આજથી પાંચ દિવસનું મીની વેકેશન શરુ થયુ છે. જેના પગલે ગુજરાતીઓએ પણ પ્રવાસ માટેનું મન બનાવી લીધુ છે. જાેકે મીની વેકેશનના માહોલના પગલે ગોવા, દીવ, સાપુતારા, માઉન્ટ આબુ, ઉદયપુર, માટે પ્રવાસીઓનો ધસારો વધ્યો છે. જેના કારણે આ પ્રવાસન સ્થળોઅ હોટેલોમાં તો ફુલ બૂકિંગ જાેવા મળી જ રહ્યુ છે, સાથે જ એરફેરમાં પણ દેખીતો વધારો જાેવા મળી રહ્યો છે.
આજે બીજાે શનિવાર અને આવતીકાલે રવિવારની રજા છે. મંગળવારની સ્વતંત્રતા દિવસની રજા આવે છે. તો બુધવારે પણ પતેતીની જાહેર રજા છે. જેના પગલે બેંક, સરકારી કચેરીઓમાં અનેક કર્મચારીઓ તેમજ અધિકારીઓએ ૧૪ ઓગસ્ટ સોમવારની રજા લઇ લીધી છે. જેથી તેમને પરિવાર સાથે મીની વેકેશનનો આનંદ માણવા મળી શકે. ગુજરાતીઓએ આ પાંચ દિવસ દરમિયાન નજીકના સ્થળોએ ફરવા જવાનું આયોજન કર્યુ છે. જેના પગલે અમદાવાદ-ગોવાનું વન-વે એરફેર ૧૨૫ ટકા વધીને રુપિયા ૧૦૫૦૦ થઇ ગયું છે. તો હોટેલ-રીસોર્ટ્સમાં પણ ભાડા વધી ગયા છે.
આવતીકાલે બીજાે શનિવાર, મંગળવારે સ્વતંત્રતા દિવસ અને બુધવારે પતેતી છે. જેના કારણે સરકારી કચેરી-બેંકોમાં અનેક કર્મચારીઓ દ્વારા ૧૪ ઓગસ્ટ-સોમવારના રજા મૂકવામાં આવી છે. જેનાથી તેઓને પાંચ દિવસનું મિની વેકેશન મળી શકે. ચોમાસાને પગલે અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાપુતારા, ડાંગ, પોળો જંગલ, દીવ, દમણ જેવા નજીકના સ્થળોમાં પ્રવાસીઓનો ધસારો જાેવા મળશે. આ ઉપરાંત માઉન્ટ આબુ, ઉદયપુર, કુંભલગઢ, લોનાવલા જેવા સ્થળો પણ પ્રવાસીઓમાં ફેવરિટ છે. ઉદયપુરના અને માઉન્ટ આબુમાં હોટેલ-રીસોર્ટ્સમાં સામાન્ય દિવસો કરતાં વધારે ભાડું ચૂકવવા છતાં પણ હાલમાં રૂમ મળી રહ્યા નથી.
મીડિયા રિપોર્ટસ અનુસાર અમદાવાદથી લોનાવાલા-મહાબળેશ્વર માટે પૂણેની પાંચ ફ્લાઇટ ઉપલબ્ધ છે. સાથે જ અમદાવાદથી બાગડોગરા,કોચીન, જયપુરની પણ ડાયરેક્ટ ફ્લાઇટ છે. અમદાવાદથી વિશેષ કરીને ગોવા જવા માટે ધસારો જાેવા મળતો હોય છે. સામાન્ય દિવસોમાં અમદાવાદથી ગોવાની વન-વે ફ્લાઇટનું ભાડુ રુપિયા ૩૧૦૦થી રૃપિયા ૩૫૦૦ની આસપાસ હોય છે. પરંતુ મિની વેકેશનને પગલે આ ભાડું રૃપિયા ૯૫૦૦થી રુપિયા ૧૦૫૦૦ની આસપાસ છે.