અમદાવાદના નરોડાની હોટલમાં રહેતા એક કપલને અડધી રાતે મોટો કડવો અનુભવ થયો હતો. ઘેર ફર્નિચરનું કામ ચાલું હોવાથી આ કપલે હોટલને રહેઠાણ બનાવ્યું હતું અને છેલ્લા દોઢ મહિનાથી હોટલમાં રહેતું હતું. પરંતુ ગઈ કાલે તેમને હોટલમાં એક કડવો અનુભવ થયો હતો. રાતે ૩ વાગ્યે પત્નીને ભૂખ લાગી હોવાથી પતિ નાસ્તો લેવા નીચે ગયો હતો તેટલામાં પાર્થ પટેલ નામનો આરોપી હોટલની પાઈપ પર ચઢીને ચોથા માળે આવી ગયો હતો અને બારીમાંથી રુમમાં કૂદી આવ્યો અને મહિલા પાસે સેક્સની ડિમાન્ડ કરવા લાગ્યો હતો. ૨૬ વર્ષીય યુવતીએ નરોડા પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના ઘરમાં કોઈ કામ ચાલતું હોવાથી તે દોઢ…
Author: Shukhabar Desk
પાલનપુરમાં બ્રિજ ધરાશાયી થવા મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમાં સદોષ માનવવધની કલમ પણ રાખવામાં આવી છે. જી.પી,સી કંન્સ્ટ્રક્શનના સાત ડિરેક્ટરો અને એન્જિનિયરો સામે ૩૦૪ કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે..હાલ ૧૧ જેટલા લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લા પોલીસે આ મામલે પ્રેસ કોન્ફરસ યોજી હતી અને સમગ્ર ઘટના વિશે જાણકારી આપી હતી. પ્રાથમિક તબક્કો ગાંધીનગર આરએનબી વિભાગની ટેક્નિકલ ટીમે સર્વે કર્યો છે. તેમાં ક્વોલિટી કન્ટ્રોલના સેમ્પલ લેવામાં આવ્યા છે. તેને આધારે રિપોર્ટ કરવામાં આવશે અને અન્ય આરોપીના નામ ઉમેરાય તેવી શક્યતા છે. હાલ પોલીસ આ ઘટના અંગેના પુરાવાઓ એકત્રિત કરી રહી છે. પુરાવા મળ્યા બાદ પોલીસ…
આઈસીસીવન-ડે વર્લ્ડ કપમાં આજે દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો છે. બાંગ્લાદેશની ટીમ ટૂર્નામેન્ટમાં બીજી જીત નોંધાવવાનો પ્રયાસ કરશે. આ સાથે જ દક્ષિણ આફ્રિકાની નજર આ મેચ જીતીને સેમિફાઇનલ તરફ વધુ એક પગલું ભરવા પર હશે. દક્ષિણ આફ્રિકાના સુકાની એઈડન માર્કરામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ર્નિણય લીધો છે. આજે પણ ટેમ્બા બાવુમા રમતા નથી. આવી સ્થિતિમાં માર્કરામ ફરીથી કેપ્ટનશીપ કરી રહ્યો છે. લુંગી એનગિડી આજે દક્ષિણ આફ્રિકાની ટીમમાં નથી. શાકિબ અલ હસનની બાંગ્લાદેશ ટીમમાં વાપસી થઈ છે. ડી કોકની ત્રીજી સદી ડી કોકે વર્લ્ડ કપમાં પોતાની ત્રીજી સદી ફટકારી છે. ડી કોકે ૧૦૧ બોલમાં પોતાની સદી પૂરી કરી હતી.…
વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં કુલ ૨૨ મેચ રમાઈ છે. આ ૨૨ મેચો બાદ કેટલીક ટીમો સેમીફાઈનલની રેસમાં ઘણી આગળ નીકળી ગઈ છે તો કેટલીક ટીમો ઘણી પાછળ રહી ગઈ છે. જાે કે, સેમીફાઈનલના સમીકરણમાં હજુ પણ કેટલાક ફેરફારો થઈ શકે છે, પરંતુ કેટલીક ટીમોના પ્રદર્શનને જાેતા એવું લાગે છે કે તેમનું સેમીફાઈનલમાં જવું લગભગ નિશ્ચિત છે. આવો તમને જણાવીએ આવી ટીમોના નામ. વર્લ્ડ કપમાં ૨૨ મેચ બાદ ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે, જેના સૌથી વધુ ૧૦ પોઈન્ટ છે. ભારતે અત્યાર સુધીમાં પાંચમાંથી તમામ પાંચ મેચ જીતી છે અને પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. ભારત સેમિફાઇનલમાં જશે તે લગભગ…
