સ્વતંત્રતા દિવસના રંગમાં હાલમાં સમગ્ર દેશ રંગાઈ ચુક્યો છે. આ ખાસ અવસર પર પીએમ મોદી દિલ્હીના લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો છે. વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ આ ૧૦મી વખત લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો છે. પીએમ મોદીના સંબોધન પર સૌ કોઈની નજર છે. લાલ કિલ્લા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તિરંગો ફરકાવ્યો છે. પીએમ મોદીને ૨૧ તોપની સલામી આપવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, લાલ કિલ્લાની પ્રાચીર પરથી પીએમ મોદીએ ૧૦ મી વખત તિરંગો ફરકાવ્યો છે. ૭૭મા સ્વતંત્રતા દિવસ પર પીએમ મોદીએ લાલ કિલ્લા પર ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કર્યું. પીએમ મોદીએ કહ્યું કે, દુનિયા હાલમાં પણ કોરોનાથી બહાર આવી નથી. યુદ્ધ એક તરફ સંકટને જન્મ આપ્યો છે. આજે દુનિયા મોંઘવારીના સંકટથી ઝઝૂમી રહી છે. મોંઘવારીએ સમગ્ર વૈશ્વિક અર્થવ્યવસ્થાને પોતાની ઝકડમાં લીધી છે. તે દુર્ભાગ્યપૂર્ણ છે, જ્યારે આપણી જરુરિયાતનો સામાન આયાત કરીએ છીએ, તો અમે મુદ્રાસ્ફીતિ પણ આયાત કરીએ છીએ, પણ ભારતે મોંઘવારી કાબૂમાં કરવા માટે તમામ પ્રયાસ કર્યા છે. પીએમ મોદીએ પોતાના ભાષણની શરુઆત કરતા કહ્યું કે- પૂજ્ય બાપૂ અને ભગત સિંહ જેવા શૂરવીરોના બલિદાનથી દેશ આઝાદ થયો. હું જે લોકોએ બલિદાન આપ્યા છે, તેમને પ્રણામ કરુ છું. અમે ૨૬ જાન્યુઆરી મનાવીએ તે ગણતંત્ર દિવસની ૭૫મી વર્ષગાંઠ હશે. આ વખતે પ્રાકૃતિક આપદાએ દેશના અનેક ભાગમાં કષ્ટ સહન કર્યા છે. હું આ તમામ પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરુ છું.
રાજ્ય અને કેન્દ્ર સરકાર મળીને આ તમામ સંકટમાંથી બહાર આવી ઝડપથી આગળ વધશે. પીએમ મોદીએ લાલ કિલ્લાની પ્રાચીરથી કહ્યું કે, ડેમોગ્રાફી, ડેમોક્રેસી અને ડાયવેર્સિટીની આ ત્રિવેણી ભારતને આગળ વધારવામાં મદદ કરી રહી છે. આજે ૩૦ વર્ષથી ઓછી ઉંમરની જનસંખ્યા દુનિયામાં ક્યાંય છે, તો મારા દેશ ભારતમાં છે. જે દેશ માટે આટલી કોટી કોટી ભુજાઓ હોય, તો આપણે ઈચ્છિત પરિણામ પ્રાપ્ત કરી શકીએ છીએ. પીએમ મોદીએ કહ્યું કે, ૨૦૧૯માં આધાર પર આપને મને ફરી એક વાર આશીર્વાદ આપ્યા. આગામી પાંચ વર્ષ અભૂતપૂર્વ વિકાસ ના છે. ૨૦૪૭ના સપનાને સાકાર કરવા સૌથી મોટી સ્વર્ણિમ ક્ષણ આગામી પાંચ વર્ષ છે. આગામી ૧૫ ઓગસ્ટે આ લાલ કિલ્લામાં દેશની ઉપલબ્ધિઓ અને વિકાસ આપની સામે રજૂ કરીશ. પ્રધાનમંત્રી મોદીએ ફરી એક વા કહ્યું કે, ભારતને દુનિયાની ટોપ ૩ અર્થવ્યવસ્થામાં સ્થાન અપાવશે. તેમણે કહ્યું કે, આ મોદીની ગેરેન્ટી છે, કે ભારત આગામી ૫ વર્ષમાં દુનિયાની ટોપ ૩ અર્થવ્યવસ્થામાં પોતાની જગ્યા બનાવશે. પીએમ મોદીએ કહ્યું કે, હું એ તમામ બહાદુર દિલોને પોતાના શ્રદ્ધાંજલિ અર્પણ કરું છં, જેમણે ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં પોતાનું યોગદાન આપ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે, આ કાળખંડના ર્નિણયે હજારો વર્ષના સ્વર્ણિમ ઈતિહાસ લખશે. પીએમ મોદીએ કહ્યું કે, આપણે અત્યારે જે પણ ર્નિણય કરીશું તો ૧૦૦૦ વર્ષ સુધી
આપણું ભાગ્ય લખવાનું છે. હું દેશના દીકરા-દીકરીઓને કહેવા માગું છું કે, જે સૌભાગ્ય આજે મળ્યું છે, ભાગ્યે જ કોઈના નસીબમાં હશે, જેને આ મળ્યું છે. તેને ખોવાનું નથી. મને યુવા શક્તિ પર વિશ્વાસ છે. આજે મારા યુવાનોએ દુનિયામાં ત્રણ પહેલા સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમમાં સ્થાન અપાવ્યું છે. દુનિયાને ભારતની આ તાકાતને જાેતા અચંભિત થઈ રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, ભારતે જે કમાલ કર્યું છે, તે દિલ્હી મુંબઈ ચેન્નાઈ સુધી સીમિત નથી. ટિયર ૨ અને રિયર ૩ સિટીના નૌજવાન પણ ભાગ્ય બનાવી રહ્યા છે. દેશનું જે સામર્થ્ય દેખાઈ રહ્યું છે, તે નાના શહેરોમાંથી બહાર આવી રહ્યું છે.
