આજે મોદી કેબિનેટની બેઠક મળી હતી જેમાં ઘણા મોટા ર્નિણયો લેવામાં આવ્યા છે. આ બેઠકમાં શહેરો ઈ-બસ ચલાવવા અને અને વિશ્વકર્મા યોજના અંગે ર્નિણય લેવાયો હતો. શહેરોમાં ઈ-બસ ચલાવવા માટે કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. દેશના શહેરોમાં ઈ-બસ સેવા માટે ૬૩ હજાર કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.
આ ઈ-બસ સેવા માટે ૬૩ હજાર કરોડ રૂપિયામાંથી કેન્દ્ર સરકાર ૨૦ હજાર કરોડ રૂપિયા આપશે જ્યારે બાકીની રકમ રાજ્ય સરકાર આપશે. ઈ-બસ સેવાની યોજના જાહેર ખાનગી ભાગીદારી દ્વારા ચલાવવામાં આવશે. આ સાથે ઈ-બસ સેવા માટે ૭ હજાર કરોડ રૂપિયાની લોન લેવામાં આવશે.
ઈ-બસ સેવા ઉપરાંત વિશ્વકર્મા યોજનાને પણ કેબિનેટમાં મંજૂરી આપવામાં આવી છે. વડાપ્રધાને ૧૫મી ઓગસ્ટે વિશ્વકર્મા યોજનાની જાહેરાત કરી હતી. સોની, સુથાર, કડિયા, વાળંદ અને સાધનો અને હાથ વડે કામ કરનારાઓ માટે આ એક યોજના છે. વડાપ્રધાને જાહેરાત કરી હતી કે વિશ્વકર્મા જયંતિ પર વિશ્વકર્મા યોજના શરૂ કરવામાં આવશે.
વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લા પરથી વિશ્વકર્મા યોજના વિશે જાહેરાત કરી હતી કે તેનું બજેટ ૧૩ થી ૧૫ હજાર કરોડ રૂપિયા હશે. આ યોજના દ્વારા સરકાર પરંપરાગત કૌશલ્ય એટલે કે હાથ વડે કામ કરતાં કારીગરોને મદદ કરશે. આ કારીગરોમાં સોની, લુહાર, વાળંદ અને ચામડાનું કામ કરતાં લોકોને સીધો ફાયદો થશે. આ યોજનાનો હેતુ એવા લોકોને લાભ પહોંચાડવાનો છે, જેઓ હાથ વડે કુશળ કામ કરે છે અને પેઢીઓથી આ કામ કરી રહ્યા છે.
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, ૩ લાખની વસ્તીવાળા લગભગ ૧૦૦ શહેરોમાં ઇલેક્ટ્રિક બસ ચલાવવાની યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ પાછળ લગભગ ૫૭,૬૧૩ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. તેમાંથી ૨૦,૦૦૦ કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર ભોગવશે. આ યોજના હેઠળ દેશભરમાં ૧૦ હજાર ઇલેક્ટ્રિક બસો દોડાવવામાં આવશે. આ યોજના પીપીપી મોડલ પર આધારિત હશે અને તેની સાથે સિટી બસો પણ ચલાવવામાં આવશે. આ યોજના ૧૦ વર્ષ સુધી ઇલેક્ટ્રિક બસો ચલાવવાની વાત કરે છે. બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જ વિશ્વકર્મા યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ યોજનાનું નામ પીએમ વિશ્વકર્મા હશે. વડાપ્રધાન મોદીએ ૧૫ ઓગસ્ટે પોતાના ભાષણ દરમિયાન આ યોજનાની જાહેરાત કરી હતી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, આ યોજનાથી દેશના ૩૦ લાખ કામદારોના પરિવારોને ફાયદો થશે. આ યોજના ૧૩ હજાર કરોડ રૂપિયાથી શરૂ થઈ રહી છે અને તે પાંચ વર્ષની યોજના છે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, કેન્દ્રીય કેબિનેટે ડિજિટલ યોજનાના વિસ્તરણ માટે ૧૪,૯૦૩ કરોડ રૂપિયાની મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ હેઠળ ૫.૨૫ લાખ આઈટી પ્રોફેશનલ્સને વધુ કુશળ બનાવવામાં આવશે. આ સાથે ૨.૬૫ લાખ લોકોને ૈં્ની તાલીમ આપવામાં આવશે. ડિજિટલ ઈન્ડિયાના વિસ્તરણમાં નેશનલ સુપર કોમ્પ્યુટિંગ મિશન હેઠળ ૯ સુપર કોમ્પ્યુટર ઉમેરવામાં આવશે. આ યોજનામાં પહેલાથી જ ૧૮ સુપર કોમ્પ્યુટર કામ કરી રહ્યા છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી હતી કે, કેન્દ્રીય કેબિનેટે વિવિધ રેલ્વે પ્રોજેક્ટ માટે ૩૨,૫૦૦ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આ અંતર્ગત સાત મલ્ટી ટ્રેકિંગ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય ભારતીય રેલ્વેના વર્તમાન નેટવર્કમાં ૨,૩૩૯ કિમી ઉમેરવામાં આવશે. આ યોજનાઓ આંધ્ર પ્રદેશ, બિહાર, ગુજરાત, મહારાષ્ટ્ર, ઝારખંડ, તેલંગાણા, ઓડિશા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના ૩૫ જિલ્લાઓને આવરી લેશે.