દિલ્હીમાં તીન મૂર્તિ માર્ગ પર સ્થિત ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના સત્તાવાર નિવાસસ્થાનની અંદર આવેલા નેહરુ મેમોરિયલ સંગ્રહાલય અને પુસ્તકાલયનું નામ બદલી પ્રધાનમંત્રી સંગ્રહાલય અને પુસ્તકાલય કરાતા વિપક્ષો સરકાર પર સતત પ્રહારો કરી રહી છે, ત્યારે કોંગ્રેસના સાંસદ શશી થરૂરે વડાપ્રધાન મોદીના ‘પ્રધાનમંત્રી સંગ્રહાલય’ બનાવવાના વિચારની પ્રશંસા કરી છે, જાેકે તેમણે સરકાર પર કટાક્ષ પણ કર્યો છે. શશી થરૂરે નેહરુ મેમોરિયલ સંગ્રહાલય અને પુસ્તકાલયનું નામ બદલીને પ્રધાનમંત્રી સંગ્રહાલય અને પુસ્તકાલય કરવા પર કહ્યું કે, તે અફસોસની વાત છે કે, આ નોબત આવી… તેમણે પીએમના આઈડિયાની પ્રશંસા કરતા કહ્યું કે, અગાઉના તમામ વડાપ્રધાનોના નામો દર્શાવવા માટે એક પ્રધાનમંત્રી સંગ્રહાલય બનાવવાનો…
Author: Shukhabar Desk
અમેરિકીના અવકાશ એજન્સી નાસાએ આગામી વર્ષ ૨૦૨૪માં ભયંકર સ્થિતિ સર્જાવાની ચિંતા વ્યક્ત કરવાની સાથે વિશ્વભરના લોકોને ચેતવણી આપી છે. નાસાએ સત્તાવાર પુષ્ટિ કરતા કહ્યું કે, વર્ષ ૧૮૮૦ બાદ આ વર્ષનો જુલાઈ મહિનો સૌથી ગરમ મહિનો રહ્યો હતો. નાસાએ ચેતવણી આપતા કહ્યું કે, આગામી વર્ષે ૨૦૨૪માં વધુ ગરમી પડશે, જેનો સામનો કરવા આપણે અત્યારથી જ કરવી પડશે. જાે તૈયારી કરવામાં નહીં આવે તો ઘણા લોકોના મોત થઈ શકે છે. હાલના સમયમાં વિશ્વભરના વિવિધ સ્થળોએ ઘણા પ્રકારની કુદરતીઓ આપત્તિઓ સર્જાઈ છે, જેના કારણે ધરતીને તાવ આવી ગયો છે અને તાપમાન વધતું જઈ રહ્યું છે. નાસાના પ્રમુખ બિલ નેલ્સને કહ્યું કે, નાસાના ડેટા…
ેશના મહત્વાકાંક્ષી ચંદ્રયાન-૩એ ગઈકાલે ચંદ્રની ભ્રમણકક્ષાનો પાંચમો અને અંતિમ તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો. હવે ચંદ્રયાન-૩ ચંદ્રની સપાટીની વધુ નજીક પહોંચી ગયું છે. ઈસરોએ ચંદ્રયાન-૩ મિશનને લઈને ટ્વીટ કર્યું હતું. આજે ચંદ્રયાનની યાત્રામાં મહત્વપૂર્ણ પરંતુ નિર્ણાયક ફેરફારો થશે. ઈસરોએ આજે ચોથી વખત ચંદ્રયાન-૩ ની ભ્રમણકક્ષા બદલી હતી. ઈસરોએ ચંદ્રયાન-૩ મિશનને લઈને ટ્વીટ કર્યું કે આજે સફળતાપૂર્વક એન્જિન ચાલુ કર્યા બાદ તેણે ચંદ્ર તરફ જતી ભ્રમણકક્ષા પૂર્ણ કરી લીધી છે. હવે તેનું અંતર ૧૫૩ કિમી ટ ૧૬૩ કિમી રહી ગયું છે. ઈસરોના જણાવ્યા અનુસાર આજે ચંદ્રયાનની યાત્રામાં મહત્વપૂર્ણ પરંતુ નિર્ણાયક ફેરફારો થવાના છે જેમાં ચંદ્રયાન લેન્ડરને અલગ કરવાની પ્રક્રિયા શરૂ કરશે…
