Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»હવે બંગાળની ખાડી પાસે લો પ્રેશર સર્જાયું ચક્રવાત ‘હામૂન’થી આસામ-મેઘાલયમાં ભારે વરસાદનું એલર્ટ
    India

    હવે બંગાળની ખાડી પાસે લો પ્રેશર સર્જાયું ચક્રવાત ‘હામૂન’થી આસામ-મેઘાલયમાં ભારે વરસાદનું એલર્ટ

    Shukhabar DeskBy Shukhabar DeskOctober 24, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    અરબી સમુદ્ર બાદ હવે બંગાળની ખાડી પાસે લો પ્રેશર સર્જાયું છે જેના કારણે ત્યાં ચક્રવાતીની સ્થિતિ સર્જાઈ છે. અરબી સમુદ્રમાં બનેલું ચક્રવાત ‘તેજ’ આરબ દેશો તરફ આગળ વધ્યું છે પરંતુ બંગાળની ખાડીમાં આવેલા વાવાઝોડા ‘હામૂન’ અંગે હવામાન વિભાગે મોટું અપડેટ આપ્યું છે. આઈએમડી એ બંગાળની ખાડી પાસે સર્જાયેલ ચક્રવાત ‘હામૂન’ના કારણે રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે બંગાળની ખાડીમાં બનેલું ચક્રવાત ‘હામૂન’ ઉત્તર-ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે. વર્તમાન આગાહી અનુસાર, આ ચક્રવાત બાંગ્લાદેશના ખેપુપારા અને ચટગાંવના દરિયાકાંઠે ટકરાશે. તે ૨૫મી ઓક્ટોબરે બપોરે દરિયાકાંઠે પહોંચી શકે છે.

    દક્ષિણ આસામ અને પૂર્વ મેઘાલયમાં આજે અને આવતી કાલે ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય ઓડિશાના દરિયાકાંઠે પણ ચોમાસાની અસર જાેવા મળશે. આજે અહીં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે. ચક્રવાતને કારણે પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડશે. ચક્રવાત ‘હામૂન’ના કારણે સમગ્ર પશ્ચિમ બંગાળમાં જાેરદાર પવન ફૂંકાશે. પવનની ઝડપ ૪૦ થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની હોઈ શકે છે. આજ સવારથી જ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં જાેરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. બાંગ્લાદેશના દરિયાકાંઠે પવનની ઝડપ ૭૫ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.આ ચક્રવાતની અસર ભારતના ઉત્તર-પૂર્વમાં જાેવા મળશે. હવામાન વિભાગે મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને મેઘાલય માટે હળવા અને મધ્યમ વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આજથી જ વરસાદી ગતિવિધિઓ શરૂ થશે. ત્રિપુરા અને અન્ય રાજ્યોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. જાેકે, ૨૬ ઓક્ટોબરે વરસાદની ગતિવિધિઓમાં ઘટાડો જાેવા મળી શકે છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      ભારત સમિટ 2026માં રાહુલ ગાંધીનું મોટું નિવેદન, કહ્યું- ‘અમે મોદીને હરાવવા જઈ રહ્યા છીએ’

      November 14, 2026

      રાહુલ ગાંધીએ શેર કર્યો પિતા રાજીવ ગાંધીનો 36 વર્ષ જૂનો પત્ર, PM મોદીને ફરી આપી ડિબેટની ચેલેન્જ

      November 13, 2026

      IBPS Recruitment 2026: બેંકિંગ ક્ષેત્રમાં નોકરી મેળવવાની તક, આજે જ અરજી કરવાની છેલ્લી તારીખ, જાણો પગાર અને લાયકાત

      November 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.