Author: Shukhabar Desk

અમદાવાદમાં ઘરઘાટીના રૂપમાં ચોરીને અંજામ આપતા આરોપી ઝડપાયા છે. પોલીસ કસ્ટડીમાં ઝડપાયેલા આરોપીમાં એક દંપતી લોકેશ કિર, સીમા કિરની સાથે લલિત કિર અને ભૂમિકા કિર છે. આ આરોપીઓએ ઘરઘાટી બનીને ચોરી કરીને તરખાટ મચાવ્યો છે. તાજેતરમાં બોડકદેવમાં ઘરઘાટી તરીકે કામ કરતા આ દંપતીએ ઘરમાંથી સોનાના દાગીના અને રૂપિયાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જૂનો નોકર રજા પર જતા તેની જગ્યા પર ઘરના માલિકે આ દંપતીને ઘરઘાટી તરીકે રાખ્યા હતા અને આ દંપતીએ બે દિવસની અંદર ચોરીને અજામ આપીને રફુચક્કર થઈ ગયા હતા. આ ચોરી કેસની ફરિયાદની તપાસમાં પોલીસે ચોર ટોળકીને ઝડપીને સોનાની બંગડીઓ અને રોકડ મળીને કુલ ૩.૫૦ લાખ…

Read More

અમદાવાદ રિવરફ્રન્ટ પર શરૂ કરાયેલી હેલિકોપ્ટર જાેય રાઈડ અંગે મોટા અપડેટ સામે આવ્યા છે. અમદાવાદીઓ આજથી ફરી એકવાર હેલિકોપ્ટર જાેય રાઈડ માણી શકશે. રાજ્યના એવિએશન વિભાગ દ્વારા મંજૂરી મળતા આખરે ૧ વર્ષના વિરામ બાદ પનુ જાેય રાઇડ શરૂ કરવામાં આવી છે. ત્યારે હવે તમે ફરીથી હવામાં ઉડીને અમદાવાદની સફર માણી શકશો. આજથી એરોટ્રાન્સ કંપનીનું હેલિકોપ્ટર ૧૦ મિનિટ સુધી અમદાવાદમાં હવાઈ મુસાફરી કરાવશે. આ જાેય રાઈડની ફી પ્રતિ વ્યક્તિ રૂ ૨૧૦૦ રૂપિયા ઉપરાંત GST રાખવાનો ર્નિણય લેવાયો છે. આજે પુનઃ શરૂઆત સમયે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની વિવિધ શાળાના ૫ શ્રમજીવી પરિવારના બાળકોને મુસાફરી કરાવાઈ હતી. આ પ્રસંગે મેયર, ડે મેયર, સ્ટેન્ડિંગ કમિટી…

Read More

મહીસાગરમાં ફરી લંપટ આસારામના ફોટા સાથે રેલી નીકળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જેલમાં બંધ લંપટ આસારામના સમર્થકોની આજે મહિસાગર જિલ્લાના લુણાવાડામાં રેલી નીકળી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જાેડાયા હતા. રેલીમાં બેંડબાજા પણ હતા અને કાર પર આસારામની તસવીર પણ મુકેલી હતી. જેની સામે આસારામના સમર્થકો નાચતા-ગાતા જઈ રહ્યા હતા. ખાસ વાત એ છે કે આ રેલીમાં પોલીસ પણ પ્રોટેક્શન આપતી જાેવા મળી રહી છે.દુષ્કર્મના દોષિત આસારામના સમર્થનમાં રેલીનું આયોજન યોગ વેદાંત સમિતિના બેનર હેઠળ થયં હતું. જેમાં બેંડબાજા સાથે વાહનો પર આસારામની તસવીરો મુકીને તેમના સમર્થકો નાચતા ગાતા રેલીમાં હોંશે-હોશે જાેડાયા હતા. આ રીતે રેલી યોજાતા આ…

