પેરુ દેશની રાષ્ટ્રીય ફરિયાદી કચેરીએ લેટિન અમેરિકન દેશમાં સોનાની ખાણકામ કરતી ગેંગ પર સ્થાનિક રહેવાસીઓને ડરાવવા માટે ‘એલિયન’ જેવી ઘટનાઓ અંજામ આપવાનો આરોપ મૂક્યો છે. ધ ન્યૂ યોર્ક પોસ્ટના અહેવાલમાં જણાવાયું છે કે ઉત્તરીય એમેઝોન બેસિનમાં આશરે ૩,૦૦૦ની વસ્તી ધરાવતા અલ્ટો નાને ગામમાં જુલાઈના મધ્યભાગથી કાળા હૂડ પહેરેલા સાત ફૂટના ‘આર્મર્ડ’ એટલે કે હથિયારધારી અને ‘ફ્લોટિંગ’ એટલે કે તરતા એલિયન્સ જાેવા મળ્યા છે. અહેવાલોએ આ દૃશ્યોને ‘ફેસ પીલર’ અથવા ‘ગ્રીન ગોબ્લિન’ જેવી સ્થાનિક અંધશ્રદ્ધાઓ સાથે જાેડ્યા હોવા છતાં, ફરિયાદીની કચેરી માને છે કે કહેવાતા ‘એલિયન્સ’ સ્થાનિક સોનાની ખાણકામ કરતી ગેંગ સાથે જાેડાયેલા છે. તે કહે છે કે આ ગેંગ સ્થાનિકોમાં…
Author: Shukhabar Desk
શું તમે ક્યારેય વિચાર્યું હતું કે કોઈ વિદેશી વડાપ્રધાન કોઈ હિંદુ કથાવાચકના મુખેથી કહેવાતી રામકથા સાંભળવા પહોંચશે? પરંતુ આવું થયું છે. બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક રામકથા સાંભળવા પહોંચ્યા હતા. આ રામકથા બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં યોજાઈ હતી અને કથાકાર હતા મોરારિ બાપુ. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં મોરારિ બાપુની રામકથા બેઠી છે. જેમાં મંગળવારે એકાએક બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક પહોંચી ગયા હતા. ઋષિ સુનક કથામાં પહોંચ્યા પછી સામાન્ય વ્યક્તિની જેમ જ મોરારિ બાપુની સામે ખુરશીમાં બેઠા હતા. તેમણે કહ્યું કે, તેઓ વડાપ્રધાન તરીકે નહીં પરંતુ હિંદુ હોવાના લીધે કથા સાંભળવા આવ્યા છે. ઋષિ સુનકે વ્યાસપીઠ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. પોતાના સંબોધનની શરૂઆત ઋષિ…
સોમવારે ભોજનમાંથી કથિત રીતો ઉંદર મળી આવ્યા બાદ બાંદ્રા પોલીસે રેસ્ટોરન્ટના બે કૂક અને એક મેનેજરની ધરપકડ કરી હતી. મંગળવારે ત્રણેયને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. આ દરમિાન રેસ્ટોરાંના વકીલે જણાવ્યું હતું કે, ફરિયાદીઓએ ખંડણી લેવામાં નિષ્ફળ ગયા બાદ ફરિયાદ દાખલ કરાવી હતી અને તેમનો હેતુ રેસ્ટોરન્ટની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો હતો. એક સીનિયર બેંક મેનેજર અને તેમના મિત્રએ સોમવારે નોંધાવેલી તેમની પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ રવિવારે રાતે પાલી નાકા પાસે આવેલા પાપા પંચો દા ઢાબામાં ચિકન ડિશમાં ‘ઉંદરનું માંસ’ જાેઈને ચોંકી ગયા હતા. ફરિયાદના આધારે બાંદ્રા પોલીસે કૂક અને મેનેજરની ધરપકડ કરી હતી અને બાદમાં જામીન પર…