કેન્દ્ર સરકારે છ દિવસ પહેલા જ કેન્દ્રિય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૪ ટકાનો વધારો કર્યો હતો ત્યારે હવે આજે દશેરાના પર્વે જ રેલવે બોર્ડે પોતાના કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે.આ જાહેરાત સાથે જ રેલવે કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ મૂળ પગારના ૪૬ ટકા સુધી વધી જશે. પહેલા કર્મચારીઓને મૂળ પગારના ૪૨ ટકા જ ડીએ મળતું હતું. આ વધારો ૧ જુલાઈ ૨૦૨૩થી જ અમલમાં આવશે અને કર્મચારીઓને બાકીના પગારમાં વધારાનો ડીએ મળશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય કેબિનેટે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના ડીએમાં ચાર ટકાનો વધારો કરવાની જાહેરાતના છ દિવસ બાદ રેલવે બોર્ડે આ જાહેરાત કરી છે. આ ઉપરાંત કેન્દ્ર…
અરબી સમુદ્ર બાદ હવે બંગાળની ખાડી પાસે લો પ્રેશર સર્જાયું છે જેના કારણે ત્યાં ચક્રવાતીની સ્થિતિ સર્જાઈ છે. અરબી સમુદ્રમાં બનેલું ચક્રવાત ‘તેજ’ આરબ દેશો તરફ આગળ વધ્યું છે પરંતુ બંગાળની ખાડીમાં આવેલા વાવાઝોડા ‘હામૂન’ અંગે હવામાન વિભાગે મોટું અપડેટ આપ્યું છે. આઈએમડી એ બંગાળની ખાડી પાસે સર્જાયેલ ચક્રવાત ‘હામૂન’ના કારણે રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે બંગાળની ખાડીમાં બનેલું ચક્રવાત ‘હામૂન’ ઉત્તર-ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે. વર્તમાન આગાહી અનુસાર, આ ચક્રવાત બાંગ્લાદેશના ખેપુપારા અને ચટગાંવના દરિયાકાંઠે ટકરાશે. તે ૨૫મી ઓક્ટોબરે બપોરે દરિયાકાંઠે પહોંચી શકે છે. દક્ષિણ આસામ અને પૂર્વ મેઘાલયમાં આજે અને આવતી…
તાજેતરમાં સુપ્રીમ કોર્ટે સમલૈંગિક વિવાહ પર ચુકાદો આપ્યો હતો. જેમાં સુપ્રીમ દ્વારા સમલૈંગિક વિવાહને લઇ અસહમતી સાધવામાં આવી હતી. એવામાં આ મામલે ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા (સીજેઆઈ) ડીવાયચંદ્રચુડનું એક નિવેદન સામે આવ્યું છે. સીજેઆઈચંદ્રચુડે જ્યોર્જટાઉન યુનિવર્સિટી લો સેન્ટર, વોશિંગ્ટન ડીસી અને સોસાયટી ફોર ડેમોક્રેટિક રાઈટ્સ (એસડીઆર), નવી દિલ્હી દ્વારા બંધારણીય કાયદાની ચર્ચામાં આ વાત કહી હતી. આ કાર્યક્રમમાં, મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, બંધારણીય મહત્વના મુદ્દાઓ પર આપવામાં આવેલા ર્નિણયો ઘણીવાર “અંતરાત્માનો અવાજ” હોય છે અને તે સમલૈંગિક લગ્નના કેસમાં તેમના લઘુમતી ર્નિણયને સમર્થન મળ્યું છે. સમલૈંગિક વિવાહ પર વાત કરતા ડીવાયચંદ્રચુડે કહ્યું કે, કેટલાક ર્નિણયો તમારા અંતરાત્મા અને બંધારણનો મત…
ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકના સચિવ વી.કે. પાંડિયનને સરકારી સેવામાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ (વીઆરએસ) લીધી છે. રાજ્યમાં સત્તારૂઢ બીજુ જનતા દળ (બીજેડી)ના સૂત્રોએ જણાવ્યું અનુસાર, તેઓ પાર્ટીમાં જાેડાઈ શકે છે અને વિધાનસભા ચૂંટણી પહેલા તેમને મહત્વપૂર્ણ ભૂમિકા આપવામાં આવી શકે છે. રાજ્યમાં આવતા વર્ષની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણીઓ પ્રસ્તાવિત છે. આ ચૂંટણીમાં તેમને મહત્વની ભૂમિકા મળે તેવી અટકળો ચાલી રહી છે. મુખ્યમંત્રીના ખૂબ જ નજીકના સહયોગી ગણાતા પાંડિયન ઘણીવાર વિવાદોમાં પણ રહ્યા છે. વિરોધ પક્ષોએ પાંડિયન પર રાજકીય લાભ મેળવવા માટે તેમના પદનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. પાંડિયન ઓડિશા કેડરના ૨૦૦૦ બેચના આઈએએસ અધિકારી છે. ઓડિશા સરકારના વહીવટી વિભાગને લખેલા પત્રમાં, કેન્દ્રના…
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સ્વાસ્થ્ય અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. હાલમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને હાર્ટ એટેક આવ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે. અહેવાલ મુજબ, રવિવારે રાત્રે લગભગ ૯.૦૫ વાગ્યે પુતિન તેમના બેડરૂમના ફ્લોર પડી ગયા હતા. જયારે સુરક્ષાકર્મીઓએ રાષ્ટ્રપતિ ફ્લોર પર અથડાવાનો અવાજ સાંભળ્યો ત્યારે તેઓ રૂમમાં તરત જ દોડી આવ્યા હતા. તાજેતરના વર્ષોમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની તબિયત નાજુક જાેવા મળી રહી છે. અગાઉ પણ કેટલાક વીડિયોમાં તેમના હાથ ધ્રુજતા જાેવા મળ્યા અને ક્યારે ભાષણ આપતા સમયે નબળા જાેવા મળ્યા હતા. ગયા વર્ષે યુક્રેન પર હુમલો શરૂ થયો ત્યારથી મીડિયામાં એવા ઘણા અહેવાલો આવ્યા છે કે ૭૧…
હમાસ સાથે યુધ્ધ વચ્ચે ઈઝરાયેલ છેલ્લા કેટલાક દિવસોથી ગાઝા પટ્ટી પર જમીની આક્રમણની ધમકી આપી રહ્યુ છે પણ હજી સુધી તેણે પોતાની ધમકી પર અમલ કર્યો નથી.અત્યારે બોર્ડર પર ત્રણ લાખ ઈઝાયેલી સૈનિકો સ્ટેન્ડબાય ઉભા છે અને આખી દુનિયા અધ્ધરશ્વાસે આ સ્થિતિને નિહાળી રહી છે. જાેકે એવુ જાણવા મળ્યુ છે કે, અમેરિકાએ ઈઝરાયેલને ગાઝા પટી પર આક્રમણ નહીં કરવાની સલાહ આપી છે. સાથે સાથે પેલેસ્ટાઈન સાથે વાટાઘાટો કરવા માટે કતારને મધ્યસ્થી તરીકે રાખવા માટે પણ શિખામણ આપી છે. અમેરિકા હમાસે બંધક બનાવેલા મહત્તમ લોકોના છુટકાર માટે અને આ યુધ્ધ અન્ય દેશો સુધી ના પહોંચે તે માટે પ્રયત્ન કરી રહ્યુ છે.…