Read More

સામાન્ય રીતે મંદિરોમાં ભક્તિ થવી જાેઈએ પરંતુ ભક્તિના બદલે અન્ય વિષયો પર આસક્તિ વધી જાય ત્યારે ભક્તિને સ્થાને વિવાદ સ્થાન લઈ લેતું હોય છે. આવો જ વિવાદ છાણી સ્થિત સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરમાં થયો અને આખરે એક ભક્તે જીવ ગુમાવ્યો. છાણી વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરની સ્થાપના વર્ષ ૧૯૩૫માં થઈ હતી. જે તે સમયે તેજા ભગત નામના અનુયાયીએ પોતાની જામીન વડતાલ સ્વામિનારાયણ મંદિરને દાનમાં આપી હતી અને ત્યારથી જ વિવાદ શરૂ થયો હતો. જેમાં એક જ સમાજના બે પક્ષકારોની લડાઈમાં આજે નાયબ કલેકટરનો હુકમ મેળવ્યા બાદ મંદિરના તાળા બદલવા સમયે બે જૂથ વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં ૬૦ વર્ષીય અનુયાયી અને મંદિરમાં…

Read More

અમદાવાદના વેજલપુરમાં આવેલ સબ રજીસ્ટ્રાર અધિકારીને છઝ્રમ્ એ છટકુ ગોઠવીને કચેરીમાંથી જ ઝડપી લીધો હતો. લાંચ સ્વીકારતા ઝડપાયેલા સબ રજીસ્ટ્રાર તુલસીદાસ મારકરણાના ઘરમાથી ૫૮ લાખ રુપિયાના મોટી રકમ મળી આવી હતી. આ સાથે જ ઘરમાં રાખેલ દારુની સીલબંધ બોટલોનો જથ્થો પણ મળી આવ્યો હતો. અમદાવાદ એસીબીની ટીમે ગાંધીનગર એસીબી પીઆઈ દ્વારા છટકાનુ આયોજન કરતા દોઢ લાખ રુપિયાની રકમ લાંચ રુપે લેતા જ અધિકારી તુલસીદાસ મારકણા ઝડપાયો હતો. એસીબીના મદદનીશ નિયામક દિવ્યા રવિયા જાડેજા દ્વારા આરોપી તુલસીદાસ મારકણાના ઘરની ઝડતી લેવા માટે અન્ય પીઆઈની ટીમને મોકલી આપી હતી. છટકુ સફળ થતા વેંત જ એસીબીની ટીમોએ તેના ઘર અને અન્ય મિલકતોના સ્થળની…

Read More

આજથી પાંચ દિવસનું મીની વેકેશન શરુ થયુ છે. જેના પગલે ગુજરાતીઓએ પણ પ્રવાસ માટેનું મન બનાવી લીધુ છે. જાેકે મીની વેકેશનના માહોલના પગલે ગોવા, દીવ, સાપુતારા, માઉન્ટ આબુ, ઉદયપુર, માટે પ્રવાસીઓનો ધસારો વધ્યો છે. જેના કારણે આ પ્રવાસન સ્થળોઅ હોટેલોમાં તો ફુલ બૂકિંગ જાેવા મળી જ રહ્યુ છે, સાથે જ એરફેરમાં પણ દેખીતો વધારો જાેવા મળી રહ્યો છે. આજે બીજાે શનિવાર અને આવતીકાલે રવિવારની રજા છે. મંગળવારની સ્વતંત્રતા દિવસની રજા આવે છે. તો બુધવારે પણ પતેતીની જાહેર રજા છે. જેના પગલે બેંક, સરકારી કચેરીઓમાં અનેક કર્મચારીઓ તેમજ અધિકારીઓએ ૧૪ ઓગસ્ટ સોમવારની રજા લઇ લીધી છે. જેથી તેમને પરિવાર સાથે મીની…

Read More

ઘર કંકાસમાં જમાઈની હત્યાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. પતિ પત્નીના ઝઘડામાં સાસરિયાઓએ જમાઈને એસિડ પીવડાવી તેની હત્યા કરી નાખી છે. રિસામણે બેઠેલી પત્નીને પરત લેવા ગયેલા પતિ પર હુમલો કરીને બળજબરી પૂર્વક એસિડ પીવડાવ્યું હતુ. માધુપુરા પોલીસે પત્ની, સાસુ-સસરા સહિત ચાર લોકો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી સઘન તપાસ હાથ ધરી છે. આ ચકચારી ઘટના માધુપુરા વિસ્તારની છે. જ્યાં ઘર કંકાસ હત્યામાં પરિણમ્યો છે. સમગ્ર ઘટનાક્રમ મુજબ ગીતામંદિર પાસે રહેલા પ્રહલાદભાઈ વાઘેલા પોતાની પત્ની શિલ્પા રિસાઈને પિયર જતી રહી હતી તેને મનાવીને ઘરે પરત લાવવા પ્રહલાદભાઈ સાસરીમાં ગયા હતા. તેમને સપને ય ખ્યાલ નહિ હોય કે તેમનો આ અંતિમ…

