૨૦૦૨માં ગોધરામાં સાબરમતી એક્સપ્રેસમાં આગ લગાડવાના દોષિતોને જામીન આપવાના મુદ્દે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે ત્રણેય દોષિતોને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. ત્રણેય દોષિતો આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું, આ ઘટના ખૂબ જ ગંભીર ઘટના છે. આ એકલા વ્યક્તિના મૃત્યુનો મામલો નથી. અમે દોષિતોની અપીલ પર સુનાવણી માટે બેન્ચની રચના કરીશું. સુનાવણી દરમિયાન સીજેઆઈએ કહ્યું કે અમે પહેલાથી જ કહ્યું હતું કે જેમની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવવામાં આવી છે તેમને જામીન આપવામાં આવશે નહીં. જેમણે સળગતી ટ્રેનમાં પેટ્રોલ છાંટવામાં ચોક્કસ ભૂમિકા ભજવી હતી તેમને પણ જામીન આપવામાં આવશે નહીં. ત્રણેય સામે…
Author: Shukhabar Desk
શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા અને કાશી વિશ્વનાથ ધામ બાદ હવે શ્રીકૃષ્ણ જન્મભૂમિ મથુરાનો કેસ પણ સુપ્રીમકોર્ટ પહોંચી ગયો છે. અરજદારોએ ટોચની કોર્ટ સમક્ષ માગ કરી છે કે વારાણસીમાં આવેલા કાશી વિશ્વનાથ મંદિર પરિસરમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદના ચાલી રહેલા એએસઆઈસરવેની જેમ મથુરાની શાહી ઈદગાહનું પણ વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરાવવાનો આદેશ આપવામાં આવે. આ અરજી કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ નિર્માણ ટ્રસ્ટ દ્વારા દાખલ કરવામાં આવી હતી. અરજદારોનું કહેવું છે કે સર્વેક્ષણથી સચોટતાની પુષ્ટી થશે. વિવાદિત જમીનના સંબંધમાં અરજદાર અને પક્ષકાર નંબર ૧ દ્વારા કરાયેલા દાવાની વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા માટે એએસઆઈદ્વારા સરવે કરાવવામાં આવે. આ સરવે જરૂરી ડેટા આપશે અને સચોટતાની પુષ્ટી કરશે. તે કોઈપણ…
એઆઈએમઆઈએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીના દિલ્હીમાં આવેલા નિવાસ પર હુમલો કરાયા હોવાની આશંકા વ્યક્ત કરાઇ છે. ઓવૈસીના ઘરના દરવાજા પર લગાવેલા બે કાંચ તૂટેલી હાલતમાં મળ્યા હતા. પોલીસે જ સોમવારે આ માહિતી આપી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે કાંચના ટુકડાં આજુબાજુ વિખેરાયેલાં મળ્યા હતા પરંતુ ત્યાં કોઈ પથ્થર કે કોઈ અન્ય ઘાતક વસ્તુ મળી આવી નહોતી. અધિકારીઓએ કહ્યું કે તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે. ઓવૈસીએ ફેબ્રુઆરીમાં પણ આરોપ મૂક્યો હતો કે રાષ્ટ્રીય રાજધાનીમાં તેમના નિવાસ પર અજાણ્યા બદમાશોએ હુમલો કર્યો હતો અને દાવો કર્યો હતો કે ૨૦૧૪ બાદથી આ પ્રકારની ચોથી ઘટના હતી.
