મહારાષ્ટ્રના રાજકારણમાં સતત ઉથલપાથલ ચાલી રહી છે. અજિત પવારે તેમના કાકા શરદ પવારને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન આપવાની ઓફર કરી હોવાનું કહેવાય છે. આ અહેવાલો પર ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે હવે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે અજીત એટલા મોટા નેતા નથી કે તેઓ શરદ પવારને ઓફર કરી શકે. સંજય રાઉતે કહ્યું કે અજિત પવારને શરદ પવારે બનાવ્યા હતા. એવું નથી કે ભત્રીજાએ કાકાને બનાવ્યા. તેમણે કહ્યું કે પવાર સાહેબે સંસદીય રાજકારણમાં ૬૦ વર્ષથી વધુ સમય પસાર કર્યો છે. આ ઉપરાંત તેઓ ચાર વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેમનું જે કદ છે…
Author: Shukhabar Desk
બોલીવુડ અભિનેત્રી જેક્લિન ફનાર્ન્ડિઝને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે મોટી રાહત આપી છે. સુકેશ ચંદ્રશેખર સાથે સબંધિત ૨૦૦ કરોડના મની લોન્ડરિંગ કેસમાં જેક્લિન ફનાર્ન્ડિઝને પૂર્વ અદાલતની કોઈ પણ મંજૂરી વિના વિદેશ યાત્રા પર જવાની પર્મિશન આપી દીધી છે. બીજી તરફ કોર્ટે જેક્લિન ફનાર્ન્ડિઝની જામીન શરતોમાં પણ ફેરફાર કર્યો છે. જેક્લિનને દેશની બહાર યાત્રા કરવા પહેલા ઈડી અને અદાલતને ત્રણ દિવસ પહેલા જાણ કરવાની રહેશે. એનો અર્થ એ કે, જેક્લિન પોતાના કોઈ પ્રોજેક્ટ અંતર્ગત વિદેશ જાઈ તો તેણે કોર્ટની મંજૂરી લેવાની જરૂર નથી. માત્ર તેણે અદાલતને જાણ કરવાની રહેશે. કોર્ટે જણાવ્યું કે, જેક્લિન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરે છે. તેણે પોતાના કામ અંતર્ગત…
મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા ૩.૪ની હતી. જેની જાણકારી નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (એનસીએસ) એ આપી છે. જાેકે, હજું સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી મળ્યા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાં આજે સવારે ૩.૪ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું કે, ભૂકંપના આ આંચકા ભારતીય માનક સમય પર ૦૬ઃ૪૫ વાગ્યે અનુભવાયા હતા. આ ભૂકંપ ૫ કિમીની ઊંડાઈ પર આવ્યો હતો. જાેકે હાલમાં કોઈ પણ જાનહાનિ કે, સંપત્તિના નુકશાનનો કોઈ અહેવાલ નથી. કોલ્હાપુર મુંબઈથી લગભગ ૩૭૫ કિમી દૂર પશ્ચિમી મહારાષ્ટ્રમાં સ્થિત છે. મેઘાયલ અને બાંગ્લાદેશના ઉત્તરી વિસ્તારમાં સોમવારે સાંજે…