Read More

રાજકોટ મહાનગર પાલિકાના શાસક પક્ષના નેતા વિનુ ધવા ફરી વિવાદમાં આવ્યા છે. આરોગ્ય વિભાગની કામગીરીને લઇને વિનુ ધવા અને ડૉ.જયેશ વાંકાણી વચ્ચે બબાલ થઇ હતી. જેમા રાજકોટ મહાનગરપાલિકામાં વિનુ ધવાએ અધિકારીને ફડાકાં ઝીંક્યા હોવાની પણ ચર્ચા છે જાે કે ફડાકાની વાતને સમર્થન મળ્યુ નથી અને વિનુ ધવાએ સત્તાવાર રીતે કંઈપણ બોલવાનો ઈનકાર કર્યો હતો. વિનુ ધવાએ દાવો કર્યો હતો કે એક અરજદાર પોતાના પ્રશ્નને લઇને છેલ્લા ૧૫ દિવસથી પરેશાન થઇ રહ્યો હતો.પરંતુ અધિકારી યોગ્ય જવાબ નહોતા આપતા. જેથી મામલો ગરમાયો હતો અને ઉગ્ર બોલાચાલી થઈ હતી. વિનુ ધવાના વર્તન બાદ કર્મચારીમાં ભારે રોષ જાેવા મળ્યો હતો. એક તબક્કે પોલીસ ફરિયાદ…

Read More

આજકાલ ઓનલાઈન ગેમિંગ ના રવાડે ચડેલા યુવાનો દેવા ના ડુંગર તળે દબાઈ જતા અંતિમ પગલું ભરતા અચકાતા નથી.અને તેમાંય ઓનલાઈન જુગાર રમાડતી એપ્લિકેશન ની જ્યારે ભરમાર જાેવા મળી રહી છે ત્યારે આવા સમયે મોબાઈલ વપરાશકર્તાઓ આવી એપ્લિકેશન ની જાળ માં ફસાઈ જતા જાેવા મળે છે.આવો જ એક બનાવ પંચમહાલ થી સામે આવ્યો જ્યાં એક યુવાન રમી ગેમ રમતા એકાઉન્ટ માંથી પૈસા કપાઈ જતા એક સુસાઇડ નોટ લખી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા નું પગલું ભર્યું છે. પંચમહાલના ગોધરા રેલવે પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ બાકરોલ રેલવે સ્ટેશન નજીક ઝૂંપડું બાંધી રેલવેના કોન્ટ્રાક્ટમાં મજૂરી કામ કરતા મધ્યપ્રદેશના જાંબુઆના ૩૦ વર્ષીય વિનોદ પારધી…

Read More

રાજ્યમાં નિવૃત્ત રમતવીરોને લઈ રાજ્ય સરકારે પેન્શનને લઈ મોટો ર્નિણય લીધો છે. રાજ્યના નિવૃત રમતવીરોને રાજ્ય સરકાર દર મહિને રૂપિયા ૩ હજારનો પેન્શન આપશે. જેના લાભ લેવા માટે રમતવીરોએ અરજી કરવાની રહેશે તેમજ રમતગમતમાં રાષ્ટ્રીય ક્ષેત્રે મેડલ જીત્યો હોય તેમને પણ પેન્શન આપવામાં આવશે. રાજ્ય સરકારના આ મહત્વદાયી ર્નિણયમાં રાજ્ય તરફથી રમતમાં મોકલવામાં આવ્યા હોય તેવા સભ્યને પણ લાભ આપવામાં આવશે. જે સમગ્ર બાબતને લઈ ૭ સભ્યની કમિટીએ પેન્શન આપવા અંગે આખરી ર્નિણય કર્યો છે. રાજ્ય સરકારનો રમત ગમત ક્ષેત્ર પ્રોત્સાહન આપવાને લઈ મહત્વદાયી ર્નિણય લેવામાં આવ્યો છે. જેમાં નિયમોની વાત કરીએ તો જિલ્લામાં વસતા અને ૫૦ વર્ષની ઉંમરના નિવૃત…

Read More