્વાસની દરખાસ્ત ધ્વનિ મતથી અસ્વિકાર કરાયો. તેમણે કહ્યું કે, હું એક વાત મુદ્દે વિપક્ષના નેતાઓના વખાણ કરવા માંગું છું. આમ તો તેઓ ગૃહના નેતાને નેતા માનતા નથી પરંતુ હું તેમની એક વાતના વખાણ જરૂરથી કરીશ. ગૃહના નેતા હોવાને કારણે મેં તેમને એક કામ આપ્યું હતું.…
ઇક્વાડોરના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ફર્નાન્ડો વિલાવિસેન્સિયોની ગઈકાલે સાંજે ક્વિટોમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના રાજકીય રેલી દરમિયાન બની હતી. લગભગ બે અઠવાડિયા પછી ઈક્વાડોરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ૨૦ ઓગસ્ટે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે તેઓ અગ્રણી ઉમેદવારોમાંના એક હતા. તેઓ રાષ્ટ્રપતિની ચૂંટણીના ૮ ઉમેદવારોમાંથી એક હતા. મળતી માહિતી મુજબ ચૂંટણી રેલીમાં ભાગ લીધા બાદ ફર્નાન્ડો વિલાવિસેન્સિયો કારમાં બેસવાના હતા ત્યારે જ તેમને માથા પર ગોળી વાગી હતી. ૫૯ વર્ષીય ફર્નાન્ડો રેલીમાં ભાગ લેવા માટે ક્વિટોની એક હાઈસ્કૂલમાં પહોંચ્યા હતા. ગોળી વાગ્યા બાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.…
પાકિસ્તાનમાં ભારે રાજકીય ઉથલપાથલ જાેવા મળી રહી છે. અડધી રાતે ત્યાં અચાનક સંસદ ભંગ કરી દેવાઈ. એવું મનાઈ રહ્યું છે કે આગામી ત્રણ મહિનાની અંદર ત્યાં ચૂંટણી થઈ શકે છે. આ બધા વચ્ચે હવે સવાલ એ ઊભો થયો છે કે પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન આ ચૂંટણીમાં ભાગ લઈ શકશે કે નહીં. કારણ કે ૭૦ વર્ષના ઈમરાન ખાન હાલ પાકિસ્તાનની જેલમાં બંધ છે. તેમને તોશખાના ભ્રષ્ટાચાર મામલે ૩ વર્ષની સજા થઈ છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ પ્રધાનમંત્રી શાહબાજ શરીફની ભલામણ પર બુધવારે મધરાતે સંસદ ભંગ કરી દીધી. અત્રે જણાવવાનું કે સંસદના નીચલા સદન નેશનલ એસેમ્બલીને પાંચ વર્ષના બંધારણીય કાર્યકાળ પૂરો થાય…
ભારતથી વિઝા લઈ પાકિસ્તાન પહોંચેલી અંજુ ફરી એકવાર સ્વદેશ પરત ફરવા માગે છે. ભારતની અંજુ ખૈબર પખ્તુન્વાથી પોતાના ફેસબુક ફ્રેન્ડને મળવા માટે ગઈ હતી. શરૂઆતમાં તે કહી રહી હતી કે એ અહીંયા માત્ર ફરવા માટે આવી છે. પરંતુ બાદમાં એવી તસવીર સામે આવી હતી, જેનાથી સ્પષ્ટ થઈ ગયું હતું કે તેણે નસરુલ્લાહ સાથે નિકાહ કરી લીધા છે. આ સિવાય અંજુએ ધર્મ પરિવર્તન કરી લીધું છે અને પોતાનું નામ બદલીને ફાતિમા કરી લીધું છે. આટલું જ નહીં તે તો પોતાના બાળકોને પણ ત્યાં પાકિસ્તાન બોલાવવા માગતી હતી અને તેની સાથે જ રહે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ હવે અંજુને ત્યાં…
વનડે વર્લ્ડ કપ ૨૦૨૩નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. વર્લ્ડ કપની ઘણી મેચો કોલકાતાના ઈડન ગાર્ડનમાં પણ યોજાવાની છે. આ સ્થિતિમાં વર્લ્ડ કપ પહેલા ઈડન ગાર્ડનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મળેલી માહિતી અનુસાર આગ ગઈકાલે લગભગ ૧૧.૫૦ વાગ્યે લાગી હતી. જે બાદ ફાયર બ્રિગેડની ૨ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. જે બાદ આગ ઓલવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. વર્લ્ડ કપ પહેલા કોલકાતાના ઈડન ગાર્ડનમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન ગઈકાલે મોડી રાત્રે ઈડનના ડ્રેસિંગ રૂમમાં આગ લાગી હતી. ત્યાં કામ કરી રહેલા લોકોએ પહેલા આગ જાેઈ હતી. જે બાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર…
લોકસભામાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સામે કથિત અશોભનીય વર્તન કરવાનો આરોપ મૂકનાર મહિલા સાંસદોને એક મહિલા આઈએએસઓફિસરે મણિપુરની ઘટના યાદ અપાવી હતી. મધ્યપ્રદેશના સિનિયર મહિલા આઈએએસઅધિકારી શૈલબાલા માર્ટિને કહ્યું કે મહિલા સાંસદોએ એ પણ વિચારવું જાેઈએ કે મણિપુરની મહિલાઓ પર ત્યારે કેવી વીતી હશે? આઈએએસઅધિકારીનો ઈશારો સીધી રીતે હિંસાગ્રસ્ત મણિપુરમાં સામે આવેલી મહિલાઓની નગ્ન પરેડના વીડિયો તરફ હતો. આ વીડિયોમાં મહિલાઓને લોકોની ભીડ દ્વારા નગ્ન પરેડ કરાવાતી જાેઈ શકાતી હતી. અધિકારી શૈલબાલા માર્ટિને લખ્યું કે જરાક વિચારો તો ખરાં, મણિપુરની મહિલાઓ પર ત્યારે કેવી વીતી હશે? તે કેવું અનુભવી રહી હશે? તેની સાથે માર્ટિને ગૃહમાં રાહુલના કથિત વર્તન અંગે લોકસભા…