પંજાબમાં બુધવારે મહત્ત્વપૂર્ણ ભાખરા અને પોંગ ડેમના ગેટ ખોલી દેવાતા તોફાની બનેલી સતુલજ અને વ્યાસ નદીઓના કિનારે આવેલા સેંકડો ગામમાં પૂર આવી ગયું હતું. મૂશળધાર વરસાદને લીધે બંને જળશાયોમાં પાણીનો પ્રવાહ ચિંતાજનક રીતે વધી ગયો હતો. ગત ત્રણ દાયકામાં તેમના જળસંગ્રહ ક્ષેત્રો, ખાસ કરીને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ નોંધાયો હતો. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ની ટીમ પૂરમાં ફસાયેલા લોકોને સુરક્ષિત કાઢવાનો પ્રયાસ કરી રહી છે. અધિકારીઓએ કહ્યું કે વરસાદ ધીમો પડવાથી બંને ડેમના પાણીના પ્રવાહમાં ઘટાડો નોંધાયો છે જે રાહતની વાત છે. પંજાબ, હરિયાણા અને રાજસ્થાનની સિંચાઈની જરૂરિયાતને પૂરી કરવા માટે બંને ડેમમાં પાણીનું સ્તર ઘટાડવાના ઉદ્દેશ્યથી તેના ફ્લડ ગેટ…
પ્રેમીના ૧૧ વર્ષીય પુત્રની ગળું દબાવી હત્યા કરીને મૃતદેહને બેડની અંદર છુપાવી દેવા મામલે દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે આરોપી મહિલાની મંગળવારે ધરપકડ કરી લીધી હતી. પ્રેમીએ આરોપી મહિલા સાથે રહેવાનો ઈનકાર કરી દીધો હતો. આવી સ્થિતિમાં મહિલાએ પ્રેમી સાથે બદલો લેવા માટે આ ઘટનાને અંજામ આપ્યો હતો. હાલમાં પોલીસ આરોપી મહિલાની પૂછપરછ કરી રહી છે. સ્પેશિયલ કમિશનર ક્રાઈમ બ્રાન્ચ રવિન્દ્ર સિંહ યાદવે જણાવ્યું કે, ઈન્દ્રપુરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૧૦ ઓગષ્ટના રોજ એક ૧૧ વર્ષીય બાળકનો મૃતદેહ ઘરના બેડની અંદરથી મળ્યો હતો. શરૂઆતી પૂછપરછમાં વિકાસ નગરના સન્ડે બજાર રોડની રહેવાસી પૂજા નામની મહિલા પર શંકા વ્યક્ત કરવામાં આવી હતી. સીસીટીવી કેમેરાના…
મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડી ગઠબંધનમાં મતભેદો ઊભા થયા હોય તેવું લાગી રહ્યું છે. એનસીપીમાં વિભાજન બાદ ગઠબંધનમાં બધુ બરાબર નથી. રાજ્યના ડેપ્યુટી સીએમ અજિત પવારે કાકા શરદ પવાર અને તેમની પુત્રી સુપ્રિયા સુલેને કેન્દ્રીય કેબિનેટમાં સામેલ થવાની ઓફર કરી હોવાની હાલ મહારાષ્ટ્રના રાજકારણમાં જાેરશોરથી ચર્ચા થઈ રહી છે. સુપ્રિયા સુલેએ કેન્દ્રીય કેબિનેટમાં સામેલ થવાની ઓફર અંગેની ચર્ચાઓ પર પ્રતિક્રિયા આપી છે. સુપ્રિયા સુલેએ કહ્યું કે મને કે મારા પિતા શરદ પવારને કેબિનેટમાં સામેલ થવા માટે કોઈએ કોઈ ઑફર નથી આપી અને ન તો કોઈ ચર્ચા થઈ. મને નથી ખબર કે મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓ આવા નિવેદનો કેમ કરી રહ્યા છે. હું…
