Facebook Twitter Instagram
    Shu Khabar
    Facebook Twitter Instagram
    Shu Khabar
    Home»Gujarat»કોર્પોરેશનના શાસક પક્ષના નેતા ફરી એકવાર વિવાદમાં સપડાયા રાજકોટમાં શાસક પક્ષના નેતા અને આરોગ્ય અધિકારી વચ્ચે બબાલ
    Gujarat

    કોર્પોરેશનના શાસક પક્ષના નેતા ફરી એકવાર વિવાદમાં સપડાયા રાજકોટમાં શાસક પક્ષના નેતા અને આરોગ્ય અધિકારી વચ્ચે બબાલ

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 13, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    રાજકોટ મહાનગર પાલિકાના શાસક પક્ષના નેતા વિનુ ધવા ફરી વિવાદમાં આવ્યા છે. આરોગ્ય વિભાગની કામગીરીને લઇને વિનુ ધવા અને ડૉ.જયેશ વાંકાણી વચ્ચે બબાલ થઇ હતી. જેમા રાજકોટ મહાનગરપાલિકામાં વિનુ ધવાએ અધિકારીને ફડાકાં ઝીંક્યા હોવાની પણ ચર્ચા છે જાે કે ફડાકાની વાતને સમર્થન મળ્યુ નથી અને વિનુ ધવાએ સત્તાવાર રીતે કંઈપણ બોલવાનો ઈનકાર કર્યો હતો.
    વિનુ ધવાએ દાવો કર્યો હતો કે એક અરજદાર પોતાના પ્રશ્નને લઇને છેલ્લા ૧૫ દિવસથી પરેશાન થઇ રહ્યો હતો.પરંતુ અધિકારી યોગ્ય જવાબ નહોતા આપતા. જેથી મામલો ગરમાયો હતો અને ઉગ્ર બોલાચાલી થઈ હતી.

    વિનુ ધવાના વર્તન બાદ કર્મચારીમાં ભારે રોષ જાેવા મળ્યો હતો. એક તબક્કે પોલીસ ફરિયાદ કરવા સુધીની સ્થિતિ ઉભી થઇ હતી પરંતુ આ મામલે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેને મધ્યસ્થી કરાવી હતી અને ગેર વર્તન બદલ માફી મંગાવીને બંન્ને વચ્ચે મામલો થાળે પાડ્યો હતો.

    વિનુ ધવાનું અધિકારીઓ સાથે આ પ્રકારનું વર્તન પ્રથમ વખત નથી.
    આ અગાઉ ૧૩ જુલાઇના રોજ વિનુ ધવાએ શહેરમાં બાકી કામોને લઇને સિટી ઇજનેર કોટકનો ઉધડો લીધો હતો અને કામગીરી અંગે ઉગ્ર બોલાચાલીનો વીડિયો પણ વાયરલ થયો હતો. બિસ્માર રસ્તાઓ અને ધીમી ગતિએ ચાલતા કામોને લઇને તેમણે આકરૂ વલણ અપનાવતા ધવાએ એન્જિનિયરને કહ્યું હતું કે- કોન્ટ્રાક્ટરને છાવરવા ન જાેઇએ..જે કોન્ટ્રાક્ટર કામ ન કરતા હોય તેને નોટિસ આપવી જાેઈએ.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    વિકાસનું મોડલ ગણાતું ગુજરાત માંદું પડ્યું ગુજરાત સરકારના કરોડો રૂપિયા ગયા પાણીમાં

    September 26, 2023

    અંબાજી જવાના રસ્તા સતત બીજા દિવસે અકસ્માત થયો

    September 26, 2023

    કલેકટરને રજૂઆત કરાઈ નર્મદાના કાંઠે ખેતીના નુકસાન માટે જાહેર કરાયેલું વળતર અપૂરતું હોવાની ખેડૂતોની રાવ

    September 26, 2023

    Leave A Reply Cancel Reply

    Facebook Twitter Instagram Pinterest
    © 2023 ThemeSphere. Designed by ThemeSphere.

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Go to mobile version