આજે માર્કેટમા સામાન્ય ચાલ જાેવા મળી, દિવસના અંતે માર્કેટમાં સામાન્ય વધારા સાથે બંધ રહ્યું, સેન્સેક્સ અને નિફ્ટી બન્ને ઇન્ડેક્સમાં મામૂલી તેજી જાેવા મળી. આજે કમજાેર શરૂઆત બાદ માર્કેટમાં રિક્વરી જાેવા મળી અને દિવસના અંતે સેન્સેક્સ ૦.૨૧ ટકા અને ૧૩૭.૫૦ પૉઇન્ટના ઉછાળા સાથે ૬૫,૫૩૯.૪૨ ના સ્તર પર બંધ રહ્યો હતો, તો વળી, નિફ્ટી પણ સામાન્ય અપ રહ્યો હતો, નિફ્ટી ઇન્ડેક્સ ૦.૧૬ ટકા સાથે ૩૦.૪૫ પૉઇન્ટ ઉછળીને ૧૯,૪૬૫.૦૦ પર બંધ રહ્યો હતો. આજે દિવસના કારોબારમાં ભારે ઉતાર ચઢાવ જાેવા મળ્યો. બેન્ક અને મેટલ શેરોને છોડી દઇએ તો તમામ સેક્ટૉરિયલ ઇન્ડેક્સ લીલા નિશાનમાં કામ કરી રહ્યાં હતા. પાવર રિયલ્ટી, આઇટી ફાર્મા અને કેપિટલ…
આજે મોદી કેબિનેટની બેઠક મળી હતી જેમાં ઘણા મોટા ર્નિણયો લેવામાં આવ્યા છે. આ બેઠકમાં શહેરો ઈ-બસ ચલાવવા અને અને વિશ્વકર્મા યોજના અંગે ર્નિણય લેવાયો હતો. શહેરોમાં ઈ-બસ ચલાવવા માટે કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. દેશના શહેરોમાં ઈ-બસ સેવા માટે ૬૩ હજાર કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. આ ઈ-બસ સેવા માટે ૬૩ હજાર કરોડ રૂપિયામાંથી કેન્દ્ર સરકાર ૨૦ હજાર કરોડ રૂપિયા આપશે જ્યારે બાકીની રકમ રાજ્ય સરકાર આપશે. ઈ-બસ સેવાની યોજના જાહેર ખાનગી ભાગીદારી દ્વારા ચલાવવામાં આવશે. આ સાથે ઈ-બસ સેવા માટે ૭ હજાર કરોડ રૂપિયાની લોન લેવામાં આવશે. ઈ-બસ સેવા ઉપરાંત વિશ્વકર્મા યોજનાને પણ કેબિનેટમાં મંજૂરી આપવામાં…
બોટાદ જિલ્લામાંથી ગઇકાલે એક ગુનાખોરીની વિચિત્ર ઘટના સામે આવી છે, અહીં પિતા પુત્રની લડાઇમાં પુત્રએ પોતાના સગા બાપને મોતને ઘાટ ઉતારી દીધો છે, આ અંગે મૃતકના ભત્રીજાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, હાલમાં પોલીસ પકડથી આરોપી દુર છે. મળતી માહિતી પ્રમાણે, બોટાદ જિલ્લા ગઇકાલે હત્યાની ઘટના ઘટી છે, જિલ્લાના ગઢડાના પીપળ ગામમાં પિતા પુત્રને કોઇ વાતને લઇને બોલાચાલી થઇ હતી, આ બોલાચાલી બાદ પીપળ ગામના જ પરિવારમાં મોતનો માતમ છવાઇ ગયો, કેમ કે ખુદ પુત્રએ પોતાના પિતાને દાંતરડાના ઘા મારી દીધા અને આ કારણે તેના પિતા મોતને ઘાટ ઉતરી ગયા હતા. ખાસ વાત છે કે, પીપળ ગામમાં રહેતો આ પરિવાર…
ગીર સોમનાથમાં આદમખોર દીપડાનો આતંક વધ્યો છે. દીપડાના હુમલામાં વધુ એક વૃદ્ધાનું મોત નિપજ્યું છે. સુત્રાપાડાના મોરડિયા ગામમાં આદમખોર દીપડાનો આતંક સામે આવ્યો છે. મોરડિયા ગામમાં દીપડો ૭૫ વર્ષીય વૃદ્ધાને ઉઠાવી ગયો હતો. ઘરમાં બેઠેલા વૃદ્ધાને દીપડો ઉઠાવી ગયો હતો. વૃદ્ધાએ બુમાબુમ કરતાં દીપડો વાડીમાં છોડી ફરાર થઇ ગયો હતો. પરિવારજનોની સામે જ દીપડો વૃદ્ધાને ઉઠાવી ગયો હતો. ૨૪ કલાકમાં ગામમાં દીપડાએ ૩ લોકો પર હુમલા કર્યા છે. ૨૪ કલાકમાં દીપડાના હુમલામાં ૨નાં મોત નિપજ્યા છે, જ્યારે ૧ ઘાયલ છે. મટાણા, મોરડિયા ગામમાં દીપડાનો આતંક વર્તાઇ રહ્યો છે. ગઈકાલે મટાણા ગામમાં દીપડાના બે લોકો પર હુમલા હતા. માનવ લોહી તરસ્યો…