ભારતીય ક્રિકેટ ટીમે છેલ્લે વર્ષ ૨૦૧૧માં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. વર્લ્ડ કપની આ મેચ બધાને સારી રીતે યાદ છે. શ્રીલંકાએ આપેલા ૨૭૫ રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે ૪૮.૨ ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. આ મેચમાં ધોનીએ મારેલી વિનિંગ સિક્સે બધાને તેના દિવાના બનાવી દીધા હતા. આજ સુધી ભારતીય ચાહકો એ સિક્સરને ભૂલી શક્યા નથી. હાલમાં જ ચેન્નઈ સુપર કિંગ્સ ફ્રેન્ચાઇઝી દ્વારા પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં તે ૨૦૧૧ વર્લ્ડ કપની પોતાની ખાસ પળ વિશે જણાવી રહ્યો છે. વાયરલ વીડિયોમાં ધોનીએ જણાવ્યું હતું કે ૨૦૧૧…
મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પહેલા હિંદુત્વની ચર્ચાએ જાેર પકડ્યું છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવા વિશે કહ્યું હતું કે, દેશને હિંદુ રાષ્ટ્ર બનાવવાની જરૂર નથી કારણ કે અહીં માત્ર ૮૦ ટકા તો હિંદુઓ જ વસે છે. હવે કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે બજરંગ દળ અંગે એક નિવેદન આપ્યું છે. તેમનું કહેવું છે કે, જાે રાજ્યમાં કોંગ્રેસની સરકાર બની તો બજરંગ દળ પર પ્રતિબંધ લગાવવામાં નહીં આવશે. તેમણે કહ્યું કે, બજરંગ દળમાં સારા લોકો પણ હોઈ શકે છે. પરંતુ જે ગુંડા તત્વ છે અને જે રમખાણો કરાવે છે તેમને છોડવામાં નહીં આવશે. કોંગ્રેસી નેતાએ આ વાત પત્રકારો…
ગદર ૨ એ બોક્સ ઓફિસ પર ગદર મચાવી દીધુ છે. સની દેઓલની ફિલ્મ બોક્સ ઓફિસ પર દરરોજ રેકોર્ડતોર્ડ કમાણી કરી રહી છે પરંતુ પાંચમા દિવસે ફિલ્મે જે કલેક્શન કર્યુ છે, તે ફિલ્મ ક્રિટિક્સની કલ્પના કરતા પણ વધુ છે. ગદર ૨ એ સ્વતંત્રતા દિવસના હોલિડે એ ખૂબ કમાણી કરી. ફિલ્મે ૫૫.૪૦ કરોડનું કલેક્શન કર્યું છે. ગદર ૨ એ પાંચમા દિવસે સૌથી વધુ કમાણી કરી છે. સ્વતંત્રતા દિવસ પર તાબડતોડ કલેક્શન કરીને ગદર ૨ એ ઈતિહાસ રચી દીધો છે. શુક્રવારે ૪૦.૧૦ કરોડના ધમાકેદાર નંબર્સની સાથે ખાતુ ખોલનારી ગદર ૨ એ બીજા દિવસે ૪૩.૦૮ કરોડનું કલેક્શન કર્યુ. ત્રીજા દિવસે રવિવારે ફિલ્મે ૫૧.૭ કરોડ…
છત્તીસગઢનો સુકમા જિલ્લો એક સમયે નક્સલીઓના નામથી ઓળખાતો હતો. પરંતુ હવે જિલ્લામાં વિકાસની નવી કહાની લખાઈ રહી છે. નક્સલ જિલ્લાના ઘોર નક્સલ પ્રભાવિત એલમાગુંડા ગામના ગ્રામીણોને સ્વતંત્રતા દિવસ પર એક નવી ભેટ મળી છે. અહીંના લોકોને આઝાદીના ૭૭ વર્ષ બાદ વીજળી નસીબ થઈ છે. લોકોએ પહેલી વખત બલ્બની રોશનીથી આઝાદીને પોતાની આંખોથી જાેઈ છે.છત્તીસગઢ સરકારની વિકાસ, વિશ્વાસ અને સુરક્ષાની થીમ પર કામ કરીને જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા પોલીસ અને સીઆરપીએફના અથાક પ્રયાસોને કારણે એલમાગુંડા ગામમાં આઝાદી બાદ પ્રથમ વખત વીજળી સેવા શરૂ થઈ છે. નક્સલ પ્રભાવિત એલમાગુંડા ગામમાં વીજળી સેવા પહોંચતા જ ગ્રામીણોની ખુશીનું ઠેકાણું ન રહ્યું. આ ગામમાં આ જ…