હરિયાણાના નૂહમાં ઈન્ટરનેટ સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવી છે. અહીં બે અઠવાડિયા પહેલા સાંપ્રદાયિક અથડામણોની ઘટના બની હતી, જેમાં છ લોકો મૃત્યુ પામ્યા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. હવે અહીં ફરી ઈન્ટરનેટ સેવા શરૂ કરવામાં આવી છે પરંતુ સ્પીડ ઓછી રખાઈ છે. વીડિયો ડાઉનલોડ થઈ રહ્યાં નથી. તમનેજણાવી દઈએ કે ૩૧ જુલાઈના રોજ નૂહમાં સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળ્યા બાદ પ્રશાસને ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી હતી. નૂહ ઉપરાંત, હિંસા ગુરુગ્રામ, પલવલ, ફરીદાબાદ અને હરિયાણાના અન્ય જિલ્લાઓમાં ફેલાઈ ગઈ હતી. એસટીએફઅને પોલીસની ટીમો ૩૧મી જુલાઈએ નૂહમાં થયેલી હિંસામાં સામેલ બદમાશોને પકડવાનું અભિયાન ચલાવી રહી છે. પોલીસે રવિવારે સવારે ૫ વાગ્યે…
અમેરિકાના ફ્લોરિડામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક વિમાન જે સંપૂર્ણ ઉંચાઈ પર ઉડી રહ્યું હતું, તે અચાનક સીધું ૨૦ હજાર ફૂટ નીચે આવી ગયું હતું. પ્લેનમાં હાજર તમામ મુસાફરોમાં હોબાળો મચી ગયો હતો. ઘણા મુસાફરોએ ઓક્સિજન માસ્ક પણ ઉતાર્યા હતા. આ ઘટનાની કેટલીક ફોટોસ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.મળેલી માહિતી મુજબ ફ્લાઈટમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જેના કારણે પાયલટે પ્લેનને ઓછી ઉંચાઈ પર લાવવાનો અને પછી લેન્ડિંગ કરવાનો ર્નિણય લીધો હતો. હવે પાયલોટે આ કર્યું પરંતુ માત્ર ત્રણ મિનિટમાં પ્લેન ૨૦ હજાર ફૂટ ઊંચાઈથી નીચે આવી ગયો હોવાથી તમામ મુસાફરો ડરી ગયા. એક મુસાફરે આ…
હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ પાકિસ્તાની મહિલા સીમા હૈદરે રબુપુરા સ્થિત પોતાના ઘર પર તિરંગો લહેરાવ્યો છે. આ દરમિયાન તેમનો પતિ સચિન અને એડવોકેટ એ.પી.સિંહ પણ હાજર રહ્યા હતા. આ સાથે જ સીમાએ ‘પાકિસ્તાન મુર્દાબાદ, હિન્દુસ્તાન જિંદાબાદ’ના નારા લગાવ્યા હતા. સીમાએ પોતાના ઘરે તિરંગો લહેરાવીને ભારત માતા કી જય અને હિન્દુસ્તાન ઝિંદાબાદના નારા પણ લગાવ્યા હતા. પાકિસ્તાનના કરાચીની સીમા હૈદર વીઝા વગર નેપાળના રસ્તે પોતાના ચાર બાળકો સાથે ગ્રેટર નોઈડાના રબુપુરામાં રહેતા સચિનના ઘરે આવી ગઈ છે. પોલીસે બંનેને ગેરકાયદેસર રીતે ભારત આવવા બદલ જેલમાં મોકલી દીધા હતા. હાલ બંને જામીન પર બહાર છે અને રબુપુરામાં રહી રહ્યા છે. સતત…
રશિયા અને યુક્રેન વચ્ચે ૧૮ મહિના કરતાં પણ વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં બંને દેશો એકબીજા સામે વર્ચસ્વ વેળવવા માટે પોતા-પોતાની રણનીતિઓનું ઝડપી રીતે અમલ કરી રહ્યા છે. આ દરમિયાન ખેરસોનમાં રશિયાના ગોળીબારમાં એક નવજાત સહિત સાત લોકોએ જીવ ગુમાવી દીધા હતા. ખેરસોન ક્ષેત્રના એક સૈન્ય અધિકારીએ જણાવ્યું હતું કે અહીં હુમલામાં ૨૩ દિવસના બાળક અને તેના ૧૨ વર્ષના ભાઈ સાથે તેના માતા-પિતા માર્યા ગયા હતા.તેમણે ટેલિગ્રામ પર એક પોસ્ટમાં કહ્યું હતું કે આજે ખેરસોનથી મળેલા અહેવાલો ખરેખર હચમચાવી મૂકે તેવા હતા. એક ૨૩ દિવસની નવજાત સોફિયા, તેનો ૧૨ વર્ષનો ભાઈ આર્ટેમ અને તેમના માતા પિતા રશિયાના…
