બોટાદ જિલ્લામાંથી ગઇકાલે એક ગુનાખોરીની વિચિત્ર ઘટના સામે આવી છે, અહીં પિતા પુત્રની લડાઇમાં પુત્રએ પોતાના સગા બાપને મોતને ઘાટ ઉતારી દીધો છે, આ અંગે મૃતકના ભત્રીજાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, હાલમાં પોલીસ પકડથી આરોપી દુર છે. મળતી માહિતી પ્રમાણે, બોટાદ જિલ્લા ગઇકાલે હત્યાની ઘટના ઘટી છે, જિલ્લાના ગઢડાના પીપળ ગામમાં પિતા પુત્રને કોઇ વાતને લઇને બોલાચાલી થઇ હતી, આ બોલાચાલી બાદ પીપળ ગામના જ પરિવારમાં મોતનો માતમ છવાઇ ગયો, કેમ કે ખુદ પુત્રએ પોતાના પિતાને દાંતરડાના ઘા મારી દીધા અને આ કારણે તેના પિતા મોતને ઘાટ ઉતરી ગયા હતા. ખાસ વાત છે કે, પીપળ ગામમાં રહેતો આ પરિવાર મૂળ મધ્યપ્રદેશનો છે અને કામ-મજૂરી અર્થે અહીં આવ્યો હતો, અહીં આ પરિવાર મજૂરી કરીને ગુજરાન ચલાવતો હતો. પિતાની હત્યા કર્યા બાદ આરોપી પુત્ર ફરાર થઇ ગયો હતો. હત્યાની ઘટના અંગે મૃતકના ભત્રીજાએ ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીની પકડવાની અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાણપુર તાલુકાના ઉમરાળા ગામે ૨૦ વર્ષીય યુવતીએ આપઘાત કર્યો છે.
કોલેજમાં અભ્યાસ કરતી ૨૦ વર્ષીય યુવતીએ તારીખ ૨૭ જુલાઈના રોજ આપઘાત કર્યો હતો. જાે કે, મૃતક યુવતી દ્રારા લખવામાં આવેલી સુસાઇડ નોટ બહાર આવતા તારીખ ૨ ઓગષ્ટના રોજ રાણપુર પોલીસ સ્ટેશનમાં યુવતીના પિતાએ ફરિયાદ નોંધાવી છે. ધોરણ ૮ માં અભ્યાસ કરતી હતી તે સમયથી લઈ કોલેજ સુધી હેરાન કરતા વિજય નામના યુવકના કારણે આપઘાત કર્યો હોવાની હકિકત સામે આવી છે. વિજય નામનો આ યુવાન મૃતક યુવતીના ઘર નજીક જ રહેતો હોય જેના કારણે અવાર નવાર તે તેમના ઘરે પણ આવતો જતો હતો. વિજય દ્રારા વારંવાર પ્રેમ કરવા દબાણ કરતો હતો. અંતે યુવતીએ કોલેજ સમયે પ્રેમનો સ્વીકાર કર્યો હતો. જાે કે, પ્રેમ બાદ યુવક વિજયની અન્ય જગ્યાએ સગાઈ થતા કાયમ સાથ આપવાની વાત કરતા વિજયની સગાઈને લઈ યુવતીએ આપઘાત કરી લીધો હતો. આપઘાતનું કારણ સુસાઇડ નોટ સાથે મૃતક દ્રારા લખવામાં આવેલ વિગત બહાર આવતા રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસ દ્રારા કલમ ૩૦૬ મુજબ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.