રાજ્યમાં સતત અકસ્માતના બનાવો વધી રહ્યા છે. રોડ અકસ્માતમાં લોકો જિંદગી ગુમાવી રહ્યા છે અને અનેક લોકો ઇજાગ્રસ્ત થતાં હોવાના સમાચાર પણ સામે આવતાં હોય છે, ત્યારે વધુ બે અકસ્માતની ઘટના બની છે. દ્વારકા-ખંભાળિયા હાઇવે પર સર્જાયેલા એક અકસ્માતમાં ૧૦થી વધુ લોકોને ઇજા પહોંચી છે, પીકઅપ વાન ડિવાઇડર સાથે ટકરાતાં અકસ્માત સર્જાયો હતો. જ્યારે બનાસકાંઠાના કાંકરેજમાં નશામાં ધૂત કારચાલકે અકસ્માત સર્જાયો હતો. કારની ટક્કરે બાઇક પર સવાર બે લોકોને ઇજા પહોંચી છે. દ્વારકા ખંભાળિયા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પીકઅપ વાન ડિવાઈડર સાથે ટકરાતાં ૧૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મોવાણના પાટીયા પાસે સર્જાયો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘાયલ…
શહેરનાં મણિનગર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા સામે સવાલ ઉભા થાય તેવો બનાવ પ્રકાશમાં આવ્યો છે. લૂંટારૂ બિન્દાસ્ત પિસ્તોલ લઈને જ્વેલર્સની દુકાનમાં ઘુસી જાય છે. પિસ્તોલ બતાવીને લૂંટનો પ્રયાસ કરે છે. દુકાનદારે પ્રતિકાર કરતા લૂંટારૂ ફરાર થવાનો પ્રયાસ કરે છે. જાેકે, યુવાનના હાથમાં પિસ્તોલ જાેઈને લોકોએ સતર્કતા વાપરીને તેને ઝડપી લીધો હતો. પરંતુ આ દરમિયાન લોકોને ગભરાવવા માટે તેણે એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યુ હતુ. પરંતુ લોકોએ ડર્યા વગર તેનો સામનો કર્યો અને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો. શહેરનાં મણિનગર વિસ્તારમાં સદનસીબે મોટો બનાવ બનતા અટકી ગયો છે. લૂંટનો પ્રયાસ કરીને ભાગેલા લૂંટારૂને પકડવા માટે સ્થાનિકોનું ટોળું તેની પાછળ પડ્યું…
આજે ૧૫મી ઓગસ્ટે સમગ્ર દેશમાં આઝાદીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતમાં સુરતમાં એક મોટી દુર્ઘટના બની હોવાની માહિતી સામે આવી છે. સુરત શહેરની ધારુકા કોલેજમાં સ્લેબ ધરાશાયી થયો હતો. આ ઘટનામાં ત્રણ લોકો દટાયા હતા જે પૈકીના બે લોકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર, આજે સવારના સમયે ધારુકા કોલેજમાં અચાનક સ્લેબ ધરાશાયી થયો હતો. રિપેરિંગ કામ કરતા સમયે સ્લેબ ધરાશાયી થતાં કાટમાળમાં ચાર શ્રમિકો દટાયા હતા. જેમાં બે શ્રમિકોના મોત થયા હતા જ્યારે અન્ય શ્રમિકોને રેસ્ક્યુ કરીને બહાર કઢાયા હતા અને તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. આ ઘટના…