આજે ભારતના હિમાચલ પ્રદેશ સહીત ઉતરાખંડ રાજ્યમાં વરસાદે ભારે તારાજી સર્જી હતી. હવે ભારત બાદ ચીન પર પણ કુદરતનો પ્રકોપ યથાવત છે. ચીનના શિયાન પ્રાંતમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયાના સમાચાર મળી રહ્યા છે. આ ઘટનામાં ૨૧ લોકોના મોત થયા હતા અને ૬ લોકો ગુમ થયા હતા. સ્થાનિક મીડિયા અનુસાર, ભૂસ્ખલન અને પૂરમાં એક હાઇવેને પણ ભારે નુકસાન થયું હતું અને શહેરમાં લગભગ ૯૦૦ ઘરો વીજળી વગરના બન્યા હતા. ચીનની સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર જુલાઈમાં પૂર અને ભૂસ્ખલનના કારણે ૧૪૨ લોકોએ જીવ ગુમાવ્યા છે અને ૯૮૦ લોકો લાપતા બન્યા હતા. ખાનુન વાવાઝોડાને કારણે ચીનમાં પૂર અને ભૂસ્ખલનની…
વેસ્ટ ઈન્ડિઝ સામેની પાંચમી અને નિર્ણાયક ટી૨૦ મેચમાં ભારતને ૮ વિકેટે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતે વિન્ડીઝને ૧૬૬ રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને વેસ્ટ ઈન્ડિઝે ૧૮ ઓવરમાં ૨ વિકેટ ગુમાવીને સરળતાથી હાંસલ કરી લીધો હતો. વરસાદે મેચમાં ઘણી વખત વિક્ષેપ પાડ્યો હતો. રોવમેન પોવેલના નેતૃત્વમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમે પાંચ મેચની ટી૨૦ સિરીઝ ૩-૨થી જીતીને ઈતિહાસ રચ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝે ૧૭ વર્ષમાં પ્રથમ વખત ભારત સામે સિરીઝ જીતી છે.લક્ષ્યનો પીછો કરતા વેસ્ટ ઈન્ડિઝની શરૂઆત ખરાબ રહી હતી. કાયલ મેયર્સ (૧૦) બીજી ઓવરમાં જ અર્શદીપનો શિકાર બન્યો હતો. અહીંથી બ્રાંડન કિંગ અને નિકોલસ પૂરને ઇનિંગ સંભાળી અને બીજી વિકેટ માટે…
ભારતીય અમેરિકી અર્થશાસ્ત્રી રાજ ચેટ્ટીને અમેરિકી સપનાને સાકાર કરવામાં આવતા અવરોધો અને ભ્રમની સ્થિતીને દૂર કરવા માટે એક વિશાળ ડેટાનો ઉપયોગ કરવા બદલ હાર્વર્ડ યુનિવર્સિટીએ પ્રતિષ્ઠિત જ્યોર્જ લેડલી પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. ચેટ્ટી હાર્વર્ડ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના વિલિયમ એ.એકમેન પ્રોફેસર અને ઓપોર્ચ્યુનિટી ઈનસાઇટ્સના નિર્દેશક છે. યુનિવર્સિટી પ્રોવોસ્ટ અન મુખ્ય શૈક્ષણિક અધિકારી એલન એમ.ગાર્બરે કહ્યું કે આર્થિક ગતિશીલતા પર રાજ ચેટ્ટીનું અભૂતપૂર્વ કામ અને નીતિ નિર્માતાઓ સાથે આ ડેટાને શેર કરવાના તેમના પ્રયાસ અમેરિકી સપનાને બધા માટે વધારે સુવિધાજનક બનાવે છે. એક અજાણ્યા કર રેકોર્ડનો ઉપયોગ કરીને તેમણે આ વિશાળ ડેટા તૈયાર કર્યો હતો. રાજ ચેટ્ટી કહે છે કે મારી પૃષ્ઠભૂમિને કારણે…