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ બાદ અહીં ઠેર ઠેર પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ છે. ત્યારે મંગળવારે અહીં મૃત્યુઆંક ૫૯ને પાર પહોંચ્યો હતો. વાદળ ફાટવાના કારણે પૂર અને ભૂસ્ખલનના કારણે અનેક લોકો હજુ કાટમાળ નીચે દટાયેલા છે. રાજ્યમાં વાદળ ફાટવાના કારણે મંડી અને શિમલા જિલ્લામાં સૌથી વધુ ૨૩ અને ૧૯ મોત થયા છે. તો રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન શિમલાના સમર હિલ વિસ્તારમાંથી વધુ ત્રણ ડેડબોડી મળી આવી છે. ત્રણ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ આવેલા પૂર અને ભૂસ્ખલનમાં મંગળવારે મૃત્યુઆંક ૫૯એ પહોંચ્યો છે. અનેક લોકો હજુ કાટમાળ નીચે ફસાયેલા છે. મંડી અને શિમલામાં સ્થિતિ વણસી છે. અનેક રસ્તાઓ બંધ…
સ્વતંત્રતા દિવસના રંગમાં હાલમાં સમગ્ર દેશ રંગાઈ ચુક્યો છે. આ ખાસ અવસર પર પીએમ મોદી દિલ્હીના લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો છે. વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ આ ૧૦મી વખત લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો છે. પીએમ મોદીના સંબોધન પર સૌ કોઈની નજર છે. લાલ કિલ્લા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તિરંગો ફરકાવ્યો છે. પીએમ મોદીને ૨૧ તોપની સલામી આપવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, લાલ કિલ્લાની પ્રાચીર પરથી પીએમ મોદીએ ૧૦ મી વખત તિરંગો ફરકાવ્યો છે. ૭૭મા સ્વતંત્રતા દિવસ પર પીએમ મોદીએ લાલ કિલ્લા પર ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કર્યું. પીએમ મોદીએ કહ્યું કે, દુનિયા હાલમાં પણ કોરોનાથી બહાર આવી…
સની દેઓલ હાલ ફિલ્મ ‘ગદર ૨’ના કારણે ખૂબ ચર્ચામાં છે. ૨૨ વર્ષ બાદ આ ‘ગદર’ની સીક્વલ રિલીઝ થઈ છે અને ફેન્સ તારા સિંહના દિવાના થઈ ગયા છે. દેશભરમાં આ ફિલ્મ કમાલ કરી રહી છે. ફિલ્મે રિલીઝના ત્રણ જ દિવસમાં ૧૩૫ કરોડ રૂપિયાની કમાણી કરી દીધી છે. ફિલ્મ રિલીઝ થઈ એ પહેલા સની દેઓલ લોકો સામે હાથ જાેડીને ઊભા રહેતા હતા અને ફિલ્મ જાેવા આવવાની વિનંતી કરતા હતા. પરંતુ ફિલ્મનો જાદુ બોક્સઓફિસ પર ચાલતાં જ સની પાજીના તેવર બદલાયા છે. પહેલા તેઓ એરપોર્ટ પર ફેન ઉપર ગુસ્સે થયા હતા અને હવે કેટલીક મહિલાઓને ચૂપ કરાવતા જાેવા મળ્યા હતા. ૧૧ ઓગસ્ટે સની…