પીએમ મોદીએ કહ્યું કે, અવસરોની કમી નથી. આપ જેટલા અવસરો માગશો, દેશ એટલા અવસર આપવા માટે સમર્થ છે. દેશમાં વિશેષ શક્તિ જાેડાઈ રહી છે. માતાઓ બહેનોની શક્તિની. આ આપનો પરિશ્રમ છે. ખેડૂતોની શક્તિ જાેડાઈ રહી છે. દેશની કૃષિના ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે. હું મજૂરો,શ્રમિકોને કોટિ કોટિ અભિનંદન આપવા માગું છું. પીએમ મોદીએ કહ્યું કે, અમે દરેક વર્ગના લોકોના વિકાસ માટે અને જરુરિયાતના હિસાબથી અલગ મંત્રાલયની સ્થાપના કરી છે. તેનાથી સમાજના દરેક વર્ગ સાથે આવ્યો. આજે અમે વિશ્વની અર્થવ્યવસ્થામાં પાંચમી નંબર પર આવી ગઈ છે. આ કંઈ એમ જ નથી થયું. સરકારે ભ્રષ્ટાચાર ખતમ કર્યો. પહેલા ભ્રષ્ટાચારનો રાક્ષસ દેશને ઘેરીને બેઠો હતો. લાખો કરોડના કૌભાંડ થયા અને કૌભાંડે દેશની અર્થવ્યવસ્થાને બરબાદ કરી દીધી છે. પીએમ મોદીએ કહ્યું કે, આપણે આગામી મહિને વિશ્વકર્મા યોજના લોન્ચ કરીશું અને આ યોજના પર ૧૫ હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. પીએમ મોદીએ જણાવ્યું કે, છેલ્લા ૫ વર્ષમાં સાડા ૧૩ કરોડ પરિવાર ગરીબી રેખામાંથી બહાર આવ્યા. અમારા કાર્યકાળમાં દેશના મધ્ય વર્ગને નવી તાકાત મળી છે. આગામી ૫ વર્ષમાં દેશ ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે. પીએમ મોદીએ કહ્યું કે દુર્ભાગ્ય છે કે આજે આપણને મોંઘવારી પણ ઈંપોર્ટ કરવી પડે છે. જ્યાં દુનિયા મોંઘવારીથી ઝઝૂમી રહી છે.
તો વળી આપણને મોંઘવારી કાબૂ કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે. આજે ભારતમાં વિશ્વની તુલનામાં સૌથી સસ્તા ડેટા મળી રહ્યા છે. અમે તેને કંટ્રોલ કરવામાં આ દિશામાં વધુ આગળ પગલા ઉઠાવી રહ્યા છીએ. પીએમ મોદીએ કહ્યું કે, જેનો શિલાન્યાસ કર્યો, તેનું ઉદ્ધાટન પણ અમે કર્યું. અમે ટાર્ગેટથી પહેલા ચાલી રહ્યા છીએ. દરેક ટાર્ગેટ સમય પહેલા પુરો થયો છે. આ ભારતનું હારતું નથી અને હાંફતું પણ નથી. આપણી સેના પહેલાથી વધારે સુરક્ષિત થઈ છે. તે આત્મવિશ્વાસથી ભરેલું ભારત છે. પીએમ મોદીએ કહ્યું કે, સેનામાં રિફોર્મનું કામ થઈ રહ્યું છે. પહેલા સતત ધમાકા થતાં હતા. પણ હવે આપણી સરહદો પહેલાથી ક્યાંય વધારે સુરક્ષિત છે. આતંકી હુમલોમાં પણ કમી આવી છે અને સીરિયલ બોમ્બ બ્લાસ્ટ હવે જુના જમાનાની વાતો થઈ ચુકી છે. નક્સલી વિસ્તારમાં પણ પરિવર્તનનો માહોલ છે. પીએમ મોદીએ કહ્યું કે, આજે ચંદ્રયાનની ગતિ હોય અથવા મૂન મિશનની વાત હોય, આજે મહિલા વૈજ્ઞાનિક દેશના નેતૃત્વ કરી રહી છે. દુનિયામાં સૌથી વધારે મહિલા પાયલટ ભારતમાં છે. અમે બે કરોડ લખપતિ દીદીનો ટાર્ગેટ લઈને ચાલી રહ્યા છીએ. અમે શ્રેષ્ઠતાની ભાવનાને લઈને આગળ વધી રહ્યા છીએ.