અમદાવાદ શહેરમાં રોજનાં હજારો લોકો પોતાનાં દર્દની સારવાર માટે સોલા હોસ્પિટલમાં આવતા હોય છે. ત્યારે એક સગીર યુવતી થોડા સમય અગાઉ તેનાં સબંધીને લઈને હોસ્પિટલ આવી હતી. હોસ્પિટલમાં જ ફરજ બજાવતા કર્મચારી દ્વારા સગીરા સાથે દુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામી હતી. સોલા સિવિલ હોસ્પિટલમાં સગીરા તેનાં દાદીની સારવાર માટે આવેલી હતી. તે દરમ્યાન ર્ં્ આસિસ્ટન્ટ તરીકે કામ કરતા મહેશ ઠાકોરે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચર્યા બાદ સગીરા ગર્ભવતી બની હતી. સગીરા ગર્ભવતી બનતા સગીરાએ ભ્રુણનો શહેર કોટડા વિસ્તારમાં નિકાલ કર્યો હતો.
જે અંગેની જાણ પોલીસને થતા પોલીસે આ અંગે તપાસ હાથ ધરતા સમગ્ર બનાવ પ્રકાશમાં આવ્યો હતો.આ બાબતે સોલા પોલીસે સોલા હોસ્પિટલમાં ર્ં્ આસિસ્ટન્ટ તરીકે કામ કરતા મહેશ ઠાકોર વિરૂદ્ધ ગુનો નોંધી તેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે સગીરા દ્વારા ગેરકાયદેસર રીતે ગર્ભપાત કરાવી ભ્રુણને શહેર કોટડા વિસ્તારમાં ત્યજી દેતા આ મામલે શહેર કોટડા પોલીસે સગીરા વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.