સુપરસ્ટાર રજનીકાંતની ‘જેલર’ સની દેઓલની ‘ગદર ૨’ના એક દિવસ પહેલા રિલીઝ થઈ હતી અને પહેલા જ દિવસે એટલે કે ગુરુવારે બમ્પર ઓપનિંગ મેળવી છે. કહેવામાં આવી રહ્યું છે કે રિલીઝના ચોથા દિવસે આ ફિલ્મે વિશ્વભરમાં ૩૦૦ કરોડનો આંકડો પાર કરી લીધો છે. રિપોર્ટ મુજબ, ‘ગદર ૨’ની રિલીઝના એક દિવસ પહેલા જ શાનદાર ઓપનિંગ કરનારી ફિલ્મ ‘જેલર’એ પહેલા દિવસે જ બમ્પર કમાણી કરી હતી. રવિવારે રજનીકાંતની ફિલ્મે ચારેય ભાષાઓ (તમિલ, તેલુગુ, કન્નડ અને હિન્દી)માં કુલ ૩૮.૦૦ કરોડનું કલેક્શન કર્યું છે. આ ફિલ્મના વર્લ્ડવાઈડ કલેક્શનની વાત કરીએ તો ત્રણ દિવસમાં દુનિયાભરમાં ૨૨૨.૧૦ કરોડની કમાણી કરી લીધી છે. જ્યારે ફિલ્મે ત્રણ દિવસમાં વિદેશમાં…
એક તરફ જ્યાં સની દેઓલની ગદર ૨ બોક્સ ઓફિસ પર સુનામી લઈને આવી છે, તો બીજી તરફ અક્ષય કુમારની ‘ઓહ માય ગોડ ૨’ પણ ધૂમ મચાવી રહી છે. બંને ફિલ્મો એક સાથે ૧૧ ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. OMG 2′ એ ત્રણ દિવસમાં જ ૧૦૦ કરોડનો આંકડો પાર કરી લીધો છે, જ્યારે OMG 2′ એ ત્રણ દિવસમાં ૪૩.૧૧ કરોડ રૂપિયાની કમાણી કરી છે. અક્ષય કુમાર ફિલ્મને મળેલા પ્રતિસાદથી ઘણો ખુશ છે. તેઓએ તાજેતરમાં ર્ંસ્ય્ ૨ ની સફળતાની ઉજવણી કરી અને સમગ્ર કાસ્ટ અને ક્રૂ માટે ડિનર પાર્ટી આપી. ઓહ માય ગોડ ૨ને ૨૭ કટ પછી છ સર્ટિફિકેટ મળ્યું છે.…
રબ સે સોણા ઈશ્ક અને રાધાક્રિષ્ના જેવી સીરિયલોમાં કામ કરી ચૂકેલા એક્ટર કરણ મલ્હોત્રાના ડિવોર્સ થઈ ગયા છે અને હાલ તે સિંગલ છે. કરણના ૨૦૧૪માં દિલ્હીની ઈન્ટિરિયર ડિઝાઈનર આકાંક્ષા ઢીંગરા સાથે અરેન્જ મેરેજ થયા હતા. કરણ અને આકાંક્ષા છેલ્લા પાંચ વર્ષથી અલગ રહે છે. જાેકે, કપલના ડિવોર્સ મે મહિનામાં મંજૂર થયા છે. ડિવોર્સ વિશે વાત કરતાં કરણે અમારા સહયોગી ઈટાઈમ્સ ટીવીને જણાવ્યું, અમારી વચ્ચે સુમેળ નહોતો સધાઈ રહ્યો. કેટલીક સમસ્યાઓ હતી, ઝઘડો નહોતો પણ અમે એકમત નહોતા થઈ શકતા. અમારો સંબંધ ચાલતો નહોતો એટલે અમને લાગ્યું કે ખેંચવા કરતાં અંત લાવી દેવો યોગ્ય રહેશે. હજી ૩-૪ મહિના પહેલા જ ડિવોર્સ…
બગ બોસ ઓટીટીમાં જે ઘડીઓ ગણાઈ રહી હતી તે આવી ગઈ. ૧૪ ઓગસ્ટની રાત્રે શોનું ગ્રાન્ડ ફિનાલે યોજાયું. જેમાં રાવ સાહેબ એટલે કે એલ્વિશ યાદવ વિજેતા બન્યો છે. એલ્વિશ યાદવને ‘બિગ બોસ ઓટીટી ૨’ની ટ્રોફી ઉપરાંત ૨૫ લાખ રૂપિયા કેશ પ્રાઈઝ મળી છે. અભિષેક મલ્હન ફર્સ્ટ રનર-અપ રહ્યો છે જ્યારે મનીષા રાની સેકડન્ડ રનર-અપ રહી છે. એલ્વિશ યાદવે ‘બિગ બોસ ઓટીટી ૨’ જીતીને ઈતિહાસ રચ્યો છે. ‘બિગ બોસ’ના ૧૬-૧૭ વર્ષના ઈતિહાસમાં ક્યારેય એવું નથી થયું કે, કોઈ વાઈલ્ડ કાર્ડ કન્ટેસ્ટન્ટ શો જીત્યો હોય. પરંતુ આ વખતે આવું બન્યું છે. એલ્વિશ યાદવે ‘બિગ બોસ ઓટીટી ૨’ના ઘરમાં આવીને ઘરવાળાની સાથે શોની…